• Home
  • News
  • ઈતિહાસમાં આજે:બાલાકોટ એર સ્ટ્રાઈકના બે વર્ષ; 40 જવાનોની શહીદીનો બદલો PoKમાં એર સ્ટ્રાઈકથી લીધો
post

વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 1993માં હુમલો; 6 લોકોના થયા હતા મોત

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-26 12:28:42

14 ફેબ્રુઆરી, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જોરદાર વિસ્ફોટ થયો હતો. નિશાન પર હતો કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના 78 વાહનોનો કાફલો. વિસ્ફોટમાં 40 જવાન શહીદ થયા હતા. આ અંગે સમગ્ર દેશમાં દુઃખ અને આક્રોશની લહેર હતી. આ આતંકી હુમલો સામાન્ય ચૂંટણી અગાઉ જ થયો હતો અને આ ઘટના અંગે રાજનીતિમાં પણ ગરમાવો આવ્યો હતો.

બે સપ્તાહ પછી 26 ફેબ્રુઆરી, 2019ના રોજ ભારતીય વાયુ સેનાના મિરાજ-2000 વિમાનોએ રાતના અંધકારમાં અંકુશ રેખા (LoC) પાર કરીને પાકિસ્તાનના પૂર્વોત્તર વિસ્તાર ખૈબર પખ્તૂનખ્વાહના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. તેના પછી ભારતના તત્કાલીન વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે આ સ્ટ્રાઈકમાં મોટી સંખ્યામાં જૈશ એ મોહમ્મદના આતંકી, તેમને તાલીમ આપનારા, સંગઠનના મોટા કમાન્ડર અને ફિદાયીન હુમલાઓ માટે તૈયાર થઈ રહેલા જેહાદીઓને ખતમ કરી દેવાયા. બીજા દિવસે પાકિસ્તાને જવાબી કાર્યવાહીની કોશિશ કરી.

ભારતે દાવો કર્યો કે ડોગ ફાઈટમાં ભારતીય વાયુસેનાના મિગ-21એ પાકિસ્તાની વાયુસેનાના એફ-16ને તોડી પાડ્યું. પાકિસ્તાને પણ મિગ-21ને તોડી પાડ્યું અને વિંગ કમાન્ડર અભિનંદનની ધરપકડ કરી લીધી. જો કે દબાણમાં બે દિવસ પછી તેમને મુક્ત કરી દેવાયા.

બહરામપુરમાં સૈનિક વિદ્રોહથી શરૂ થયો 1857નો સંગ્રામ
બ્રિટિશ સરકારે ડિસેમ્બર-1856માં જૂની બંદુકોના સ્થાને નવી એનફિલ્ડ રાઈફલનો પ્રયોગ શરૂ કર્યો. તેના કારતૂસ પર લાગેલા કાગળને મોંએથી કાપવો પડતો હતો. બંગાળના બહરામપુરમાં બ્રિટિશ સેનામાં તહેનાત ભારતીય સૈનિકોની વચ્ચે સમાચાર ફેલાયો કે આ કારતૂસમાં ગાય અને સૂવરની ચરબી મળી છે. આ ન હિંદુઓને ગમ્યું કે ન મુસ્લિમ સૈનિકોને. 26 ફેબ્રુઆરી, 1857ના રોજ તેની વિરુદ્ધ બહરામપુરમાં જ સૈનિકોએ વિદ્રોહ કરી દીધો. માર્ચ 1857માં મંગળ પાંડેના નેતૃત્વમાં કેટલાક સિપાહીઓએ બ્રિટિશ અધિકારીઓ પર હુમલો કરી દીધો. આ વિદ્રોહ દબાવી દેવાયો.

મંગળ પાંડેની ધરપકડ કરીને એપ્રિલમાં ફાંસી પર ચઢાવી દેવાયા. તેના પછી ધીમે ધીમે આ ક્રાંતિએ મેરઠ અને ઉત્તરભારતના અન્ય હિસ્સાઓમાં સ્થાન જમાવ્યું. બ્રિટિશ સેનાઓએ ઔપચારિક રીતે 8 જુલાઈ 1959ના રોજ વિદ્રોહને કચડી નાખ્યો અને શાંતિ સ્થાપિત કરી. અસર એ થઈ કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું રાજ ખતમ થયું અને ભારત બ્રિટિશ સરકારના સીધા નિયંત્રણમાં આવી ગયું.

વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 1993માં હુમલો; 6 લોકોના થયા હતા મોત
અમેરિકન ઈતિહાસના સૌથી ખતરનાક આતંકી હુમલામાં 11 ડિસેમ્બર 2001ના રોજ ન્યુયોર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર ધ્વસ્ત થઈ ગયા હતા. આ તો સૌને ખ્યાલ છે અને તેને 9/11 હુમલા તરીકે બધા જાણે છે. પરંતુ તેના પહેલા પણ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો હતો. 26 ફેબ્રુઆરી 1993ના આતંકીઓએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના અંડરગ્રાઉન્ડ ગેરેજમાં બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. આ હુમલામાં 6 લોકો માર્યા ગયા હતા. એક હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. તેનાથી બિલ્ડિંગનો પાયો નબળો પડી ગયો હતો, જેનું પછી સમારકામ કરાયું હતું.

દેશ-દુનિયાના ઈતિહાસમાં 26 ફેબ્રુઆરીની તારીખમાં નોંધાયેલી અન્ય ઘટનાઓ આ પ્રકારે છે-

·         2014 આઈએનએસ સિંધુરત્ન સબમરિનમાં આગ લાગવાથી બે અધિકારીઓના મોત. આના પર ભારતના નેવી ચીફ એડમિરલ ડી કે જોશીએ પોતાનું રાજીનામુ આપી દીધું હતું.

·         2011 અલ્જિરિયાના રાષ્ટ્રપતિએ આરબ દેશોની બદલતી રાજકીય સ્થિતિના કારણે દેશમાં 19 વર્ષ પહેલા લગાવેલી ઈમર્જન્સીને અધિકૃત રીતે સમાપ્ત કરી.

·         1991 લગભગ સાત મહિના સુધી કુવૈત પર કબજો કર્યા પછી ઈરાકની સેનાને અમેરિકા અને સહયોગી દેશોની સેનાએ કુવૈતમાંથી હાંકી કાઢી. સદ્દામ હુસેને ઈરાકી રેડિયો પર કુવૈતમાંથી પોતાના સૈનિકોને પરત બોલાવવાની ઘોષણા કરી.

·         1976 અમેરિકાએ નેવાડા પરીક્ષણ સ્થળ પર પરમાણુ પરીક્ષણ કર્યુ.

·         1972 વર્ધા નજીક આર્વીમાં બનાવાયેલા વિક્રમ અર્થ સેટેલાઈટ સ્ટેશનનને ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ વી વી ગિરિએ દેશને સમર્પિત કર્યુ.

·         1966 સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર (સ્વાતંત્ર્ય વીર) સાવરકરનું નિધન.

·         1965 ભારતમાં જન્મેલા ઉદ્યમી સ્પૂની સિંહ સુંદર (192202006)એ પોતાના હોલિવૂડ વેક્સ મ્યુઝિયમની શરૂઆત કરી.

·         1958 પિયાલી બરૂઆ અને દિવાન મણિરામ દત્તાને આસામના શાહી પરિવારને ફરીથી ગાદી પર બેસાડવાના પ્રયાસોને કારણે ફાંસી પર લટકાવી દેવાયા.

·         320 ચંદ્રગુપ્ત પ્રથમને પાટલિપુત્રના શાસક બનાવાયા

 

adv

Related News

post
post
post
post
post
post
post