• Home
  • News
  • સાવચેતી / ગુજરાતમાં કોરોનાનો એકપણ કેસ નથી, છતાં સરકાર એલર્ટઃ આરોગ્ય મંત્રી
post

તમામ સિવિલ હોસ્પિટલમાં 30 દર્દીઓ સારવાર લઇ શકે એ માટેનો ખાસ આઇસોલેશન વોર્ડ અને અલગ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-04 12:02:35

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઈરસનો એકપણ કેસ નથી, છતાં સરકાર આ મામલે એલર્ટ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને અગમચેતીના પગલા રૂપે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઈરસ ગુજરાતમાં ન આવે એ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ અંગે આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને રોકવા માટેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છેકે આ જ દીન સુધી ગુજરાતમાં કોરોના વાઈરસનો એકપણ કેસ જણાયો નથી. તેમ છતાં તકેદારીના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં 30 દર્દીઓ સારવાર લઇ શકે એ માટેનો ખાસ આઇસોલેશન વોર્ડ અને અલગ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓ અને બાળકો માટે પણ સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post