• Home
  • News
  • આજનો ઇતિહાસ:81 વર્ષ પહેલાં જેટ એન્જિનવાળા વિમાને ટેક ઓફ કર્યું હતું, 7 વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કોમી તોફાનો થયા હતા
post

1999માં 27 ઓગસ્ટે સોનાલી બનર્જી ભારતના પહેલા મરીન એન્જિનિયર બન્યા હતા. જે સમયે સોનાલી મરીન એન્જિનિયર બન્યા ત્યારે તેમની ઉંમર 22 વર્ષ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 11:11:41

27 ઓગસ્ટનો દિવસ એક મોટી શોધનો ઇતિહાસ છે. આજના દિવસે જ દુનિયાને પહેલું જેટ એરક્રાફ્ટ મળ્યું હતું, હાઇંકલ નામના જર્મન વૈજ્ઞાનિકે તેને બનાવ્યું હતું. તેમના જ નામથી આ જેટ વિમાનનું નામ પણ હાઇંકલ HE 178 (Heinkel He 178) રાખવામાં આવ્યું હતું. 27 ઓગસ્ટ 1939ના રોજ આ વિમાને પહેલીવાર ઉડાન ભરી.

હાઇંકલ ક્યારેય કોઈ એરફોર્સમાં સામેલ ન થયા, 1 નવેમ્બર 1939ના રોજ તેનું પ્રદર્શન યોજાયું હતું, તે દરમ્યાન એરક્રાફ્ટ 598 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સુધી પહોંચ્યું હતું. પરંતુ, આ પ્રદર્શન જર્મનની વાયુ સેનાના અધિકારીઓને ખુશ ન કરી શક્યું. ત્યારબાદ જર્મનીની એવિએશન મિનિસ્ટ્રીએ આ સ્વીકાર ન કર્યું. જર્મન એવિએશન મિનિસ્ટ્રીએ આ પ્રોજેક્ટ માટે ફંડ આપવાની ના પાડી તેમ છતાં હાઇંકલે પહેલું ટર્બો જેટ એન્જિન બનાવવાની શરૂઆત કરી.

પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કમ્યુનિટી તોફાન થયા હતા, સેનાને બોલાવવી પડી હતી
દેશમાં કમ્યુનિટી દંગાનું એક લાબું લિસ્ટ છે. આજના જ દિવસે 2013માં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં દંગા શરૂ થયા હતા. જિલ્લાના કવાલ ગામમાં મુસ્લિમ યુવકે જાટ સમુદાયની છોકરીની છેડતી કરી. ત્યારબાદ છોકરીના સેકન્ડ કઝિન્સ ભાઈ ગૌરવ અને સચિને તે છોકરાને મારી નાખ્યો. ત્યારબાદ મુસ્લિમોએ તે બંનેની હત્યા કરી નાખી.

ત્યારબાદ તોફાન શરૂ થયા. 27 ઓગસ્ટથી શરૂ થયેલ આ હિંસા 17 સપ્ટેમ્બર સુધી ચાલી. દંગાને કાબૂ કરવા માટે સેનાને બોલાવવી પડી. તેમાં 62 લોકોના મૃત્યુ થયા, મોટા પાયે અંગત અને સરકારી સંપત્તિનું નુકસાન થયું.

આજે જ સર ડોન બ્રેડમેનનો જન્મ થયો હતો
27
ઓગસ્ટ 1908માં ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના કૂટામુંડામાં સર ડોનાલ્ડ બ્રેડમેનનો જન્મ થયો હતો. નવેમ્બર 1928માં તેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું. તેમણે તેના ટેસ્ટ કરિયરમાં 6,996 રન બનાવ્યા. ટેસ્ટમાં તેમનો ટોપ સ્કોર 334 રન છે. તેમના કરિયરમાં તેમણે કુલ 29 શતક માર્યા. ભારત વિરુદ્ધના પાંચ મેચમાં ડોને ચાર સેન્ચ્યુરી મારી હતી. ભારત વિરુદ્ધ 178ની એવરેજથી ડોને 715 રન બનાવ્યા હતા.

ઇતિહાસમાં આજનો દિવસ આ ઘટનાઓને કારણે પણ યાદ કરવામાં આવે છે...

·         1604માં આજના દિવસે જ અમૃતસર સ્થિત હરમંદિર સાહિબમાં ગુરુ ગ્રંથ સાહિબની સ્થાપના કરવામાં આવી હતી.

·         1859માં દેશના મહાન ઉદ્યોગપતિ દોરાબજી ટાટાનો જન્મ થયો હતો. તેમણે જ ટાટા સ્ટીલનો પાયો નાખ્યો હતો.

·         1870માં 150 વર્ષ પહેલાં ભારતમાં પહેલા શ્રમિક સંગઠન રૂપે શ્રમજીવી સંઘની સ્થાપના થઇ.

·         1985માં નાઈજીરિયામાં મેજર જનરલ મોહમ્મ્દ બુહારીની સરકારનો તખ્ત પલટો થઇ ગયો હતો. તેની જગ્યાએ જનરલ ઇબ્રાહિમ બાબનગિદા નવા શાસક બની ગયા હતા.

·         1872માં આજે જ ભારતના પ્રોફેશનલ રેસલર દલીપ સિંહ રાણા એટલે કે ધ ગ્રેટ ખલીનો જન્મ થયો હતો.

·         1976માં સેનાની પ્રથમ મહિલા મેજર જનરલ જી. અલી રામ મિલિટ્રી નર્સિંગ સેવાના ડિરેક્ટર બન્યા. તે જ દિવસે સિંગર મુકેશનું નિધન થયું હતું.

·         1999માં 27 ઓગસ્ટે સોનાલી બનર્જી ભારતના પહેલા મરીન એન્જિનિયર બન્યા હતા. જે સમયે સોનાલી મરીન એન્જિનિયર બન્યા ત્યારે તેમની ઉંમર 22 વર્ષ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post