• Home
  • News
  • ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ક્રિકેટમાં 100મી જીત, ભારતને 10 વિકેટે હરાવી સીરિઝમાં 1-0ની લીડ મેળવી
post

ભારત 9 ટેસ્ટથી અપરાજિત હતું, 8 જીત અને 1 ડ્રો, છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે ડિસેમ્બર 2018માં પર્થ ખાતે હાર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-24 08:47:14

ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતેની પ્રથમ ટેસ્ટમાં ભારતને 10 વિકેટે હરાવી 2 ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી છે. આ સાથે કિવિઝે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં પોતાની 100મી મેચ જીતી છે. કિવિઝને ફર્સ્ટ ઇનિંગ્સમાં 183 રનની લીડ મળી હતી. ભારત બીજી ઇનિંગ્સમાં 191 રનમાં ઓલઆઉટ થતા કિવિઝને 9 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જે તેમણે 1.4 ઓવરમાં વિના વિકેટે ચેઝ કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડ ત્રીજીવાર ભારત સામે 10 વિકેટે જીત્યું છે. અગાઉ 1989/90માં ક્રાઇસ્ટચર્ચ ખાતે અને 2002/03માં વેલિંગ્ટન ખાતે કિવિઝ 10 વિકેટે જીત્યું હતું.

કઈ ટીમે 100 ટેસ્ટ જીતવા કેટલી મેચ લીધી:

મેચ

દેશ

વર્ષ

199

ઓસ્ટ્રેલિયા

1951

241

ઇંગ્લેન્ડ

1939

266

વેસ્ટ ઇન્ડિઝ

1988

310

સાઉથ આફ્રિકા

2006

320

પાકિસ્તાન

2006

432

ઇન્ડિયા

2009

441

ન્યૂઝીલેન્ડ

2020

નંબર ગેમ: ન્યૂઝીલેન્ડ પોતાની 100માંથી 20 ટેસ્ટ બેસીન રિઝર્વ, વેલિંગ્ટન ખાતે જીત્યું છે. તેમજ અહીં 20 ટેસ્ટ હાર્યું છે. આ એક જ ગ્રાઉન્ડ પર કિવિઝ સૌથી વધુ મેચ જીત્યું અને હાર્યું છે!

ટિમ સાઉથીનો ટેસ્ટમાં શ્રેષ્ઠ દેખાવ:
1)
 10/108 વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લોર્ડ્સ 2013
2) 9/110
વિરુદ્ધ ઇન્ડિયા, વેલિંગ્ટન 2019/20
3) 9/162
વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, પર્થ 2019/20

જ્યારે ભારત ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 200 રનની અંદર ઓલઆઉટ થયું:
1)
 161 & 121, વેલિંગ્ટન 2002/03
2) 99 & 154,
હેમિલ્ટન 2002/03
3) 165 & 191,
વેલિંગ્ટન 2019/20

ભારતે આજે 47 રનમાં 6 વિકેટ ગુમાવી, સાઉથીએ 5 અને બોલ્ટે 4 વિકેટ લીધી

ભારત બીજી ઇનિંગ્સમાં 191 રનમાં ઓલઆઉટ થયું છે. કિવિઝે પ્રથમ દાવમાં 348 રન કર્યા હતા અને તેમને 183 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગ્સમાં ટિમ સાઉથીએ 5 અને ટ્રેન્ટ બોલ્ટે 4 વિકેટ લીધી હતી. ભારત માટે મયંક અગ્રવાલે કરિયરની ચોથી ફિફટી ફટકારતા 99 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 58 રન કર્યા હતા. અજિંક્ય રહાણેએ 29 અને ઋષભ પંતે 25 રન કર્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યો ન હતો.

ભારતની વિકેટ આ રીતે પડી:

1) પૃથ્વી શો 14 રને ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં શોર્ટ બેકવર્ડ સ્કવેર લેગ પર લેથમ દ્વારા કેચ આઉટ થયો હતો. લેથમે પોતાની જમણી બાજુ ડાઇવ લગાવીને સારો કેચ કર્યો હતો. (27-1)

2) ચેતેશ્વર પુજારા ટી બ્રેક પહેલાના અંતિમ બોલે ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં 11 રને બોલ્ડ થયો હતો. બોલ્ટે રાઉન્ડ ધ વિકેટથી ચોથા સ્ટમ્પની લાઈનમાં બોલ પિચ કરાવ્યો હતો. જે એન્ગલ સાથે અંદર આવ્યો હતો. પુજારાએ બોલને લિવ કરતા બોલ્ડ થયો હતો. (78-2)

3) મયંક અગ્રવાલ ટિમ સાઉથીની બોલિંગમાં ડાઉન ધ લેગ કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો. (96-3)

4) વિરાટ કોહલી 19 રને ટ્રેન્ટ બોલ્ટના રાઉન્ડ ધ વિકેટથી નાખેલા શોટ બોલને પુલ કરવા જતા કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો. (113-4)

5) અજિંક્ય રહાણે 29 રને ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો. (148-5)

6) હનુમા વિહારી 15 રને ટિમ સાઉથીની બોલિંગમાં બોલ્ડ થયો હતો.(148-6)

7) રવિચંદ્રન અશ્વિન 4 રને ટિમ સાઉથીની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. (162-7)

8) ઇશાંત શર્મા 12 રને ગ્રાન્ડહોમની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. (189-8)

9) પંત સાઉથીની બોલિંગમાં 25 રને ફાઈન લેગ પર બોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો. (191-9)

10) બુમરાહ શૂન્ય રને સાઉથીની બોલિંગમાં મિચેલ દ્વારા કેચ આઉટ થયો હતો. (191-10)

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post