• Home
  • News
  • લદ્દાખમાં ફરી વિવાદ:પેંગોંગમાં વધતા તણાવ વચ્ચે ગલવાનમાં થયેલ ઘર્ષણનો નવો વીડિયો સામે આવ્યો, 3 મિનિટ 25 સેકન્ડના વીડિયોમાં ભારતના જવાનો સાથે ઘર્ષણમાં ઉતરેલા ચીની સૈનિક દેખાયા
post

દક્ષિણના વિસ્તારોમાં ચીનના સૈનિકોએ 7 સપ્ટેમ્બરના રોજ ભારતીય પોસ્ટ તરફ આગળ વધવાનો પ્રયત્ન કર્યો હતો અને ફાયરિંગ કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-10 09:54:38

લદ્દાખમાં પેંગોંગ સો સરોવરના દક્ષિણમાં આવેલા વિસ્તારમાં ભારતીય સેના સામે નિષ્ફળ સામનો કર્યા બાદ હવે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારોમાં પોતાની સૈન્ય સંખ્યા વધારી રહ્યું છે. અહીં તે નવી નિર્માણ કામગીરી પણ કરી રહ્યું છે તથા ટ્રાન્સપોર્ટેશનને લગતા સાધનો પણ ભેગા કરી રહ્યું છે. જોકે ભારતીય સેના આ જગ્યાએ એટલી નજીક છે કે તેમની દરેક ચાલ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. દરમિયાન 15 જૂનના રોજ ગલવાનમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલ ઘર્ષણનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. 3 મિનિટ 25 સેકન્ડના આ વીડિયોમાં ભારત અને ચીનના સૈનિકો ડંડાથી એકબીજા પર પ્રહાર કરતા નજરે પડે છે. આ ઘર્ષણ દરમિયાન કેટલાક સૈનિકો પાણીમાં પડી ગયા હતાં. ગલવાનમાં થયેલ ઘર્ષણમાં 20 ભારતીય જવાન શહિદ થયા હતાં.

પેંગોગનો ઉત્તરી વિસ્તારના આઠ જેટલા વિવિધ વિસ્તારોમાં ફિંગર એરિયામાં વહેચાયેલ છે. ભારતે દાવો કર્યો છે કે લાઈન ઓફ એચ્યુઅલ કન્ટ્રોલ (LAC) ફિંગર આઠ સાથે શરૂ થાય છે અને ફિંગર ચાર સુધી જાય છે. ચીનની સેના LACને માનતી નથી. ચીનના સૈનિક LAC માનવા તૈયાર નથી. ચીનના સૈનિકો ફિંગર ચાર પાસે ગોઠવાયેલા છે. તે ફિંગર પાંચથી આઠ વચ્ચે નિર્માણ કાર્ય કરી રહ્યા છે.


દક્ષિણી વિસ્તારોના બે મહત્વના શિખર પર ભારતીય સૈનિક ફરજ પર
7
સપ્ટેમ્બરના રોજ દક્ષિણી વિસ્તારમાં ચીનના સૈનિકોએ ભારતીય પોસ્ટ તરફ આગળ વધવાનો પ્રયત્ન કર્યો હતો અને ચેતવણી માટે ફાયરિંગ કર્યું હતું. અહીં ભારતના સૈનિકોએ તેમને અટકાવ્યા હતા. આ ઘટનાની કેટલીક તસ્વીર પણ સામે આવી છે. જેમાં ચીનના સૈનિકો ભાલા, લોખંડના રોડ અને ધારદાર હથિયાર લઈ દેખાતા હતા.ભારતે કહ્યું હતું કે જ્યારે ચીનના સૈનિકોએ તેમનો પોતાની પોસ્ટ તરફ આવતા અટકાવ્યા તો તેમણે હવામાં ફાયરિંગ કર્યું હતું. આ અગાઉ ચીન કહેતુ હતું કે ફાયરિંગ ભારતીય જવાનોએ કર્યું છે. ભારતીય જવાનોએ આ વિસ્તારના બે શિખરો પર છે અને ભારતના સૈનિકોને અહીંથી હટાવવાનો ચીને પ્રયાસ કર્યો છે.

બે સપ્તાહમાં બે વખત એકબીજાની સામે આવ્યા ભારત-ચીનના સૈનિકો
ભારતીય અને ચીની સૈનિકો બે સપ્તાહમાં બે વખત એકબીજાની સામે આવી છે. 31 ઓગસ્ટની બપોરે જ ચીનની સેનાએ ભારતીય વિસ્તાર પર કબ્જો કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેને ભારતીય સેનાએ અટકાવ્યા હતા. 29-30 ઓગસ્ટનાની રાત્રે ચીનના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. ભારતીય સેનાએ પેંગોંગ સરોવરના દક્ષિણ ભાગમાં મહત્વના શિખર, બ્લેક ટોપ અને હેલમેટ ટોપ પર કબ્જો કર્યો હતો.

લદ્દાખ સીમા પર ભારત ચીન વચ્ચે જૂનથી તણાવ
ભારત અને ચીન વચ્ચે આ વર્ષના જૂન મહિનાથી તણાવ ચાલી રહ્યો છે. ગલવાન ઘાટીમાં 15 જૂનની રાત્રે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથ઼ડામણ થઈ હતી. ચીનના સૈનિકોએ રાત્રીના સમયે ધારદાર અને લોખંડના રોડ તથા દંડાથી ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો. આ અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post