• Home
  • News
  • મંદિર ખૂલે ત્યાં સુધી અડધી કિંમતે લાડવાનો પ્રસાદ મળશે, ટ્રસ્ટ જથ્થામાં પણ ઓર્ડર લેશે
post

તિરૂપતિના કોઇપણ ઇન્ફોર્મેશન સેન્ટરથી ભક્તો લાડવાનો પ્રસાદ મંગાવી શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-23 11:33:09

લોકડાઉનના કારણે બંધ પડેલાં મંદિરમાં હવે હલચલ થવા લાગી છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં 1 જૂનથી મંદિર ખોલવાની માંગ પણ કરવામાં આવી રહી છે. ત્યાં જ, આંધ્રપ્રદેશના તિરૂપતિ બાલાજી મંદિરમાં ભક્ત માટે નવી યોજના શરૂ થઇ છે. હવે મંદિરના લડ્ડૂ પ્રસાદમ અડધી કિંમતે ભક્તોને ઘરે પહોંચાડવામાં આવશે. જલ્દી જ તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ્ ટ્રસ્ટ તેની શરૂઆત કરી રહ્યું છે. 50 રૂપિયામાં મળતાં લાડવા હવે 25 રૂપિયાની કિંમતે મળશે. મંદિર તેના માટે જથ્થાબંધ ઓર્ડર પણ લેશે.

ટ્રસ્ટના ચેરમેન વાય. એસ. સુબ્બારેડ્ડી પ્રમાણે લગભગ 60 દિવસથી ભક્તો ભગવાન બાલાજીના દર્શન કરી શક્યાં નથી. હજું પણ મંદિર ખોલવાને લઇને શંકાના વાદળો છે. એટલે, ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, હાલ જે ભક્તો મંદિર આવી શકતાં નથી, તેમને ભગવાનનો પવિત્ર લડ્ડૂ પ્રસાદમ્ ઘરે બેઠા જ મળી શકે. તેના માટે આંઘ્ર પ્રદેશના 13 જિલ્લા સાથે તેલંગાણાના હૈદરાબાદ, તમિલનાડુના ચૈન્નઈ અને કર્ણાટકના બેંગલુરૂના સેન્ટર પર લડ્ડૂ પ્રસાદમ્ મોકલવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટે લાડવાની કિંમત 50 ટકા ઘટાડી દીધી છે. 175 ગ્રામના એક લાડવાની કિંમત હવે 50ની જગ્યાએ 25 રૂપિયા હશે.

મંદિરમાં એક દિવસમાં ત્રણ લાખ લાડવા બનાવવાની ક્ષમતાઃ-
લોકડાઉન પહેલાં મંદિરમાં એક દિવસ ત્રણ લાખ લાડવાનો પ્રસાદ બનતો હતો. તેની સંપૂર્ણ વિધિ અલગ છે અને પૂર્ણ શુદ્ધતા સાથે તેનું નિર્માણ થાય છે. રોજ લાડવાના પ્રસાદમાં ત્રણ હજાર કિલો કાજૂ મિક્સ કરવામાં આવે છે. આ દેશનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં લાડવાના પ્રસાદનું લેબ ટેસ્ટ થાય છે. ટેસ્ટ બાદ જ પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ મંદિર ખૂલશેઃ-
હાલ મંદિર 31 મે સુધી બંધ રહેશે. ટ્રસ્ટ તેના માટે તૈયારી કરી રહ્યું છે. પરંતુ, મંદિર ખૂલવાનો છેલ્લો નિર્ણય કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મળ્યા બાદ જ કરશે. મંદિરમાં દર્શન વ્યવસ્થામાં અનેક પરિવર્તન જોવા મળી શકે છે. લોકડાઉન પહેલાં મંદિરમાં રોજ 80 હજારથી એક લાખ સુધી શ્રદ્ધાળુઓ આવતાં હતાં. પરંતુ, લોકડાઉન ખૂલ્યા બાદ આ સંખ્યાને 25 હજાર સુધી રાખવામાં આવશે. વિવિધ ટાઇમ સ્લોટમાં દર્શનની મંજૂરી મળશે. દર સ્લોટ બાદ મંદિરને સેનિટાઇઝ કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post