• Home
  • News
  • કોરોનાને પગલે કિલ્લેબંધી: 70 કરોડ લોકો લૉકડાઉન, હવે 10 રાજ્યમાં 31 માર્ચ સુધી લૉકડાઉન
post

દેશમાં અત્યાર સુધી 7ના મોત, ત્રણ રાજ્યો રાજસ્થાન, ઉત્તરાખંડ અને પંજાબના દરેક શહેરોમાં લોકડાઉન

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 09:59:35

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસનો ફેલાવો બેકાબુ થતો રોકવા માટે રવિવારે પાળવામાં આવેલો જનતા કર્ફ્યૂ સફળ રહ્યો. તમામ રાજ્યોના ભીડભાડવાળા વિસ્તાર અને રસ્તા સૂમસામ દેખાયા. લોકો ઘરની બહાર ના નીકળ્યા. હવે દેશના 10 રાજ્યને લૉકડાઉન કરી દેવાયા છે. કોરોના પ્રભાવિત 14 અન્ય રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોના 45 જિલ્લા પણ બંધ કરી દેવાયા છે. આ સ્થિતિમાં દેશની 70 કરોડ વસતી ઘરમાં બંધ છે. લૉકડાઉન વખતે તમામ બજારો, વેપારી સંસ્થાઓ દુકાનો અને જાહેર પરિવહન સેવા પણ બંધ રહેશે. ફક્ત કરિયાણા, દવા અને શાકભાજીની દુકાનો ચાલુ રહેશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ફરી એકવાર અપીલ કરી છે કે, કોરોના વાઈરસ સામેના જંગમાં નેતૃત્વ કરનારા દરેક વ્યક્તિને દેશ ધન્યવાદ આપે છે. આવો, આ જ સંકલ્પ, આ જ સંયમ સાથે લાંબી લડાઈ લડવા પોતાની જાતને બંધનો એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગમાં બાંધી લઈએ. બીજી તરફ, રેલવેએ પણ તમામ 13,523 પ્રવાસી ટ્રેનોનું સંચાલન 31 માર્ચ સુધી બંધ કરી દીધું છે. દેશના ઈતિહાસમાં પહેલીવાર રેલવે સેવા બંધ કરાઈ છે. મુંબઈ લોકલ અને દિલ્હી મેટ્રો સહિત બીજી પરિવહન સેવાઓ પણ 31મી સુધી બંધ રહેશે. 
કેન્દ્રનો આદેશ - જ્યાં લૉકડાઉન નથી ત્યાં આંતરરાજ્ય બસો બંધ

·         પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, દિલ્હી, છત્તીસગઢ, તેલંગાણા, બિહાર, મહારાષ્ટ્ર, ઝારખંડમાં 31 સુધી લૉકડાઉન. પ.બંગાળ પણ 27 સુધી બંધ રહેશે.

·         યુપી, તમિલનાડુ, આસામ અને ઝારખંડમાં સોમવાર સવાર સુધી ઘરોમાં રહેવા નિર્દેશ, મહારાષ્ટ્રમાં કલમ 144 લાગુ. દરેક શહેરની સરહદ સીલ.

·         ગૃહ મંત્રાલયે 31 માર્ચ સુધી તમામ રાજ્યો વચ્ચે બસોની અવર-જવર બંધ. ટેક્સીનો પણ નહીં ચાલે. કર્ણાટકમાં બધાને બે મહિનાનું કરિયાણું મફત.

·         તૃણમૂલ કોંગ્રેસ સાંસદ સંસદ નહીં જાય. રાજ્યસભામાં 44 ટકા અને લોકસભામાં 22 સાંસદ 65 વર્ષની વયથી ઉપરના છે. સંસદ સત્ર ખતમ કરવા અંગે વિચાર. (હોસ્પિટલ અને દવાઓની દુકાનો ખૂલ્લી રહેશે.)

પ્રથમવાર અટકશે 13523 ટ્રેન, રોજ 2.3 કરોડ લોકો પ્રવાસ કરે છે

·         ગત દિવસોમાં કોરોના ચેપગ્રસ્ત લોકોના ટ્રેનમાં સફર કરવાના ત્રણ કેસ સામે આવ્યા. ચેપની ચેઈન તોડવા માટે રેલવેએ સંચાલન બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

·         દેશમાં રોજ 13,523 ટ્રેન ચાલે છે. તેમાં રોજ 2.30 કરોડ લોકો સફર કરે છે. હવે ફક્ત જરૂરી વસ્તુઓની સપ્લાય માટે માલગાડી ચાલતી રહેશે. 

·         જે લોકોએ ટિકિટ કરાવી છે, તેમને રેલવે એસએમએસના માધ્યમથી ટ્રેન રદ થયાની સૂચના આપશે. યાત્રી 21 જૂન પહેલાં સુધીનું રિફંડ મેળવી શકશે.

