• Home
  • News
  • મુરતિયાઓનું આજે છેલ્લું મુહૂર્ત:ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, કલેકટર ઓફિસની અંદર પણ ભીડ બહાર પણ ભીડ, ચૂંટણી અધિકારીની ઓફિસની બહાર જ 50 લોકોનાં ટોળાં
post

સરસપુર-રખિયાલ વોર્ડમાં ભાજપના ઉમેદવાર ભાસ્કર ભટ્ટને સપોર્ટ આપવાનું એલાન

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-06 12:20:41

મહાનગરપાલિકાની ચૂંટણીનાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ચૂંટણીમાં ફોર્મ ભરવાના બે દિવસ પહેલા અમદાવાદ કલેકટર ઓફિસ બહાર ચૂંટણીને લઈ કોઈ માહોલ ન હતો. પરંતુ આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કલેકટર ઓફિસ બહાર લોકોના ટોળા જોવા મળી રહ્યા છે. ઉમેદવાર સાથે તેમના સમર્થકો કલેકટર ઓફિસ ખાતે પહોંચ્યા છે. ફોર્મ ભરવા માટે ઉમેદવાર સાથે માત્ર બે કે ત્રણ લોકોની પરવાનગી છતાં 30થી વધુ લોકો સાથે ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચી ગયા છે. લોકોના ટોળા ભેગા થતા કલેકટર કચેરીના દરવાજા બંધ કરવાની ફરજ પડી છે. માત્ર ઉમેદવારને જ પ્રવેશ આપવામા આવી રહ્યો છે.

કોંગ્રેસના ઉમેદવારો પણ ગણ્યાગાંઠ્યા સમર્થકો સાથે કલેકટર ઓફિસ પહોંચ્યા છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર મોડા જાહેર થતા આજે સવારથી કલેકટર ઓફિસ ખાતે ફોર્મ ભરવા માટે બંને પક્ષ અને અપક્ષો સહિત અન્ય પાર્ટીના ઉમેદવાર પહોંચ્યા છે. લોકોના ટોળા બહાર જામ્યા છે. સામાન્ય વેપારીઓ કે લોકોને ત્યાં 2 લોકો ભેગા થાય તો સોશિયલ ડિસ્ટન્સના નામે પોલીસ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી દે છે જો કે આજે કલેકટર ઓફિસમાં ગાઇડલાઇન ભંગના દ્રશ્યો ઉભા થયા છે ત્યારે શું ત્યાં નિયમો લાગુ નથી પડતા? સમર્થકો સાથે ભેગા થઈને આવેલા ઉમેદવાર કે લોકો સામે કાર્યવાહી કરશે?

અમદાવાદ સુભાષબ્રિજ કલેકટર ઓફિસ ખાતે ફોર્મ ભરવા માટે ઉમેદવારોની ભીડ જામી છે. રાજ્ય ચૂંટણીપંચની કોરોનાની ગાઈડલાઈન્સના પાલનની રાજકીય પક્ષોએ ઐસી કી તૈસી કરી નાખી છે. કલેકટર ઓફિસમાં ઉમેદવાર સાથે 10-10 લોકોનાં ટોળાં કલેકટર ઓફિસ ખાતે ઊમટી પડ્યાં છે. ચૂંટણી અધિકારીની ઓફિસની બહાર જ 50 લોકોનાં ટોળાં જામ્યાં છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર છેલ્લી ઘડીએ જાહેર થતાં તેમજ અન્ય પક્ષના ઉમેદવાર પણ આવતાં આજે છેલ્લા દિવસે ફોર્મ ભરવા પડાપડી થઈ છે. કલેકટરની ચેમ્બરની બહાર જ લોકોનાં ટોળાં જોવા મળી રહ્યાં છે.

