• Home
  • News
  • ઈતિહાસમાં આજે:1952માં ‘ચેકર્સ’ નામના કૂતરાએ રિચર્ડ નિક્સનને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા; ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવાની જાહેરાત
post

1889-મારિયો ગેમ બનાવનારી કંપની નિન્તેન્ડોની શરૂઆત

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 11:58:32

હાલના સમયે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનો માહોલ છે. 3 નવેમ્બરે મતદાન થવાનું છે. આરોપ-પ્રત્યારોપનો સમય ચાલી રહ્યો છે. એવામાં ચેકર્સ સ્પીચને યાદ કરવી મહત્ત્વપૂર્ણ છે. પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સને આ સ્પીચ 23 સપ્ટેમ્બર 1952ના રોજ આપી હતી, જે અમેરિકન ઈતિહાસનાં સૌથી ચર્ચિત ભાષણોમાંથી એક છે અને કેન્દ્રમાં છે ચેકર્સ નામનો એક કૂતરો.

કિસ્સો એ વખતનો છે જ્યારે રિચર્ડ નિક્સન રિપબ્લિકન પાર્ટીમાંથી ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી લડી રહ્યા હતા. ન્યૂયોર્ક પોસ્ટમાં છપાયા સમાચાર કે રિચર્ડ નિક્સને એક સિક્રેટ ફંડ બનાવ્યું છે અને કેમ્પેનમાં આવી રહેલા ફંડનો ખાનગી હેતુથી ઉપયોગ થઈ રહ્યો છે. રિપબ્લિકન પાર્ટીના ઘણા નેતાઓએ રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવાર ડ્વાઈટ ડી આઈજનહાવરને કહ્યું હતું કે નિક્સનની ટિકિટ પાછી લઈ લો.

આ આરોપો અંગે નિક્સને હોલિવૂડના અલ કેપિટન થિયેટરથી પોતાની સ્પષ્ટતા આપી હતી, જેમાં તેમણે કેમ્પેનના ફંડનો આખો હિસાબ રજૂ કર્યો હતો, સાથે જ કહ્યું હતું કે ડોનેશન તરીકે તેમને એક એવી વસ્તુ મળી છે, જેને તે કેમ્પેનને ન આપી શકે. આ એક કાળા અને સફેદ રંગનો અમેરિકન કોકર સ્પેનિયલ કૂતરો છે-ચેકર્સ, જેને તેમની દીકરી ખૂબ ચાહે છે.ટીકાકારો ગમે તે કહે, પણ તે કૂતરો નહીં આપે.

આ સ્પીચ ઘણા અર્થે ખાસ હતી. અમેરિકાના રાજકીય ઈતિહાસમાં આ પહેલું ટેલિવાઇઝ્ડ ભાષણ હતું, જેને 6 કરોડ લોકોએ તેમના ડ્રોઈંગ રૂમમાં જોયું અને સાંભળ્યું. આનાથી લોકો એટલી હદે પ્રભાવિત થયા કે નિક્સનનો ઉપરાષ્ટ્રપતિ બનવાનો રસ્તો સરળ થઈ ગયો. તે 1961 સુધી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા. પછી 1969થી 1973 સુધી રાષ્ટ્રપતિ પણ રહ્યા હતા.

1965- ભારત-પાકિસ્તાનનું યુદ્ધ સમાપ્ત થયું

1947માં આઝાદ થયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો હતો, ખાસ કરીને કાશ્મીર અંગે. 1965માં પાકિસ્તાનને લાગી રહ્યું હતું કે ભારતમાં વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી નબળા છે. આ જ કારણે તેણે કાશ્મીર અને પશ્વિમ સરહદ પર ઘણા વિસ્તારોમાં કબજો કરવાનું કાવતરું ઘડ્યું હતું. જવાબમાં ભારતે પશ્વિમ સરહદ પર મોરચો ખોલ્યો અને પાકિસ્તાનને પાછળ ધકેલવા માટે મજબૂર કર્યું. સંયુક્ત રાષ્ટ્રની પહેલ પછી પાંચ સપ્તાહના ભીષણ યુદ્ધ પછી 23 સપ્ટેમ્બરે જ યુદ્ધ સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

