• Home
  • News
  • અરવલ્લીઃ બ્રિજ પર જાનૈયાઓનાં ટ્રેક્ટરને ટ્રકે મારી ટક્કર, અનેક લોકો નદીમાં ખાબક્યા, 2ની લાશ મળી
post

માલપુર નજીક એક ડમ્પર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-25 11:41:12

ગુજરાતમાં જાનૈયાઓને લઈ જતાં વધુ એક વાહનને જીવલેણ અકસ્માત બન્યો હોવાની ઘટના સામે આવી છે. અરવલ્લીના માલપુર નજીક વાત્રક નદીનાં બ્રિજ પર જાનૈયાઓને લઈ જતાં ટ્રેક્ટરને ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. જેને કારણે ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસેલાં લોકો 50 ફૂટ ઊંચા પૂલ પરથી સીધા નીચે નદીમાં ખાબક્યા હતા. જેમાં નદીમાં તણાઈ ગયેલાં 2 લોકોની લાશ મળી હતી. તો 22 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર માલપુર નજીક એક ડમ્પર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો. ડમ્પરે ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રોલીમાં બેઠેલાં લોકો ફંગોળાઇને પુલ પરથી 50 ફુટ નીચે નદીમાં ખાબક્યાં હતા. જે પૈકી 3 યુવાનો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેને કારણે તાત્કાલિક પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાત્રે નદી માં નાવડી દ્વારા રેસ્ક્યુ દરમિયાન મૃતદેહ મળ્યા હતા. લાંબા તપાસ અભિયાન બાદ 2 યુવકોની લાશ મળી આવી હતી જ્યારે હજુ ત્રીજા યુવકની શોધખોળ ચાલુ છે.

 

તો આ અકસ્માતમાં 22 લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમાંથી 15 લોકોને સારવાર અર્થે મોડાસા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો 7 લોકોને માલપુરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે 1 બાળકીની હાલત વધારે પડતી ગંભીર હોવાથી તેને સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ તમામ લોકો ડચકા ગામથી મૈયાપુરમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post