• Home
  • News
  • 2020માં ઓગસ્ટમાં 22 ઈંચ વરસાદ થયો હતો, આ વખતે માત્ર બે ઈંચ નોંધાયો, જો હજી વરસાદ ખેંચાશે તો રાજ્યમાં ગંભીર જળસંકટ સર્જાશે
post

2020માં ઓગસ્ટના અંત સુધીમાં 22 ઈંચ અને 2019માં 31 ઈંચ વરસાદ થયો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-30 11:07:22

રાજ્યમાં વરસાદ ખેંચાતા અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલાં લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકોને ગરમીથી રાહત મળે તેવા સંક્તો હવામાન વિભાગે આપ્યા છે.હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલા લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને 1થી 3 ઇંચ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. પરંતુ જો વરસાદ હજી પણ ખેંચાશે તો રાજ્યનું ચિત્ર વધુ બિહામણું સાબિત થશે.

ચોમાસાની સિઝન પુરી થવામાં દોઢ મહિનો બાકી
રાજ્યમાં ચોમાસાની સિઝન પુરી થવામાં હવે માંડ એકથી દોઢ મહિનાનો સમય બાકી રહ્યો છે. જૂનમાં 120 મિમી, જુલાઈમાં 177 મિમી અને ઓગસ્ટમાં 54 મિમી મળીને કુલ 352 મિમી વરસાદ થયો છે. ગુજરાતમાં થતાં 840 મિમી વરસાદની સામે માંડ 42 ટકા જેટલો વરસાદ થયો છે. હવે ચોમાસામા બાકી રહેતા દિવસોમાં ઘટ જેટલો વરસાદ પડવો જરૂરી છે. નહીંતર રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગશે. હાલની સ્થિતિએ રાજ્યના 12 જિલ્લા એવા છે જ્યાં ખેતીની સિંચાઈ માટે પાણી આપવા તો ઠીક પરંતુ પીવાના પાણીના પણ ફાંફાં થાય તેવી સંભાવના પણ નકારી શકાય એવી નથી. બીજી બાજુ ડેમોમાં પાણી ઓછું હોવાના કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન થવાની ભિતી છે.

રાજ્યના કયા ઝોનમાં કેટલો વરસાદ

ઝોન

થયેલો વરસાદ (મિમી)

ટકા

ઘટ (ટકામાં)

ઉત્તર

229 મિમી

32

68

દક્ષિણ

754 મીમી

52

48

મધ્ય

307 મિમી

38

62

કચ્છ

140 મિમી

32

68

સૌરાષ્ટ્ર

1260 મિમી

37

63

​​​​​ગુજરાતમાં સિઝનનો માત્ર 14 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 14 ટકા વરસાદ નોંધાયો છે, આમ સમગ્ર ચોમાસાની સિઝનના કુલ એવરેજ વરસાદની સરખામણીએ હજુ 58 ટકા વરસાદની ઘટ છે. મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી ઓગસ્ટ માસમાં ધોધમાર વરસાદ વરસવાનો સિલસિલો આ વર્ષે જળવાયો નથી. આ વખતે ઓગસ્ટના 28 દિવસમાં માત્ર ૨ ઈંચ જ વરસાદ વરસ્યો છે જેની સામે ગત વર્ષે 22 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વર્ષ-2019માં પણ 17.29 ઈંચ જેટલો વરસાદ માત્ર ઓગસ્ટ માસમાં જ વરસ્યો હતો. આમ છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે ઓગસ્ટ માસનો સૌથી ઓછો વરસાદ નોધાયો છે.

રાજ્યના ડેમોમાં ઝોન પ્રમાણે વાપરવા લાયક પાણીની સ્થિતિ

ઝોન

હાલનો જથ્થો(MCM)

વાપરવા લાયક જથ્થો (ટકામાં)

ઉત્તર

329

19

દક્ષિણ

4818

61

મધ્ય

861

39

કચ્છ

68

13

સૌરાષ્ટ્ર

887

37

નર્મદા

688

12

​​​​રાજ્યના માત્ર 13 તાલુકામાં 50 ઈંચ કરતાં વધુ વરસાદ થયો
ગત વર્ષ અત્યાર સુધીમાં એટલે કે, 28 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 36 ઈંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો હતો. જેમાં 76 તાલુકા તો એવા હતા જ્યાં 50 ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો. વર્ષ-2019માં પણ અત્યાર સુધીમાં 31 ઈંચ જેટલો એટલે કે, 93.54 ટકા જેટલો વરસાદ થઈ ગયો હતો અને 53 તાલુકા એવા હતા કે જ્યાં 50 ઈંચ કરતાં વધુ વરસાદ થયો હતો. જોકે આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યના માત્ર 13 તાલુકામાં 50 ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે. 2 તાલુકા તો એવા છે કે જ્યાં 2 થી ત્રણ ઈંચ જેટલો જ વરસાદ થયો છે.

છેલ્લા છ વર્ષમાં ઓગસ્ટમાં થયેલો વરસાદ

વર્ષ

વરસાદ ( ઈંચ)

2016

10.56

2017

4.32

2018

5.43

2019

17.29

2020

22.08

2021

2.16

 

adv

Related News

post
post
post
post
post
post
post