• Home
  • News
  • નારોલ પીરાણા રોડ પર બે ટ્રક-લકઝરી બસ વચ્ચે ત્રિપલ અકસ્માત, બે વ્યક્તિ ઈજાગ્રસ્ત, પોલીસ ઘટનાસ્થળે
post

અકસ્માતમાં સામ સામે જ ટક્કર થતા બસ અને ટ્રકના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-16 09:47:39

નારોલ પીરાણા રોડ પર આજે સવારે બે ટ્રક અને લકઝરી બસ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિને ઈજા થઇ હતી. ચાર રસ્તા પાસે બસ અને ટ્રક સામ સામે આવી જતા ટક્કર થઈ હતી. બાજુમાંથી આવતી એક આઇસરે પણ ટક્કર મારી હતી. અકસ્માતમાં સામ સામે જ ટક્કર થતા બસ અને ટ્રકના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post