• Home
  • News
  • આજથી ધો. 10 અને 12ની પરીક્ષા શરૂ, વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી સ્વાગત અને BEST OF LUCK કરવામાં આવ્યું
post

બપોરે 3થી 6.30 સુધી ધો. 12 સાયન્સમાં ભૌતિક શાસ્ત્રનું પેપર બપોરે 3થી 6.15 સુધી ધો. 12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્ત્વોનું પેપર

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-05 10:30:06

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. શાળા શિક્ષકો દ્વારા ધો. 10ના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને તેઓને આવકારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ માતા-પિતાના અને શિક્ષકોના આશીર્વાદ પણ લીધા હતા. ઘણા વિદ્યાર્થીઓ મંદિરે જઈ ભગવાનના આશીર્વાદ લઈ પરીક્ષા આપવા આવ્યા હતા. સવારે 10થી 1.15 સુધી ધો. 10નું ગુજરાતી ભાષાનું પેપર છે જ્યારે ધો. 12 સાયન્સમાં ભૌતિક શાસ્ત્રનું બપોરે 3થી 6.30 સુધી અને ધો. 12 સામાન્ય પ્રવાહનું બપોરે 3થી 6.15 સુધી નામાના મૂળતત્ત્વોનું પેપર છે.

294 કલાસરૂમ ટેબ્લેટની વ્યવસ્થા કરાઈ
રાજ્યના 10 જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર SRP અને CRPFના જવાનોના બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાશે. બોર્ડની પરીક્ષા 137 ઝોનમાં યોજાશે જેમાં 15787 કેન્દ્રો પર 5559 બિલ્ડિંગોમાં 60027 ક્લાસરૂમમાં પરીક્ષા લેવાશે. 59733 જેટલા કલાસરૂમમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. 294 કલાસરૂમ ટેબ્લેટની વ્યવસ્થા કરાઈ છે.

રાજ્ય કક્ષાએ 73 વિજિલન્સ સ્કવોડ રચાઈ
રાજ્ય કક્ષાએ 73 વિજિલન્સ સ્કવોડ રચાઈ છે. અતિસંવેદનશીલ કેન્દ્રો એવા કચ્છ ,જામનગર, બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ, અરવલ્લી, બોટાદ તથા છોટાઉદેપુર સહિતના જિલ્લામાં પેરામિલ્ટ્રી ફોર્સ ગોઠવવામાં આવી છે. કચ્છ,મોરબી ,પાટણ ,પંચમહાલ અને મહિસાગર સહિતના પાંચથી છ જિલ્લાએ સ્થાનિક સ્કવોડ મુકવામાં આવી છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post