• Home
  • News
  • આજનો ઈતિહાસ:ઓઝોન સ્તર બચાવવા એકસાથે આવ્યા 24 દેશ;1995થી ઓઝોન પ્રિવેન્શન ડેની ઉજવણી થવા લાગી,100 વર્ષ પહેલાં વોલ સ્ટ્રીટ પર બોમ્બવિસ્ફોટ થયો હતો
post

પહેલો ઓઝોન ડે 16 સપ્ટેમ્બર 1995ના દિવસે ઊજવાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 11:02:59

દર વર્ષે યુનાઈટેડ નેશન્સ તરફથી 16 સપ્ટેમ્બરની ઈન્ટરનેશનલ ડે ફોર પ્રિવેન્શન ઓફ ધ ઓઝોન લેયર તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઈવેન્ટ 1987ના મોન્ટ્રિયલ પ્રોટોકોલની યાદ અપાવે છે, જેને 24 દેશે એકસાથે મળીને યાદગાર બનાવ્યો હતો. મોન્ટ્રિયલમાં આ દેશોએ દુનિયાને કહ્યું હતું કે ઓઝોન સ્તરને બરબાદ ન કરશો. આમાં એવા પદાર્થોનો ઉપયોગ કરવાનું બંધ કરવાનું વચન લેવાયું હતું, જેનાથી ઓઝોન સ્તરને નુકસાન પહોંચે છે. 19 ડિસેમ્બર 1994ના રોજ UNની જનરલ એસેમ્બ્લીએ 16 સપ્ટેમ્બરે ઓઝોન લેયરના બચાવ માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલો ઓઝોન ડે 16 સપ્ટેમ્બર 1995ના દિવસે ઊજવાયો હતો.

કોરોના વાઈરસને નિયંત્રણમાં લાવવા માટે ચાર મહિનાથી કડક લોકડાઉન હતું. ઘણા સખત નિયમો આજે પણ લાગુ છે. આ જ કારણે પ્રદૂષણ સ્તરમાં ઘટાડો જોવા મળ્યો અને આનાથી ઓઝોન ડેનું મહત્ત્વ વધી ગયું છે. દેહરાદૂનની પેટ્રોલિયમ એન્ડ એનર્જી સ્ડીઝ યુનિવર્સિટીના અભ્યાસમાં મળી આવ્યું છે કે લોકડાઉનના કારણે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડનારા પદાર્થોમાં ઘટાડો થયો અને આનાથી ઓઝોન સ્તરની ક્વોલિટીમાં 1.5થી 2 ગણી મજબૂતાઈ આવી છે.

વોલ સ્ટ્રીટ પર બોમ્બવિસ્ફોટથી 38 લોકોનાં મોત
આ વાત 1920ની છે. ન્યૂયોર્કમાં વોલ સ્ટ્રીટ પર બોમ્બવિસ્ફોટ થયો હતો અને એમાં 38 લોકોનાં મોત થયાં હતાં. આ એ વખતે અમેરિકન ધરા પર કરાયેલો સૌથી ભયાનક વિસ્ફોટ હુમલો હતો. અત્યારસુધી ખબર પડી શકી નથી કે એ બોમ્બબ્લાસ્ટ માટે કોણ જવાબદાર હતું અને તેણે આ હુમલો શા માટે કર્યો હતો.

જનરલ મોટર્સ કોર્પોરેશનની શરૂઆત
આ જ આપણે જે કંપનીને જીએમ(GM)ના ટ્રેડમાર્કથી ઓળખીએ છીએ, તેની શરૂઆત આજના જ દિવસે 1908માં ફ્લિન્ટ, મિશિગનમાં વિલિયમ સી. ડ્યુરંટ અને ચાર્લ્સ સ્ટુઅર્ટ મોટે કરી હતી. આ દુનિયાની સૌથી મોટી કાર અને ટ્રક બનાવનારી કંપનીઓમાંની એક છે. કંપનીએ શેવરલે, હમર જેવી કાર બનાવીને દુનિયા સામે રજૂ કરી છે.

આજના દિવસે મલેશિયા બન્યો હતો
1963
માં ફેડરેશન ઓફ મલયમાં ઉત્તરી બોર્નેયો, સબાહ, સારાવાક અને સિંગાપોર મળીને મલેશિયા બન્યું હતું. જોકે એ એસોસિયેશન વધારે ટક્યું ન હતું. બે વર્ષમાં જ સિંગાપોરે આ વ્યવસ્થાને છોડી દીધી હતી.

લેબેનાનમાં 3000 લોકોની હત્યા
લેબેનાનમાં 1982માં રાઈટ- વિંગ ગ્રુપના સભ્યોએ બેરુના રેફ્યૂજી કેમ્પમાં રહેતા લગભગ 3000 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ નરસંહાર સબરા અને શતિલાના પેલેસ્ટાઈન રેફ્યૂજી કેમ્પમાં થયો હતો, જેમાં લેબનીજ ક્રિશ્ચિયન ફેલાન્ગિસ્ટ મિલિશિયા સામેલ હતો.

આજના દિવસને દેશ અને દુનિયામાં થયેલી આ ઘટનાઓ માટે પણ યાદ કરવામાં આવે છે

·         1810- નિગવેલ હિદાલ્ગોએ સ્પેન સાથે મેક્સિકોની આઝાદી માટે સંઘર્ષ શરૂ કર્યો.

·         1821- મેક્સિકોની સ્વતંત્રતાને માન્યતા મળી.

·         1975- કેપ વર્ડે, મોજામ્બિક, સાઓ ટોમે અને પ્રિન્સિપ સંયુક્ત રાષ્ટ્રમાં સામેલ થયા.

·         1975- પાપુઆ ન્યૂ ગિનીએ ઓસ્ટ્રેલિયાથી સ્વતંત્રતા હાંસલ કરી.

·         1978- ઈરાનના તબાસ વિસ્તારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 20 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.

·         1978- જનરલ જિયા ઉલ હક પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

·         1986- દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણમાં ફસાયેલા સેંકડો લોકોનાં મોત.

·         2007- વન ટુ ગો એરલાઈન્સનું વિમાન થાઈલેન્ડમાં દુર્ઘટનાગ્રસ્ત, 89 લોકોનાં મોત.

·         2013- વોશિંગ્ટનમાં એક બંદૂકધારીએ નૌસેનાની શિબિરમાં 12 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી.

·         2014- ઈસ્લામિક સ્ટેટે સિરિયન કુર્દિશ લડાકુઓ વિરુદ્ધ યુદ્ધ છેડ્યું.

જન્મદિવસ

·         1893- શ્યામલાલ ગુપ્ત, કવિ(ગુપ્ત વિજય વિશ્વ તિરંગા પ્યારા ગીત લખ્યું)

·         1916- એમ.એસ સુબ્બાલક્ષ્મી, ભારતીય અભિનેત્રી અને ગાયિકા(ભારત રત્નથી સન્માનિત).

 

adv

Related News

post
post
post
post
post
post
post