·         દેશમાં 16 લાખ રજિસ્ટર્ડ બસ છે. તેમાં આશરે 7 કરોડ લોકો સફર કરે છે. આ રીતે આગામી 9 દિવસ 3.16 કરોડ માલવાહક વાહન પણ નહીં ચાલે. તેમાં ટ્રક, ટ્રેક્ટર, ટ્રેલર્સ અને થ્રી વ્હીલર્સ સામેલ છે.

દેશ: 10 દિવસમાં 4 મોત થયા હતા, હવે એક જ દિવસમાં 3 મોત
દેશમાં 46 નવા કેસ નોંધાયા, કુલ 391 થયા
રવિવારે પટણામાં 38 વર્ષના યુવક સૈફ અલી, મુંબઇમાં 63 અને સુરતમાં 69 વર્ષના વ્યક્તિનું મોત થયું. અત્યાર સુધીમાં જે 7 લોકોના મોત થયા છે તે બધાને 2-2 ગંભીર બીમારીઓ પહેલેથી હતી. સૈફની બન્ને કિડની ખરાબ હતી. તે ડાયાલિસિસ પર હતો.

દુનિયા: સૌથી વધુ 728 મોત ઇટાલીમાં, US બાદ સ્પેનમાં કોરોના ઝડપથી ફેલાયો
અમેરિકામાં રવિવારે 46 મોત થયા. ત્યાં વસતીના પ્રમાણમાં 1,800 લોકો દીઠ 5 ડૉક્ટર છે જ્યારે ભારતમાં આટલા જ લોકો દીઠ માત્ર 1 ડૉક્ટર છે, એટલે કે 5 ગણા ઓછા.

બાકીના રાજ્યો પણ ચેતી જાય...
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના પોઝિટિવ મળેલા 10 લોકોમાંથી પાંચમાં સ્થાનિક સ્તરે ચેપ લાગ્યો હોવાનું જણાયું છે. જ્યારે બાકીના પાંચ વિદેશથી પરત ફરેલા છે. રાજ્યના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે સ્થાનિક સ્તરે ચેપ વધે એ નિશ્ચિત રીતે ચિંતાજનક બાબત છે. મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 74 સુધી પહોંચી છે. 10 નવા કેસમાં 6 મુંબઈમાં અને 4 પૂણેમાં મળ્યા છે.

લોકડાઉનના નિયમો ન માન્યા તો કાર્યવાહી થશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે લોકોને અપીલ કરી કે જરૂરી હોય તો જ ઘરોથી બહાર નિકળે. બીજી તરફ મહારાષ્ટ્ર અને તમિલનાડુએ રવિવારના જનતા કર્ફ્યૂને એક દિવસ માટે વધારવાની અપીલ કરી છે. કેજરીવાલે કહ્યું કે લોકડાઉનના નિયમો ન માનનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.

વિદેશમાં કેટલા કેસ?

દેશ

ચેપગ્રસ્ત

મોત

ચીન

81,093

3,270

ઇટાલી

59,138

5476

સ્પેન

28,768

1,772

અમેરિકા

34,717

452

દિલ્હીમાં લોકડાઉન- કઇ સેવાઓ બંધ?

·         જરૂરી કામ માટે 25 ટકા DTC બસો ચલાવવામાં આવશે.

·         હોસ્પિટલ અથવા જરૂરી કામ માટે લોકો જઇ શકશે.

·         મેડિકલ, દૂધ, રાશનની દૂકાનો ખુલ્લી રહેશે.

·         5થી વધુ લોકો એક જગ્યાએ ભેગા નહીં થઇ શકે.

·         પ્રાઇવેટ સેક્ટરના કાયમી અને કોન્ટ્રાક્ટ વાળા કર્મચારીઓ પણ ડ્યૂટી પર માનવામાં આવશે. સેલેરી પણ આપવામાં આવશે.

·         સરકારના આ આદેશોનું પાલન ન કરવા પર કાર્યવાહી થશે. 

કઇ સેવાઓ ચાલુ રહેશે ?

·         કોઇ પણ પબ્લિક અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ નહીં ચાલે.

·         શોપ, બજાર, વર્કશોપ બંધ રહેશે. 

·         બિનજરૂરી કામ માટે ઘરેથી નિકળી શકાશે નહીં. 

·         દરેક ખાનગી કચેરી બંધ રહેશે. 

·         23 માર્ચથી રાજ્યની અંદર ડોમેસ્ટિક એરલાઇન્સ બંધ.

·         સોમવારથી દિલ્હીની બોર્ડર સીલ રહેશે. 

