• Home
  • News
  • કાશ્મીરમાં કોરોના સામે લડતી મસ્જિદો:ઘાટીની મસ્જિદોએ ‘દાન’ના પૈસાથી ઓક્સિજન મશીન ખરીદ્યાં, જે દર્દીઓ પાસે પૈસા નથી તેમને મફતમાં આપી રહી છે
post

મસ્જિદ કમિટીના સભ્ય ફારુક અહેમદે જણાવ્યું કે અમે 50 રૂપિયા પ્રતિ દિવસના ભાડાપેટે આ મશીન જરૂરિયાતવાળા લોકોને આપીએ છીએ, જે લોકો 50 રૂપિયા પણ આપી શકે એમ ન હોય તેમને અમે ફ્રીમાં મશીન આપીએ છીએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 12:01:50

80 વર્ષના પીરજાદા ગુલામ અહેમદ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબિહેડા વિસ્તારમાં રહે છે. ઓગસ્ટના મહિનામાં અચાનક તેમને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડી તો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યાં ખબર પડી કે તેઓ કોરોના પોઝિટિવ છે. એક કલાકમાં તેમનું ઓક્સિજન લેવલ પણ ઘટવા માંડ્યું, ઉપરથી હાર્ટના દર્દી પહેલાંથી હતા. એવામાં હોસ્પિટલમાં રહેવું તેમના માટે વધુ જોખમી હતું. ડોક્ટર્સે સલાહ આપી કે તેઓ ઘરે જ ઓક્સિજનની વ્યવસ્થા કરી લે.

પીરજાદાના દીકરા, ખુર્શીદ પીરજાદાએ કહ્યું, અમે ઘણી જગ્યાએ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર શોધ્યું, પણ ન મળ્યું. ત્યાર પછી ઉતાવળમાં 50 હજાર રૂપિયાનું એક ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ખરીદ્યું. ઉપરવાળાની મહેરબાની છે કે હવે મારા અબ્બા બચી ગયા.

પીરજાદાએ તો ઓક્સિજનની વ્યવસ્થા કરી લીધી, પણ કાશ્મીર ઘાટીમાં સેંકડો એવા લોકો છે, જેમને હોસ્પિટલમાં બેડ અને વેન્ટિલેટર નથી મળ્યાં, ઓક્સિજન માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. કાશ્મીરની સૌથી મોટી હોસ્પિટલ SMHSમાં હાલ સૌથી વધુ દર્દી ન્યૂમોનિયાના આવી રહ્યા છે અને લગભગ તમામને ઓક્સિજનની જરૂર પડી રહી છે. ડોક્ટર્સનું કહેવું છે તમામ માટે હોસ્પિટલમાં સુવિધા નથી.

આ પ્રકારની મુશ્કેલીઓ સામે પહોંચી વળવા માટે કાશ્મીરમાં ઘણી મસ્જિદ કમિટીવાળાઓએ પહેલ કરી છે. તેમને પૈસા ભેગા કર્યા અને દાનના પૈસાથી ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ખરીદ્યાં છે. આ મશીનનો ઉપયોગ એવા દર્દીઓને ઓછી કિંમતે આપવામાં આવે છે, જેમને ઓક્સિજનની જરૂર હોય છે. ગાજી મસ્જિદ કમિટીએ છેલ્લા થોડા દિવસમાં જ 7 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ખરીદ્યાં છે.

મસ્જિદ કમિટીના સભ્ય ફારુક અહેમદ કહે છે, અમે 50 રૂપિયા પ્રતિ દિવસના ભાડાપેટે આ મશીન જરૂરિયાતવાળા લોકોને આપીએ છીએ. જે લોકો 50 રૂપિયા પણ આપી શકતા નથી તેમને અમે ફ્રીમાં જ મશીન આપીએ છીએ. તેમણે જણાવ્યું, એવું નથી કે આ કમિટી હમણાં જ બની છે, આ પ્રકારની કમિટીઓ વર્ષોથી કામ કરી રહી છે. દર મહિને મસ્જિદ પાસે રહેતા લોકો થોડાક પૈસા દાનમાં આપે છે, એ જ પૈસાથી જરૂરિયાતવાળા લોકો સુધી મદદ પહોંચાડવામાં આવે છે. બાળકોનો ભણતરનો ખર્ચ, દવાઓ જેવી જરૂરિયાત આનાથી પૂરી થાય છે. હાલ કોરોનાકાળમાં સૌથી વધુ જરૂર આ મશીનોની છે.

એક મશીનની કિંમત લગભગ 60 હજાર રૂપિયા છે. ગાજી મસ્જિદે કુલ 5 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. આ સાથે જ નેબ્યુલાઈઝર મશીન પણ ખરીદ્યાં છે, જેથી શિયાળાના વાતાવરણમાં કોઈને જરૂર પડે તો મદદ પહોંચાડી શકાય.

SMSHના ડોક્ટરે જણાવ્યું હતું કે આજકાલ તેમની પાસે જે દર્દીઓ આવે છે, તેમની સ્થિતિ કલાકની અંદર ખરાબ થઈ જાય છે. કોઈને સવારે હોસ્પિટલથી ઘરે મોકલી દીધા તો સાંજે તેમનું ઓક્સિજન લેવલ ઘટી જાય છે, જો આ પ્રકારના દર્દીઓને ઘરે જ ઓક્સિજનની સુવિધા મળી જાય તો હોસ્પિટલ પર બોજ ઓછો પડે છે, સાથે જ દર્દીની હાલત પણ સારી રહે છે.

આ પ્રકારની પહેલ ડાઉન ટાઉનના ખાનયાર વિસ્તારની એક મસ્જિદ અબુ-બકરે પણ કરી છે. આ મસ્જિદ તરફથી પણ સાત ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ખરીદવામાં આવ્યાં છે. મસ્જિદના એક સભ્ય શબીર અહેમદે જણાવ્યું હતું કે અમે અમારા મોહલ્લા સાથે સાથે દૂરથી આવતા લોકોને પણ આ મશીન આપીએ છીએ। કોઈ પૈસા આપે છે તો કોઈને અમે મફતમાં સેવા આપીએ છીએ. અમને ખુશી છે કે લોકોના જીવ બચી રહ્યા છે.

હવે મસ્જિદો સાથે જ ઘણા NGOવાળા પણ મદદ માટે આગળ આવ્યા છે. શ્રીનગરમાં આવેલા એક NGO અથરૌટે 200થી વધુ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ખરીદ્યાં છે. અથરૌટના અધ્યક્ષ બશીર નદવીએ જણાવ્યું હતું કે અમીર-ગરીબનો ભેદભાવ કર્યા વગર આ મશીન 50 રૂપિયા પ્રતિ દિવસના હિસાબથી ભાડા પર આપીએ છીએ અને દરરોજ દૂર દૂરથી અમારી પાસે લોકો આવે છે. તેમની સંસ્થા પણ મસ્જિદ કમિટીઓ સાથે મળીને કામ કરી રહી છે

હાલ કાશ્મીરમાં થોડીક મસ્જિદોએ આ મશીન ખરીદ્યાં છે, એવામાં જેમની પાસે મશીન નથી તેને એનજીઓ આપી રહ્યું છે. હેલ્પ ટુગેધર નામના એક NGOએ પણ 15 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ખરીદ્યાં છે. અત્યારસુધીમાં કાશ્મીર ઘાટીમાં 45000થી વધુ લોકો કોરોના વાઈરસના સંકજામાં આવી ગયા છે, લગભગ 830 લોકોનાં મોત થયાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post