અમદાવાદમાં સુભાષબ્રિજ કલેકટર ઓફિસ ખાતે સવારથી જ અપક્ષ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની લાઈન લાગી હતી. સવારે 10 વાગ્યે ઉમેદવાર તેમના ટેકેદારો સાથે કલેકટર ઓફિસે આવી પહોંચ્યા છે. ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં કલેકટર ઓફિસ બહાર જોવા મળી રહ્યા છે. સૈજપુર બોધા, ઠક્કરબાપાનગર ​​​અને ​​​​ઈન્ડિયા કોલોની વોર્ડના ભાજપના ઉમેદવાર તેમજ AIMMના જમાલપુર વોર્ડના બે ઉમેદવાર એઝાઝ મકતમવાલા અને યુનુસ શેખ ઉમેદવારીપત્ર ભરવા કલેકટર ઓફિસે આવ્યા છે.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિરોધ અને અસંતોષને પગલે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત વગર જે ઉમેદવારને વોર્ડમાંથી ટિકિટ આપી છે તેમને બારોબાર મેન્ડેટ આપી જાણ કરી દેવાઈ છે. મોડી રાતે તમામ ઉમેદવારને જાણ કરી આજે ફોર્મ ભરવા જણાવ્યું છે. અમદાવાદમાં આ રીતે ટિકિટ-વહેંચણી થઈ જતાં ભારે રોષ ફેલાયો છે. NSUIના કાર્યકતાઓને ટિકિટ ન અપાતાં આજે કોંગ્રેસ ઓફિસે વિરોધપ્રદર્શન કરવા આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. મોડી રાતે NSUIના અનેક નેતાઓએ રાજીનામાં આપી દીધાં હતાં.

કાર્યકરોએ પોસ્ટર અને બેનરો સળગાવી વિરોધ કર્યો
મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ નેતા દિનેશ શર્માને આ વખતે ચાંદખેડા વોર્ડમાંથી ઊભા રાખવામાં આવ્યા છે. રાજશ્રી કેસરી, કેતન દેસાઈ અને પ્રજ્ઞાબેન પટેલ ઉમેદવાર સાથે આજે બપોરે તેઓ અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે ફોર્મ ભરવા જશે. હિંમતસિંહ પટેલના ઘરે રાત્રે 1:30 કલાકે માઇનોરિટી સમાજે હોબાળો મચાવ્યો હતો. સરસપુર-રખિયાલ વોર્ડમાં ભાજપના ઉમેદવાર ભાસ્કર ભટ્ટને સપોર્ટ આપવાનું એલાન કરાયું છે, જ્યારે ગોમતીપુરમાં પણ કોંગ્રેસનો વિરોધ નોંધાયો છે, કાર્યકરોએ પોસ્ટર અને બેનરો સળગાવી વિરોધ નોંધાવ્યો છે.

અમદાવાદમાં મોડી રાતે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત

વોર્ડ

ઉમેદવાર

ચાંદખેડા

રાજશ્રી કેસરી, કેતન દેસાઇ, દિનેશ શર્મા,પ્રજ્ઞાબેન પટેલ

ઇન્દ્રપુરી

પ્રવીણ પટેલ, મનીષ પટેલ, નૈના પંચાલ, બબુબેન પરમાર

બોડકદેવ

નિમેષ કુમાર શાહ, વિરમ દેસાઇ, ચેતના શર્મા, જાનકી પટેલ

વેજલપુર

મહેશ ઠાકોર, સુનીલ જિકાર

બાપુનગર

જે.ડી. પટેલ, સુરેશ તોમર, જસુમિત પરમાર, હેતલ પંચાલ

બહેરામપુરા

કમળાબેન ચાવડા, કમરુદ્દીન પઠાન

ઇસનપુર

જાગેશ ઠાકોર, નૈમેષ પટેલ, ગંગા મકવાણા, સવિતા પટેલ

લાભા

મેહુલ ભરવાડ, મનુ સોલંકી, હેતલબેન સડાત, સોનલ ઠાકોર

ઓઢવ

બૈરવાબેન પટેલ, જિમિષ ગોહિલ, હંસા બેન લખતરિયા, વિષ્ણુ દેસાઇ

 

 

adv

Related News

post
post
post
post
post
post
post