• Home
  • News
  • આજે ગુજરાતમાં 3 શહેરોથી 23 શહેરો માટે 47 ફ્લાઇટ્સ ઊડશે, 65% બુકિંગ
post

62 દિવસે આશાઓનું ટેકઑફ: દેશભરમાં 1100 ફ્લાઇટ ઉડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-25 11:41:34

સુરત: કોરોના મહામારીના પગલે લગભગ 2 મહિના સુધી દેશભરમાં ફ્લાઈટોનું સંચાલન બંધ રહ્યા બાદ આજથી પસંદગીના રૂટ પર ડોમેસ્ટિક ફ્લાઈટો શરૂ થઈ રહી છે. 25 મેથી 30 જૂન સુધી જાહેર કરાયેલી ફ્લાઈટો પૈકી અમદાવાદથી દરરોજ 40થી 45 ફ્લાઈટો ઉપડશે અને આટલી જ ફ્લાઈટો આવશે. અમદાવાદથી સોમવારે પહેલી ફ્લાઈટ વહેલી સવારે 4 વાગે પુણે જવા ટેકઓફ કરશે. વધુમાં ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ની ગાઈડલાઈન મુજબ તમામ પેસેન્જરોને ફ્લાઈટના સમય કરતા લગભગ 2 કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે તેમજ તેમને માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા ફરજિયાત છે. એ જ રીતે પેસેન્જરોને ટિકિટ તેમજ બોર્ડિંગ પાસ ઓનલાઈન મેળવવા પડશે. ચેકિંગ દરમિયાન પેસેન્જરોને બેગ પર જાતેજ ટેગ લગાવવાના રહેશે.


વિવિધ રાજ્યોની ક્વૉરેન્ટાઇન નીતિના લીધે બુકિંગ રદ થયાં 
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં હવાઇ મુસાફરી કરતા પેસેન્જરોને ક્વૉરેન્ટાઇન અંગે વિવિધ રાજ્યોની અલગ અલગ નીતિના કારણે મોટી સંખ્યામાં પેસેન્જરોએ પોતાની ટિકિટ રદ કરાવી છે. આ કારણોસર ગો-એર દ્વારા ચંડીગઢ, નાગપુર સહિતના શહેરોમાંજવા માગતા પેસેન્જરોએ 1 જૂન સુધી રાહ જોવી પડશે. 

પેસેન્જરોએ આટલું ધ્યાન રાખવું

·         ફ્લાઇટના સમય કરતાં 2 કલાક વહેલા એરપોર્ટ પહોંચવું જરૂરી,  માસ્ક અને હેન્ડ ગ્લવ્સ ફરજિયાત છે.

·         બોર્ડિંગ પાસ ઑનલાઇન મેળવવા પડશે.

·         ચેકિંગ વખતે બેગ પર જાતે જ ટેગ લગાવવું પડશે  તમામ પેસેન્જરનું થર્મલ સ્કેનિંગ અને મેડિકલ ચેકઅપ થશે. 

·         વધુ તાપમાન તથા શરદી-ખાંસી હશે તો પ્રવાસની મંજૂરી નહીં અપાય.

દેશમાં 28 રાજ્યોમાં 33% ડોમેસ્ટીક ફ્લાઇટ્સ શરૂ
લૉકડાઉન-4 દરમ્યાન 62 દિવસ બાદ આજે સોમવારથી ડોમેસ્ટીક ફ્લાઇટ્સ શરૂ થઈ રહી છે. પહેલા દિવસે 28 રાજ્યોમાં 33 ટકા ફ્લાઇટ્સ શરૂ થશે. આ દરમ્યાન અંદાજે 11 ફ્લાઇટ્સમાં 16 હજારથી વધારે લોકો હવાઇ મુસાફરી કરશે એવો અંદાજ છે. અગાઉ ઇનકાર કરનાર મહારાષ્ટ્રે 50 ફ્લાટ્સના ઓપરેશન માટે તૈયારી દર્શાવી હતી. સાથે જ તામિલનાડુ પણ ફ્લાઇટ્સ માટે તૈયાર થયું છે. પ્રથમ સપ્તાહમાં કુલ 8,214 ફ્લાઇટ્સ ઉડશે. જેમાં સૌથી વધુ ઇન્ડિગોની 3,632, સ્પાઇસ જેટની 1403, ગો એરની 831, એર ઇન્ડિયાની 703, એર એશિયાની 610, વિસ્તારાની 539, એલાયન્સ એરની 309 ફ્લાઇટ્સ સામેલ છે. 31 મે સુધીમાં 1 લાખથી વધુ ટીકિટોનું બુકિંગ થઈ ચૂક્યું છે. 

માર્ગ, રેલવે, હવાઇ પ્રવાસ માટે આરોગ્ય મંત્રાલયની એડવાઇઝરી
આરોગ્ય મંત્રાલયે રવિવારે પ્રવાસીઓ માટે એડવાઇઝરી જારી કરી છે. સાથે જ દરેક પ્રવાસીને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા પણ જણાવ્યું છે. બસ સ્ટેશનો, એરપોર્ટ, રેલવે સ્ટેશનો પર થર્મલ સ્ક્રીનીંગ ફરજિયાત રાખવું પડશે. 

·         લક્ષણ વગરના પ્રવાસીઓને 14 દિવસ સેલ્ફ આઇસોલેશનની શરતે પ્રવાસની મંજૂરી અપાય.

·         દરેક પ્રવાસીએ માસ્ક પહેરવું, હાથ સાફ રાખવા. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.

·         બસ સ્ટેશનો, એરપોર્ટ, રેલવે સ્ટેશનોને પર સેનેટાઇઝરથી કીટાણુમુક્ત કરવામાં આવે. 

·         મામુલી લક્ષણ ધરાવનારાઓને હૉમ આઇસોલેશનનો વિકલ્પ અપાય.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post