• Home
  • News
  • ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું વરસ્યું, ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા
post

4 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોની મુશ્કેલી વધી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-05 16:38:58

ભાવનગરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ચડી આવતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.

ખેતરમાં ઉભા પાકને તડકાની જરૂરી છે
ભાવનગર પંથકમાં પડેલા વરસાદી ઝાપટાના પગલે ખેતરમાં ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે. 4 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પાકને હવે તડકાની જરૂરી છે. પરંતુ તડકાના બદલે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે. જેથી પાકને નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા છે.

શેત્રુંજી ડેમના 25 દરવાજા ખોલવામાં આવ્યાં
ભાવનગર અને ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. જેથી શેત્રુંજી ડેમના 25 દરવાજા 1.1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યાં છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોને અલર્ટ આપવામાં આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post