• Home
  • News
  • ઉત્તરાખંડના ચમોલીમાં ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ, 15નાં મોત:વીજ કરંટથી જીવ ગુમાવ્યો, અલકનંદા નદીના કિનારે થયો ધડાકો, ઘણા ઘાયલ
post

ઉત્તરાખંડના ADGP વી મુરુગેસને કહ્યું- મૃતકોમાં એક સબ-ઈન્સ્પેક્ટર અને 3 હોમગાર્ડનો સમાવેશ થાય છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-19 19:10:25

ઉત્તરાખંડમાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. સમાચાર એજન્સી ANI અનુસાર, ચમોલીમાં ટ્રાન્સફોર્મર બ્લાસ્ટમાં 15 લોકોનાં મોત થયાં છે. ઘણા લોકો ઘાયલ છે. બ્લાસ્ટ અલકનંદા નદી પાસે થયો હતો. આ પછી ત્યાં કરંટ આવ્યો. ઘણા લોકો એનાથી પ્રભાવિત થયા. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે અત્યારસુધીમાં 10 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં પીપલકોટીના આઉટ પોસ્ટ ઈન્ચાર્જનો પણ સમાવેશ થાય છે.

મૃતદેહ જોવા આવેલા લોકોને પણ વીજ કરંટ લાગ્યો
ચમોલી પોલીસે જણાવ્યું હતું કે નદીના કિનારે એક લાશ પડી હતી. ઘણા લોકો તેને જોવા ગયા હતા, તેમને પણ વીજ કરંટ લાગ્યો હતો. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે નદીના કિનારે નમામિ ગંગે પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું હતું. અહીં વીજ કરંટ લાગવાથી ઘણા મજૂરો ઘાયલ પણ થયા છે. બચાવ અને રાહતકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

ચમોલી અકસ્માત અંગે 4 નિવેદન...

·         ચમોલીના ડીએસપી પ્રમોદ સાહાએ જણાવ્યું હતું કે અત્યારસુધીમાં 15 લોકોનાં મોત થયાં છે. સ્થળની નજીક લોખંડની ફેન્સિંગ હતી, જેને ત્યાં હાજર લોકોએ પકડી રાખી હતી. એનામાં અચાનક કરંટ ફેલાતાં તમામ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં એક કેર ટેકર પણ છે.

·         ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું- ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને એસડીઆરએફની ટીમ બચાવ માટે ત્યાં હાજર છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યું છે. તમામ મદદ સ્થળ પર કરવામાં આવી રહી છે.

·         ઉત્તરાખંડના ADGP વી મુરુગેસને કહ્યું- મૃતકોમાં એક સબ-ઈન્સ્પેક્ટર અને 3 હોમગાર્ડનો સમાવેશ થાય છે.

·         સ્થાનિક ધારાસભ્યએ કહ્યું- આજે સવારે પ્રોજેક્ટ સાઇટ પર ત્રીજા તબક્કાની વીજળી ડાઉન હતી. આ તબક્કો ફરીથી કનેક્ટ થતાં જ ફેલાઈ ગઈ. પાવર કોર્પોરેશન સામે કેસ કરવો જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post