• Home
  • News
  • તિરૂપતિ બાલાજીને એક જ દિવસમાં અધધ.. 84 કરોડ રૂપિયાનું દાન મળ્યું
post

230 કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલ બનાવવાની યોજના

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-19 16:03:04

તિરૂપતિ : તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ-ટીટીડી-ને એક જ દિવસમાં ઇતિહાસમાં સૌથી મોટી રકમ 84 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. ટીટીડીએ અંદાજે 230 કરોડ રૂપિયાના ખર્ચે શ્રી પદ્માવતિ પેડિયાટ્રિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ બાંધવા માટે એક નવી યોજના શરૂ કરી છે. 

શ્રી વેકન્ટેશ્વરા પદ્મનાભમ ટ્રસ્ટ ડોનેશન સ્કીમનો બુધવારે પ્રથમ દિવસ હતો ત્યારે 70 દાતાઓએ 84 કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી હતી. આ દરેક દાતાઓને ટીટીડી તરફથી વિશેષાધિકાર તરીકે એક ઉદયસ્થમાન સેવા ટિકિટ નિ: શુલ્ક આપવામાં આવી હતી. 

દાતાઓ માટે 531 ઉદયસ્થમાન સેવા ટિકિટો ફાળવવામાં આવી છે. 28 દાતાઓ અને કંપનીઓએ દરેકે દોઢ કરોડ રૂપિયાનું દાન કર્યું તેમને શુક્રવારે 28 ઉદયસ્થમાન સેવા ટિકિટ ફાળવવામાં આવી હતી. જ્યારે 42 દાતાઓએ દરેકે એક કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. તેમને 42 ઉદયસ્થમાન સેવા ટિકિટ ફાળવવામાં આવી હતી.

ટીટીડીને આશા છે કે આ યોજના દ્વારા તે 550 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરી લેશે.  ટીટીડીના ચેરમેન વાય. વી.સુબ્બારેડ્ડીએ જણાવ્યું હતું કે આ પેડિયાટ્રિક હોસ્પિટલમાંં ગરીબીની રેખા નીચે જીવતાં પરિવારોના બાળકોના કાર્ડિયેક ઓપરેશન્સ મફત કરી આપવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post