1889-મારિયો ગેમ બનાવનારી કંપની નિન્તેન્ડોની શરૂઆત

ફુસાજિરો યામાઉચિએ 1889માં જાપાની ગેમિંગ કંપની નિન્તેન્ડો કોપ્પાઈ બનાવી હતી, જે ક્યોટોમાં હતી. આ એ વખતે હાનાફુડા કાર્ડ્સ બનાવતી હતી અને એને વેચતી હતી. 1981માં ડોન્કી કોન્ગ તરીકે આર્કેડ ગેમથી નિન્તેન્ડોએ ઈલેક્ટ્રોનિક અને વિડિયો ગેમ્સ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કર્યું. નિન્તેન્ડોએ જ મારિયો અને સુપર મારિયો પણ બનાવી, જે એક સમયે બાળકો વચ્ચે ઘણી લોકપ્રિય બની ગઈ હતી. રસપ્રદ વાત તો એ છે કે આ ગેમ્સ આજના મોર્ટલ કોમ્બેટ ગેમ્સ કરતાં એકદમ અલગ છે.

આજના દિવસને આ ઘટનાઓ માટે પણ યાદ કરવામાં આવે છે

·         1739- રશિયા અને તુર્કી વચ્ચે બેલગ્રેડ શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર.

·         1803- બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ અસાયના યુદ્ધમાં મરાઠા સેનાને હરાવી.

·         1857- જંગી જહાજ લેફર્ટ ફિનલેન્ડની ખાડીમાં આવેલા ભીષણ તોફાનમાં ગુમ થયું, 826 લોકો માર્યા ગયા.

·         1929- બાળ લગ્ન નિરોધક બિલ (સારદા કાયદો) પસાર.

·         1955- પાકિસ્તાને બગદાદ કરાર પર હસ્તાક્ષર કર્યા.

·         1958- બ્રિટને ક્રિસમસ દ્વીપ પર વાયુમંડલીય પરમાણુ પરીક્ષણ કર્યું.

·         1970- અબ્દુલ રજાક બિન હુસૈન મલેશિયાના વડાપ્રધાન બન્યા.

·         1979- સોમલિયાના બંધારણને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી.

·         1986- અમેરિકન કોંગ્રેસે ગુલાબને અમેરિકાનું રાષ્ટ્રીય ફૂલ જાહેર કર્યું.

·         1992- યુગોસ્લાવિયાને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાંથી બહાર કરાયું.

·         1993- દક્ષિણ આફ્રિકામાં અશ્વેતોને સરકાર બનાવવાની પ્રક્રિયામાં સામેલ થવાનો અધિકાર મળ્યો.

·         1998- ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે મુલાકાત કરી અને બન્ને દેશ કાશ્મીર અંગે વાતચીત કરવા માટે રાજી થઈ ગયા.

·         2004- હેતીમાં તોફાન પછી આવેલા પૂરમાં ઓછામાં ઓછા 1,070 લોકોનાં મોત.

·         2009- છત્તીસગઢના કોરબામાં 820 ફૂટ લાંબી ચિમની પડવાથી 40થી વધુ લોકોનાં મોત.

·         2014- ભારતીય સેનાએ કહ્યું, ચીની સૈનિક લદાખના ચૂમાર વિસ્તારમાં ત્રણ કિમી સુધી અંદર ઘૂસ્યા છે.

·         2016- ભારતે ફ્રાન્સ સાથે 36 રાફેલ ફાઈટર જેટ્સ ખરીદવાના સોદા પર હસ્તાક્ષર કર્યા.

·         2017- રાજસ્થાનમાં કૌશલેન્દ્ર પ્રપન્નાચાર્ય ફલાહારી મહારાજની દુષ્કર્મ કેસમાં ધરપકડ કરાઈ.

·         2018- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈન્શ્યોરન્સ સ્કીમ લોન્ચ કરી, જેને મોદીકેર પણ કહેવામાં આવી હતી.

જન્મદિવસ

·         1908- રામધારી સિંહ દિનકર(કવિ)

·         1935- પ્રેમ ચોપડા(ફિલ્મ-અભિનેતા)

·         1957- કુમાર સાનુ(બોલિવૂડ સિંગર)

·         1985- અંબાતી રાયુડુ

 

adv

Related News

post
post
post
post
post
post
post