• Home
  • News
  • શ્રીનગરમાં ત્રણ આતંકવાદી ઠાર, પહેલી વખત 4 મહિનામાં 4 આતંકી લીડર્સનો સફાયો
post

કઠુઆમાં જે પાકિસ્તાની ડ્રોન તોડવામા આવ્યું હતું તેના દ્વારા સાઉથ કાશ્મીરમા એક્ટિવ જૈશના આતંકવાદી અલી માટે હથિયાર મોકલવામા આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 09:08:41

શ્રીનગર: જૂનીમાર વિસ્તારમાં રવિવારે સવારથી ચાલી રહેલું ઓપરેશન પૂર્ણ થઇ ગયું છે. સુરક્ષાદળોએ એક મકાનમાં છૂપાયેલા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. હજુ સુધી તેમની ઓળખ જાહેર કરવામા આવી નથી. જોકે જમ્મૂ કાશ્મીર પોલીસે કહ્યું કે આ આતંકવાદીઓ ઠાર થવા સાથે ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે કે 4 મુખ્ય આતંકવાદી સંગઠનોના ચીફનો પણ 4 મહિનામાં સફાયો થઇ ગયો છે. 

IG વિજયકુમારે જણાવ્યું કે 4 મહિનામાં લશ્કર, જૈશ, હિઝબુલ અને ગજવત-ઉલ-હિન્દના ચીફને ઠાર કરવામા આવ્યા છે. 

આતંકવાદીઓને આત્મસમર્પણની અપીલ કરવામા આવી હતી
IG
એ જણાવ્યું કે શ્રીનગરમાં જે આતંકવાદીઓને મારવામા આવ્યા છે તેમાથી લોકલ ટેરરિસ્ટ હતા. ઓપરેશન દરમિયાન તેઓ છૂપાવા માટે એક મકાનમાં ઘુસી ગયા હતા. અમે ત્યાં અમુક સન્માનનીય લોકોને કહ્યું કે તેઓ આતંકવાદીઓને સમર્પણ કરવા માટે કહે. જોકે આતંકવાદીઓએ તેમની વાત માનવાની જગ્યાએ ગ્રેનેડથી સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેમને એન્કાઉન્ટરમાં ઠાર કરવામા આવ્યા હતા. 

જૈશના આતંકવાદીઓને ડ્રોનથી હથિયારો મોકલવામા આવી રહ્યા છે
વિજયકુમારે જણાવ્યું કે કઠુઆમાં જે ડ્રોનને BSFએ તોડી પાડ્યું હતું તે અલીભાઇના નામે હતું. તે જૈશનો આતંકવાદી છે અને સાઉથ કાશ્મીરમાં એક્ટિવ છે. તેમાં M4 રાઇફલ હતી. અમે રેકોર્ડ ચેક કર્યા તો તેમાં પુલવામાના આતંકવાદી ફુરકાનનું નામ સામે આવ્યું છે. એવું બની શકે છે કે M4 રાઇફલ ફુરકાનને પહોંચાડવા માટે પાકિસ્તાની ડ્રોનમાં મોકલવામા આવી હોય.  કુલગામમાં પણ એક જૈશના આતંકવાદી પાસેથી એકે-47 અને M4 કાર્બાઇન કબ્જે કરવામા આવી છે. 

શનિવારે પાકિસ્તાની ડ્રોન શૂટ કરવામા આવ્યું હતું
એક દિવસ પહેલા જમ્મૂ-કાશ્મીરના કઠુઆના પનસર વિસ્તારમાં BSFએ એક પાકિસ્તાની ડ્રોન શૂટ કર્યું હતું. પાકિસ્તાને આતંકવાદીઓ માટે આ ડ્રોનમાં હથિયારો મોકલ્યા હતા. તેમાં એક અમેરિકન રાઇફલ, બે મેગ્ઝીન અને અન્ય હથિયાર હતા. આ કન્સાઇનમેન્ટ કોઇ અલીભાઇના નામ પર આવ્યું હતું. તે ભારતીય વિસ્તારમાં 250 મીટર અંદર હતું. BSFના જવાનોએ 9 રાઉન્ડ ફાયર કરીને ડ્રોન તોડી પાડ્યું હતું. 

1થી 21 જૂન: 21 દિવસમાં 12 એન્કાઉન્ટર

1 જૂન: નૌશેરા સેક્ટરમાં 3 પાકિસ્તાની આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા હતા, તેઓ ભારતની સરહદમાં ધૂસવાની કોશિશ કરી રહ્યા હતા.
2
જૂન: પલવામાના ત્રાલ વિસ્તારમાં 2 આતંકી માર્યા ગયા.
3
જૂન: પુલવામાના હી કંગન વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
5
જૂન: રાજૌરી જિલ્લામાં કાલાકોટમાં એક આતંકવાદી ઠાર કરાયો.
7
જૂન: શોપિયાંના રેબન ગામમાં 5 આતંકી માર્યા ગયા.
8
જૂન:  શોપિયાંના પિંજોરા વિસ્તારમાં 4 આતંકી ઠાર.
10
જૂન: શોપિયાંના સુગુ વિસ્તારમાં 5 આતંકી ઠાર.
13
જૂન: કુલગામના નિપોરા વિસ્તારમાં 2 આતંકી માર્યા ગયા.
16
જૂન: શોપિયાંના તુર્કવંગમ એરિયામાં 3 આતંકી ઠાર.
18-19
જૂન: અવંતીપોરા અને શોપિયામાં 8 આતંકવાદી માર્યા ગયા.
21
જૂન: શોપિયામાં એક આતંકવાદી ઠાર.

 

adv

Related News

post
post
post
post
post
post
post