• Home
  • News
  • પ્રેમ પ્રસંગમાં ટીઆઈએ ASIને ગોળી મારી:ભોપાલના TIએ ઈન્દોરના પોલીસ કંટ્રોલ રુમમાં મહિલા અધિકારીને ગોળી મારી, પછી આત્મહત્યા કરી
post

ભોપાલના એડિશનલ DCP રામસ્નેહી મિશ્રાનું કહેવું છે કે TI હાકમસિંહ 6 ફેબ્રુઆરી 2022નાં રોજ ભોપાલના શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં પદસ્થ હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-25 14:45:27

ભોપાલ: ભોપાલના એક ટીઆઈએ ઈન્દોરના પોલીસ કંટ્રોલ રૂમમાં પોતાને ગોળી મારીને સુસાઈડ કરી લીધું છે. તેમને પહેલા એક મહિલા સબ ઈન્સ્પેક્ટરને ગોળી મારી, જે બાદ આત્મહત્યા કરી લીધી. પોલીસ કમિશનર હરિનારાયણ ચારી મિશ્રાએ આ વાતને પ્રેમ પ્રસંગનો મામલો ગણાવ્યો છે. ભોપાલના શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં ટીઆઈ હાકમસિંહ ઈન્દોર આવીને મહિલા ASI રંજના ખાંડેની સાથે કોફી પી રહ્યો હતો. બંને વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો અને ટીઆઈએ અચાનક જ ગોળી ચલાવી દીધી. કંટ્રોલ રૂમની બહાર બે ફાયરના અવાજ સાંભળીને અન્ય પોલીસવાળા જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા તો ત્યાં કારની પાસે ટીઆઈ હાકમ સિંહ પવાર અને ASI રંજના લોહીલુહાણ પડ્યા હતા. પોલીસકર્મીઓને લાગ્યું કે બંનેને કોઈએ ગોળી મારી દીધી છે.જ્યારે તેઓ નજીક પહોંચ્યા તો આખી ઘટના સમજાઈ. ટીઆઈના પગની પાસે તેમની સર્વિસ રિવોલ્વર પડી હતી. જ્યારે મહિલાને હલાવવામાં આવી તો તે ઉઠીને બેઠી થઈ ગઈ અને રસ્તા પર આવી ગઈ. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અધિકારી, FSL તેમજ અન્ય ટીમ પહોંચી હતી. પોલીસ કમિશનર હરિનારાયણ ચારી મિશ્રાએ પણ પોલીસ કંટ્રોલ રૂમ પહોંચ્યા.

વિવાદનું આ કારણ સામે આવ્યું
ઘાયલ રંજનાએ મીડિયા સાથે સીધી વાત ન કરી. તેમના નજીકના લોકોનું કહેવું છે કે ટીઆઈ હાકમસિંહ પંવાર અને મહિલા એએસઆઈ વચ્ચે કારને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. મહિલાએ હાકમસિંહ પાસેથી કાર ખરીદી હતી, પરંતુ TIએ કાર ટ્રાંસફર કરી ન હતી. આ વાતનેલઈને બે-ત્રણ દિવસથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જેને લઈને શુક્રવારે પણ બંને વચ્ચે વિવાદ થયો હતો. એવી પણ વાત સામે આવી છે કે ટીઆઈ હાકમસિંહ ઈન્દોરમાં પોસ્ટિંગ દરમિયાન મહિલા ASI રંજના ઘરમાં ભાડેથી રહેતા હતા.

ત્રણ દિવસની રજા લઈને ગયા હતા ઈન્દોર
ભોપાલના એડિશનલ DCP રામસ્નેહી મિશ્રાનું કહેવું છે કે TI હાકમસિંહ 6 ફેબ્રુઆરી 2022નાં રોજ ભોપાલના શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં પદસ્થ હતા. તેઓ ખટલાપુરા વિસ્તારમાં ફ્લેટ લઈને ભાડેથી રહેતા હતા. મૂળ તરાના ઉજ્જૈનના રહેવાસી હાકમસિંહ ભોપાલમાં એકલા રહેતા હતા. 21 જૂને ત્રણ દિવસની રજા લઈને આવ્યા હતા. ગુરુવારે તેમને જોઈન કરવાનું હતું. 58 વર્ષના TI હાકમસિંહ કોન્સ્ટેબલ પદ પર પોલીસમાં ભરતી થયા હતા. તેઓ ઈન્દોર, મહેશ્વર, રાજગઢ, ખરગોન અને ભોપાલમાં પદસ્થ રહ્યાં હતા. મળતી માહિતી મુજબ હાકમસિંહે 3 લગ્ન કર્યા હતા.

ખરગોનના રહેવાસી છે રંજના
ઘાયલ ASI રંજના ખરગોન જિલ્લાના રહેવાસી છે. તેઓ 2014માં સીધી ભરતી દરમિયાન પોલીસ વિભાગમાં જોઈન થયાં. તેમનું પહેલું પોસ્ટિંગ ધારમાં થયું હતું. તેઓ વર્ષ 2018માં ઈન્દોરમાં આવ્યા. હાલ પોલીસ કંટ્રોલ રૂમમાં ASI છે. હાલ ઘાયલ મહિલા ASIની સારવાર ચાલી રહી છે. રંજનાને ડોકટરે હાલ બોલવાની મનાઈ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post