• Home
  • News
  • તિરૂપતિ બાલાજી મંદિરમાં ફરી રોનક:લોકડાઉન પછી નવો રેકોર્ડ, એક દિવસમાં 1 કરોડ રૂપિયાનું દાન મળ્યું, રોજ દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા 15 હજાર પહોંચી
post

11 જૂનના રોજ કોવિડ-19ની ગાઇડલાઇન્સ સાથે દર્શન શરૂ થયાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-09 10:33:38

આંધ્રપ્રદેશના તિરૂપતિ બાલાજી મંદિરમાં ભક્તોની રોનક ધીમે-ધીમે વધી રહી છે. દરરોજ દર્શન કરનાર ભક્તોની સંખ્યા હવે 15 હજાર સુધી પહોંચી ગઇ છે. રવિવાર, 6 સપ્ટેમ્બરના રોજ મંદિરમાં લોકડાઉન દૂર કર્યા પછી પહેલીવાર એક દિવસમાં એક કરોડ રૂપિયાનું દાન પણ આવ્યું. અત્યાર સુધી દાન લગભગ એક દિવસમાં 50 થી 60 લાખ વચ્ચે હતું. પરંતુ 28 ઓગસ્ટ પછી દર્શન કરનાર ભક્તોની સંખ્યા અને દાનની રકમ બંને વધી ગયાં છે.

જોકે, આ રકમ હાલ કોરોના કાળથી પહેલાં આવતાં દાનથી અડધાં કરતાં પણ ઓછી છે, પરંતુ દરેક મુશ્કેલ સમયમાં પણ લોકોની મંદિર પ્રત્યે આસ્થા જોઇને ટ્રસ્ટ ખૂબ જ ઉત્સાહિત છે. ટ્રસ્ટને આશા છે કે, આ વર્ષના અંત સુધીમાં પરિસ્થિતિમાં ઘણો સુધાર આવી જશે, મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધશે.

કોરોનાના કારણે 20 માર્ચના રોજ મંદિર સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. લગભગ 80 દિવસ પછી 11 જૂને ફરી દર્શન શરૂ કરવામાં આવ્યાં. જોકે, મંદિર 8 જૂનના રોજ ખોલી દેવામાં આવ્યું હતું, પરંતુ પહેલાં ત્રણ દિવસ માત્ર મંદિરના કર્મચારીઓ અને તેમના પરિવારના લોકોને જ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. 11 જૂનના રોજ દર્શન ખુલતાં જ લગભગ 43 લાખ રૂપિયાનું દાન એક દિવસમાં આવ્યું હતું, તે દિવસે 6000 લોકોએ દર્શન કર્યાં હતાં.

28 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી શ્રદ્ધાળુઓ અને દાનનો એકાઉન્ટ સ્ટેટમેન્ટઃ-

દિવસ

શ્રદ્ધાળુ

દાન રકમ

28 ઓગસ્ટ 2020

7,822

67 લાખ

29 ઓગસ્ટ 2020

9,486

57 લાખ

30 ઓગસ્ટ 2020

11,875

86 લાખ

31 ઓગસ્ટ 2020

11,036

78 લાખ

1 સપ્ટેમ્બર 2020

10,931

77.5 લાખ

2 સપ્ટેમ્બર 2020

11,641

90 લાખ

3 સપ્ટેમ્બર 2020

11,885

72 લાખ

4 સપ્ટેમ્બર 2020

10,722

71 લાખ

5 સપ્ટેમ્બર 2020

13,486

71.5 લાખ

6 સપ્ટેમ્બર 2020

15,226

1.02 કરોડ

માર્ચમાં દરરોજ કરોડોનું દાનઃ-
19
માર્ચના રોજ જ્યારે લોકડાઉન હતું નહીં, ત્યારે 42 હજાર લોકોએ દર્શન કર્યાં હતાં અને તે દિવસે લગભગ 2.24 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. 11 થી 19 માર્ચ સુધી દરરોજ લગભગ 2 કરોજ રૂપિયાનું દાન આવી રહ્યું હતું. 1 થી 10 માર્ચની વચ્ચે રોજ લગભગ 50 થી 60 હજાર લોકોએ દર્શન કર્યાં હતાં અને દરરોજ દાનનો આંકડો 3 કરોડ રૂપિયાથી વધી રહ્યો હતો.

આ વર્ષે 4 દિવસ એવા પણ જ્યારે 4 કરોડથી વધારે દાન આવ્યુંઃ-
2020
માં 4 દિવસ એવા પણ રહ્યાં છે, જ્યારે મંદિરમાં દાનની રકમ એક દિવસમાં 4 કરોડ રૂપિયાથી વધારે રહી હતી. 19 ફેબ્રુઆરીએ સૌથી વધારે 4.41 કરોડ રૂપિયાનું દાન મંદિરને એક જ દિવસમાં મળ્યું હતું. 24, 26 જાન્યુઆરી અને 19, 28 ફેબ્રુઆરીએ 4 કરોડ રૂપિયા એક જ દિવસમાં મળ્યાં હતાં. જાન્યુઆરીનું એવરેજ દાન 3 કરોડ રૂપિયા હતું.

લોકડાઉન ખુલ્યા પછી 750થી વધું કોરોના કેસઃ-
11
જૂનના રોજ મંદિર ખુલ્યા પછી આ વિવાદ પણ શરૂ થયો કે મંદિર ખોલવું જરૂરી છે કે નહીં. મંદિર ખુલતાં જ ટ્રસ્ટના કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવવાનો શરૂ થઇ ગયો. જૂનમાં લગભગ 80 કર્મચારીઓ સંક્રમિત હતાં, જેમની સંખ્યા ઓગસ્ટ આવતાં-આવતાં 750 થઇ ગઇ હતી. પરંતુ, મંદિર બંધ થયું નહીં કે ભક્તોનું આવવાનું પણ બંધ થયું નહીં.

આ દરમિયાન મંદિરના પૂર્વ મુખ્ય પૂજારીનું કોરોનાના કારણે મૃત્યુ થઇ ગયું. મંદિર ટ્રસ્ટના કુલ 21 હજાર કર્મચારી છે. કોરોના ગાઇડ લાઇન હેઠળ 60 વર્ષથી વધારે ઉંમરના કર્મચારીઓ અને પૂજારીઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જોકે, મંદિરમાં આટલાં કર્મચારીઓના કોરોના પોઝિટિવ આવ્યાં છતાંય એકપણ શ્રદ્ધાળુઓ સંક્રમિત થયાં નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post