• Home
  • News
  • રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે માત્ર 14 તાલુકામાં 10 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ નવસારીમાં પડ્યો
post

વલસાડમાં 9 મિમિ, જામકંડોરણા અને સુરત શહેરમાં 5-5 મિમિ વરસાદ ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ દોઢ ઈંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-09 11:52:07

ગાંધીનગર: ગઈકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. વાદળમય વાતાવરણ વચ્ચે રાજ્યમાં ગઈકાલે સૌથી વધુ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે રાજ્યમાં 14 સ્થળે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં 10 મિમિ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડમાં 9 મિમિ, જામકંડોરણા અને  સુરત શહેરમાં 5-5 મિમિ વરસાદ નોંધાયો છે.

આજે રાજ્યમાં પડેલો 5થી વધુ મિમિ સુધીનો વરસાદ

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

નવસારી

નવસારી

10

વલસાડ

વલસાડ

9

રાજકોટ

જામકંડોરણા

5

સુરત

સુરત શહેર

5

વરસાદની એક અઠવાડિયા સુધી નહીવત શક્યતા
શુક્રવારથી એક અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ હોવાનું હવામાન વિશેષજ્ઞ જણાવી રહ્યાં છે. વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, હાલમાં કચ્છ અને તેની આસપાસના વિસ્તારમાં વેલમાર્ક લો-પ્રેશર સક્રિય છે, જે ગુરુવારથી ક્રમશ: પાકિસ્તાન અને સિંધપ્રદેશ તરફ આગળ વધી દરિયામાં નિષ્ક્રિય થઈ જશે, જેથી શુક્રવારથી એક અઠવાડિયા સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડશે, પણ ભારે વરસાદ પડવાની શક્યતા નહિવત્ છે. હવામાન વિભાગનાં આંકડા મુજબ, બુધવારે 6 શહેરોમાં ગરમીનો પારો 33 ડિગ્રીથી વધુ નોંધાયો હતો.
 
ગઈકાલે 8 જુલાઈએ રાજ્યમાં પડેલો 10 મિમિ સુધીનો વરસાદ

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

સુરત

ઉમરપાડા 34

જૂનાગઢ

માળીયા

28

સાબરકાંઠા

ખેડબ્રહ્મા

24

કચ્છ

લખપત

23

વલસાડ

ધરમપુર

23

અમદાવાદ

અમદાવાદ શહેર

22

પંચમહાલ

શહેરા

22

અરવલ્લી

ધનસુરા

21

ગાંધીનગર

માણસા

21

વલસાડ

કપરાડા

17

વલસાડ

ઉમરગામ

15

પાટણ

પાટણ

14

પાટણ

સરસ્વતી

14

અરવલ્લી

બાયડ

14

ગાંધીનગર

ગાંધીનગર

14

વલસાડ

વલસાડ

14

નવસારી

જલાલપોર

13

બનાસકાંઠા

ડીસા

12

મહેસાણા

વિજાપુર

12

અમદાવાદ

સાણંદ

12

તાપી

દોલવણ

12

ડાંગ

વધઈ

12

મહેસાણા

મહેસાણા

11

મહેસાણા

ઊંઝા

11

ગીર સોમનાથ

ગીરગઢડા

11

મહીસાગર

કડાણા

11

રાજકોટ

જેતપુર

10

પોરબંદર

રાણાવાવ

10

જૂનાગઢ

જૂનાગઢ

10

જૂનાગઢ

જૂનાગઢ શહેર

10

અમદાવાદ

બાવળા

10

અમદાવાદ

ધોળકા

10

દાહોદ

ધનપુર

10

ભરૂચ

વાલિયા

10

 

adv

Related News

post
post
post
post
post
post
post