• Home
  • News
  • ખર્ચ ઘટાડવા એર ઈન્ડિયા લિવ વિધાઉટ પે હેઠળ સ્ટાફને 5 વર્ષની રજા પર મોકલશે
post

6 મહિનાથી માંડી 5 વર્ષ સુધી રજા આપવા બોર્ડની મંજૂરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-16 09:23:47

નવી દિલ્હી: લૉકડાઉનનો સૌથી મોટો ફટકો એરલાઇન કંપનીઓને પડ્યો છે. આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરતી કંપનીઓ ખર્ચ ઘટાડવા નવા નવા માર્ગ શોધી રહી છે. હવે એર ઇન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ કર્મચારીઓ પગાર વિના લાંબી રજા પર જઈ શકે છે. તેને લિવ વિધાઉટ પે (એલડબ્લ્યુપી) કહેવામાં આવે છે. આ રજા 6 મહિનાથી પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે.

કંપનીના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર, રાજીવ બંસલને કેટલાક કર્મચારીઓને છ મહિનાથી પાંચ વર્ષ સુધી પગાર વિના રજા પર મોકલવાની સત્તા આપવામાં આવી છે. કર્મચારીઓની પસંદગી તેમની કાર્યક્ષમતા, કામગીરીની ગુણવત્તા, કર્મચારીઓના સ્વાસ્થ્ય, વગેરેના આધારે કરવામાં આવશે. ડિરેક્ટર બોર્ડની 102મી બેઠકમાં એર ઇન્ડિયાની આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. 

23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ
કોરોના વાયરસ મહામારીને લીધે ભારતે 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યોહતો. તેની સાથે સ્થાનિક ફ્લાઈટ્સ પર બંધ કરી હતી. 25મેના રોજ સ્થાનિક ફ્લાઈટ્સ કોરોના સાથે જોડાયેલી માર્ગદર્શિકાને આધારે શરૂ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ અંગે ડીજીસીએના નિર્ણય બાદ વંદે ભારત મિશન હેઠળ 6મેથી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ વિદેશમાં ફસાયેલા ભારતીયોને દેશમાં લાવી રહી છે. આ સિવાયની તમામ એરલાઈન્સ ફ્લાઈટ ઠપ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post