• Home
  • News
  • નવા રંગરૂપમાં ટ્રેનનો કોચ:સ્લીપર કોચના દરવાજા બટનથી ખૂલશે, પ્લેન જેવી ટોયલેટ સિસ્ટમ; જાણો વિદેશ જેવી સુવિધાથી સજ્જ નવા કોચમાં શું છે ખાસ
post

તમામ પેસેન્જર્સ માટે ચાર્જિંગ પોઈન્ટ અને રીડિંગ લાઈટ

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-16 10:34:42

રેલવે મંત્રાલય લાંબા અંતરની મુસાફરી કરતા યાત્રિકોને વધુ સુવિધાજનક આપવાના પ્રયાસ કરી રહી છે. તે અંતર્ગત ટ્રેનના ડબ્બાંની નવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી રહી છે, જે દેશની આધુનિક ટ્રેન તેજસના આધાર પર છે. આ નવી બોગીથી લોકોને રેલ યાત્રાનો નવો અનુભવ મળશે. રેલવે મંત્રી પીયૂષ ગોયલે નવા ડબ્બાંની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. નવી ટેકનિક અને ડિઝાઈનના આ ડબ્બાં નાણાંકીય વર્ષ 2021-22માં ભારતીય રેલવેના પ્રોડક્શન યુનિટ ઈન્ટ્રીગલ કોચ ફેક્ટરી (ICF) ચેન્નઈ અને મોર્ડન કોચ ફેક્ટરી (MCF) રાયબરેલીમાં તૈયાર થશે. રાયબરેલીમાં તેજસ ટાઈપના સ્લીપર કોચ 500 જેટલાં તૈયાર થશે જેને શરૂઆતમાં પ્રીમિયમ અને મહત્વપૂર્ણ ટ્રેનમાં લગાડવામાં આવશે. જે બાદ આ કોચ ધીમે-ધીમે ભારતીય રેલ નેટવર્કમાં લાંબા અંતરની મુખ્ય ટ્રેનમાં લગાડી દેવામાં આવશે.

ઓટોમેટિક પ્લગ ડોર
તેજસ એક્સપ્રેસના સ્લીપર કોચના તમામ મુખ્ય પ્રવેશ દ્વાર પર ઓટોમેટિક પ્લગ ડોર લગાડવામાં આવ્યા છે. એટલે કે આ ટ્રેનને રિમોટથી પણ બંધ કરવામાં આવી શકે છે. આ પ્લગ ડોરનો કંટ્રોલ ટ્રેનના ગાર્ડની પાસે હશે. આ ડબ્બાથી સજ્જ ટ્રેનમાં એવી વ્યવસ્થા હશે કે તમામ દરવાજા બંધ નહીં થાય ત્યાં સુધી ટ્રેન નહીં ચાલે.

24 કલાક CCTV
આ એડવાન્સ્ડ સ્લીપર કોચમાં 24 કલાક CCTVની સુવિધા હશે. એટલું જ નહીં તેમાં એવા કેમેરા લગાડવામાં આવ્યા છે કે જે અંધારામાં જોઈ શકાશે. ડબ્બામાં ઓછો પ્રકાશ હશે તો પણ કેમેરો કોઈ વ્યક્તિનો ચહેરો તે રીતે કેચ કરશે તેની ઓળખ થઈ શકે. તેમાં નેટવર્ક વીડિયો રેકોર્ડર પણ લગાડવામાં આવશે. એટલે કે ડબ્બામાં શું પ્રવૃતિઓ ચાલી રહી છે, તેના પર નજર ટ્રેનના ગાર્ડ અને અન્ય અધિકારીઓની પણ રહેશે.

વિદેશ જેવી સુવિધાઓ
સામાન્ય રીતે સ્લીપર કોચમાં શૌચાલય વ્યવસ્થિત નથી હોતા. સાથે જ તેમાં કોઈ ખાસ સુવિધા પણ નથી હોતી. તેથી નવા ડિઝાઈનવાળા ડબ્બામાં ખાસ ગેજેટ લગાડવામાં આવ્યા છે. જે મુજબ હવે પોતાની સીટ પર જ બેઠેલી વ્યક્તિને ખ્યાલ આવી જશે કે ટોયલેટ ખાલી છે કે કોઈ તેનો ઉપયોગ કરી રહ્યું છે. એટલે કે આ ગેજેટમાં ટોયલેટના ઉપયોગમાં છે કે નહીં તેની સુચના આપવા માટેનું સેન્સર લગાડવામાં આવ્યું છે.

આ ઉપરાંત પાણીની ઉપલબ્ધતાની સુચના આપવા માટે વોટર લેબલ સેન્સર પણ લગાડવામાં આવ્યા છે. ટોયલેટની અંદર ટચ-લેસ ફિટિંગ, એન્ટી ગ્રેફિટી કોટિંગ કે જેથી અંદર કોઈ પણ યાત્રિ કંઈ લખી ન શકે કે ચિત્રકારી કરી ટ્રેનને ગંદી ન કરી શકે. આ ઉપરાંત જેલ યુક્ત શેલ્ફ, નવી ડિઝાઈનના ડસ્ટબિન, સાંકળ અડવાથી ચાલુ થતી લાઈટ, ઉપયોગની સુચના આપતું ડિસ્પ્લે જેવી સુવિધાઓ પણ હશે.

પ્લેનની જેમ વેક્યુમ ટોયલેટ સિસ્ટમ
ટ્રેનમાં સૌથી વધુ ફરિયાદ ગંદા ટોયલેટ અને સાફ-સફાઈની ઉણપને લઈને હોય છે. આ કારણ જ છે કે નવા ડબ્બામાં તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નવા ડબ્બામાં પ્લેનની જેમ જ બાયો વેક્યૂમ ટોયલેટ સિસ્ટમ લગાવવામાં આવી છે. તેનાથી સારી રીતે ફ્લશિંગ થશે સાથે જ પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ થશે.

આરામદાયક યાત્રા પર ફોકસ
લોકોની યાત્રાને આરામદાયક બનાવવા માટે આ વખતે કોચમાં પીયૂ ફોમથી બનેલી સીટ અને બર્થ લગાડવામાં આવ્યા છે, જે ઘણાં જ સુવિધાજનક માનવામાં આવે છે. સ્લીપરમાં પણ હવે વિન્ડોમાં રોલ બ્લાઈન્ડ પડદાંનો ઉપયોગ થશે.

તમામ પેસેન્જર્સ માટે ચાર્જિંગ પોઈન્ટ અને રીડિંગ લાઈટ
આ સાથે જ દરેક બર્થ પર LED રીડિંગ લાઈટ અને ચાર્જિંગ પોઈન્ટની સુવિધા પણ આપવામાં આવી છે કે જેથી એક પોઈન્ટ પર લોકોની લાંબી ભીડ ન જોવા મળે.

 

adv

Related News

post
post
post
post
post
post
post