5 રાજ્યોમાં સંપૂર્ણપણે લોકડાઉન, 29 કરોડ લોકો ઘરોમાં બંધ

રાજ્ય

જિલ્લા

આબાદી

રાજસ્થાન

33

7.95 કરોડ

ઉત્તરાખંડ

13

1.17 કરોડ

પંજાબ

22

3.05 કરોડ

ઓડિશા

30

4.71 કરોડ

બંગાળ

23

10.09 કરોડ

દિલ્હી

11

1.93 કરોડ

તેલંગાણા

31

3.53 કરોડ

બિહાર

38

10.40 કરોડ

આન્ધ્રપ્રદેશ

13

4.98 કરોડ

છત્તીસગઢ

28

3.22 કરોડ

ઝારખંડ

24

4.01 કરોડ

જમ્મૂ-કાશ્મીર

20

1.50 કરોડ

કુલ

286

58.99 કરોડ

જનસંખ્યાના આંકડા 2020ના અનુમાન પ્રમાણે

તે સિવાય 3 વધુ રાજ્યોના 25 જિલ્લામાં લોકડાઉન

રાજ્ય

કેટલા જિલ્લામાં લોકડાઉન

મહારાષ્ટ્ર

13

મધ્યપ્રદેશ

10

ઉત્તરપ્રદેશ

15

હરિયાણા

7

કુલ

45 જિલ્લા

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં ક્યાં લોકડાઉન છે
મહારાષ્ટ્રમાં 13 જિલ્લા: પિંપરી ચિંચવડ, પૂણે, મુંબઈ, નાગપુર, યવતમાલ, નવી મુંબઈ, કલ્યાણ, અહમદનગર, રાયગઢ, ઠાણે, ઉલ્હાસનગર, ઔરંગાબાદ અને રત્નાગિરી.
મધ્યપ્રદેશમાં 10 જિલ્લા: ભોપાલ, જબલપુર, સિવની, બાલાઘાટ, નરસિંહપુર, રીવા, બૈતૂલ, ગ્વાલિયર, ઉજ્જૈન અને છિંદવાડા.
ઉત્તરપ્રદેશમાં 15 જિલ્લા: ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધ નગર(નોએડા), લખનઉ, આગ્રા, લખીમપુર ખીરી, બરેલી, આઝમગઢ, કાનપુર, મેરઠ, પ્રયાગરાજ, અલીગઢ, મોરાદાબાદ,વારાણસી, ગોરખપુર અને સહારનપુર

દેશમાં સૌથી મોટી સ્ક્રિનીંગ ભીલવાડામાં, 27 માર્ચ સુધી 30 લાખ આબાદીની તપાસ થશે

ભીલવાડા કોરોનાની ચેન બની છે. અહીં એક સંક્રમિત ડોક્ટર દ્વારા 13 લોકોમાં સંક્રમણ ફેલાયું હતું. ત્યારબાદ 6 હજાર લોકોનું સ્ક્રિનીંગ કરવું પડ્યું હતું. શનિવારે બાંગડ હોસ્પિટલના 5 વધઉ નર્સિંગ કર્મચારી પોઝિટીવ મળ્યા હતા. શુક્રવારે પણ આ હોસ્પિટલના 3 ડોક્ટર સહિત 6 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. અથ્યારે ભીલવાડા જિલ્લાને આઇસોલેટ કરવા સાથે સમગ્ર 30 લાખની આબાદીની સ્ક્રિનીંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કલેક્ટર રાજેન્દ્ર ભટ્ટએ જણાવ્યું કે ભીલવાડા શહેરમાં 300 ટીમોએ 2 દિવસમાં 40 હજારથી વધુ પરિવારનો સર્વે કર્યો છે. 27 માર્ચ સુધી જિલ્લાની સ્ક્રિનીંગ કરી લેવામાં આવશે. અથ્યારે 722 લોકો સામાન્ય શરદી-ઉધરસથી બીમાર હોવાનું સામે આવ્યું છે. 32 એવા લોકોની માહિતી પણ મળી છે જેઓ તાજેતરમાં જ વિદેશથી આવ્યા છે અથવા તો કોઇ વિદેશીના સંપર્કમાં આવ્યા છે. 

કોરોનાવાયરસ 23 રાજ્યો સુધી પહોંચ્યો
દેશના 23 રાજ્યોમાં કોરોનાવાયરસ પહોંચી ચૂક્યો છે. સૌથી વધારે 74 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. માત્ર ઝારખંડ, સિક્કિમ, અરુણાચલ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમમાં અત્યારે કોરોનાવાયરસના કેસ સામે આવ્યા નથી. કોરોનાના 90 ટકા દર્દી હોસ્પિટલમાં દાખલ છે. માત્ર 7 ટકા કેસમાં રિકવરી થઇ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post