• Home
  • News
  • ટિકટોક ફરી બિલ્લીપગે આવી ગયું છે, ચુનંદા ફોન પર લિન્ક મોકલે છે, ક્લિક કરતા જ સીધું ડાઉનલોડ થાય છે
post

ચીનની સાઈબર ઘૂસણખોરી, પ્લે સ્ટોરમાંથી નહીં પણ લિન્ક દ્વારા ડાઉનલોડ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-14 11:45:57

સુરત: ભારત સરકારે 30 જૂને પ્રતિબંધિત કરેલું ચાઈનીઝ એપ ટિકટોક ફરી ભારતીયોના મોબાઈલમાં બિલ્લી પગે ઘૂસી ગયું છે. આ વખતે તે પ્લે સ્ટોરમાંથી નહીં, પરંતુ લિન્કની મદદથી સીધું બ્રાઉઝરમાંથી ડાઉનલોડ થઈ રહ્યું છે. આ લિન્ક ચુનંદા મોબાઈલ ફોન પર મોકલાઈ રહી છે. દેશના અનેક શહેરોમાં આ એપની લિન્ક પહોંચી ચૂકી છે અને લોકો તે ડાઉનલોડ પણ કરી રહ્યા છે.

એક યુઝરના ફોનમાં આ મુદ્દે તપાસ કરી. ત્યાર પછી એક્સપર્ટ અને એથિકલ હેકર્સ સાથે વાત કરી તો તેઓ પણ ચોંકી ગયા. ચીનની આ ઘૂસણખોરીથી સાઈબર પોલીસ પણ હેરાન છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ટિકટોકે થર્ડ પાર્ટીની મદદથી આ નુસખો અજમાવ્યો હોઈ શકે છે. સરકારી એજન્સીઓએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આ સાઈબર ઘૂસણખોરીમાં ચીની હેકર્સનો પણ હાથ હોઈ શકે. 

નોંધનીય છે કે, ભારત-ચીન સરહદે તણાવને પગલે 30 જૂને કેન્દ્ર સરકારે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યાર પછી આ એપ્સ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ થઈ શકતા ન હતા. 

ભારતીય મોબાઈલ યુઝર્સના ફોનમાં આ રીતે ટિકટોકની ઘૂસણખોરી આ લોકોને લિન્ક મોકલાય છે: 
જે લોકો અગાઉ ટિકટોક યુઝર્સ હતા અને વીડિયો, ફોટો અપલોડ કરતા હતા, તેમને ફરી જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમને વૉટ્સએપ, ઈ-મેઈલ, ટેક્સ્ટ મેસેજ અને મેસેન્જરથી લિન્ક મોકલાઈ રહી છે. ગૂગલ સર્ચ કરનારાને પણ આ લિન્ક મળી શકે છે. 

કેવી રીતે થાય છે ડાઉનલોડ
વૉટ્સએપ પર આવેલી લિન્ક ક્લિક કરતા જ વૉટ્સએપ એક્સેસ માંગે છે અને ઓકે કરતા જ એક્ટિવ થઈ જાયછે. મેસેન્જરવાળી લિન્ક ફેસબુકનું એક્સેસ માંગે છે.જો તમારી પાસે આ બે એપ નથી, તો ટિકટોક ડાઉનલોડ નહીં થાય. 

અગાઉથી વધુ એક્સેસ માંગે છે
આ વખતે ફોનમાં બધા એક્સેસ આપવા પડી રહ્યા છે. એન્ટરટેઈનમેન્ટ વીડિયો જોવા અલગથી ફિચર છે. આ વખતે ટિકટોકના વીડિયો અન્ય સોશિયલ મીડિયા એપ પર શેર નથી થતાં. લિન્કની મદદથી અનેક લોકો પોતાના જૂના ટિકટોક એકાઉન્ટ રિએક્ટિવેટ કરી ચૂક્યા છે. તેમાં જૂનો બેકઅપ પણ મળી જાય છે. નવા યુઝર્સ બીજા સોશિયલ મીડિયા એપની મદદથી તે ડાઉનલોડ કરી શકે છે. તે બંને પ્રકારના યુઝર્સ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. 

આ લિન્ક પર ક્લિક કરનારાને હેકિંગનો ખતરો 100% 
સાઈબર એક્સપર્ટ ડૉ. ચિંતનના કહેવા પ્રમાણે, મોબાઈલમાં એક્સેસ આપનારા માટે હેકિંગનો ખતરો 100 ટકા છે. આ  લિન્કને ચીનની કંપનીએ જ ડેવલપ કરી હોય. આ કામ બીજા દેશમાંથી પણ થતું હોય. તેનું સર્વર શોધવું મુશ્કેલ છે. 

ભારત સરકારે ધ્યાન આપવું પડે, પ્રોક્સી સર્વર હોઈ શકે 
સાઈબર એક્સપર્ટ સ્નેહલ વકીલ મુજબ, ચીને આ લિન્ક તૈયાર કરી હશે. આ લિન્કથી એપ ડાઉનલોડ કરતા જ મોબાઈલનું સંપૂર્ણ એક્સેસ થર્ડ પાર્ટી પાસે જતું સહે છે અને પ્રાઈવેસી જોખમાય છે. જોકે, અન્ય સોશિયલ મીડિયા એપને તેની સાથે જોડવાથી હેકિંગ અને ડેટા ચોરીનો ખતરો વધી જાય છે.

ડાઉનલોડ કે લિન્ક મોકલનારા સામે કાર્યવાહી શક્ય: સાઈબર પોલીસ 
સાઈબર ક્રાઈમ પોલીસ ઈન્સ્પેક્ટર એ. કે. ચૌહાણે આશ્ચર્ય સાથે કહ્યું કે, ટિકટોક કેવી રીતે ડાઉનલોડ થઈ શકે. આ કેસની ગંભીરતાથી તપાસ કરવી પડે. એ જોવું પડશે કે, આખરે તે ક્યાંથી ઓપરેટ થઈ રહ્યું છે. આ માટે સરકારની ગાઈડલાઈનનો પણ ઈન્તજાર છે. આવું હોય તો ટિકટોક ડાઉનલોડ કરનારા અને લિન્ક મોકલનારા વિરુદ્ધ પણ કેસ નોંધાઈ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post