• Home
  • News
  • UPમાં ટ્રકે કોન્સ્ટેબલ-ડ્રાઈવરને કચડી નાંખ્યા:બંનેના ઘટના સ્થળે મોત; દેશમાં એક જ સપ્તાહમાં આવી ત્રીજી ઘટના
post

ARTO એન્ફોર્સમેન્ટ રાકેશ કુમાર વર્મા મંગળવારે સવારે લગભગ ચાર વાગ્યે લખનઉ-બલિયા માર્ગ પર ચેકિંગ માટે નીકળ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-26 19:03:47

ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરમાં એક ડ્રાઈવરે ARTO એન્ફોર્સમેન્ટના એક જવાન અને ડ્રાઈવરે કચડી નાંખ્યો છે. તે પછી ARTOની કારને પણ ટક્કર મારી અને ઘટના સ્થળે ટ્રકને છોડીને ડ્રાઈવર ભાગી ગયો હતો. દુર્ઘટનામાં બે કર્મચારીઓના મૃત્યુ થયા છે, જ્યારે એન્ફોર્સમેન્ટના અધિકારી માંડ-માંડ બચ્યા હતા.

ARTO અધિકારીએ ટ્રકને ઉભો રાખવા માટે ઈશારો કર્યો હતો, જોકે ટ્રક ડ્રાઈવરે આ પ્રકારનું વર્તન કર્યું હતું. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિક્ષક સોમેન બર્મા ફોર્સની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘટના સ્થળની તપાસ કરી હતી. ARTO એન્ફોર્સમેન્ટે આ મામલામાં કેસ નોંધાવ્યો છે. પોલીસે ટ્રકને કબજામાં લઈને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પોલીસ અધિકારીને ગાડીથી કચડવાની આ ત્રીજી ઘટના છે. આ પહેલા હરિયાણામાં ડીએસપી અને ઝારખંડમાં એસઆઈને કચડીને મારી નાંખવામાં આવ્યા હતા.

રોકાવવાનો ઈશારો કરવા પર ટ્રક ડ્રાઈવરે સ્પીડ વધારી દીધી હતી

આ દુર્ઘટના માધવપુર છતૌના ગામની પાસે બની હતી. ARTO એન્ફોર્સમેન્ટ રાકેશ કુમાર વર્મા મંગળવારે સવારે લગભગ ચાર વાગ્યે લખનઉ-બલિયા માર્ગ પર ચેકિંગ માટે નીકળ્યા હતા. તે માધવપુર છતૌના ગામની પાસે ગાડીની નીચે ઉતરીને ટીમની સાથે વાહનોનું ચેકિંગ કરી રહ્યાં હતા.

આ દરમિયાન સુલ્તાનપુરથી કાદીપુરની તરફ જઈ રહેલી ઝડપી ટ્રકને ટીમે રોકવાનો ઈશારો કર્યો, જોકે રોકવાની જગ્યાએ ટ્રક ડાઈવરે ગતિ વધારી દીધી અને ભાગવા લાગ્યા. ARTOમાં સંવિદા પર તહેનાત ડ્રાઈવર અબ્દુલ મોબીન અને સિપાહી અરુણ સિંહએ બચવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે ટ્રક ડ્રાઈવરે તેમને કચડી નાંખ્યા હતા. તે પછી રસ્તા પર ઉભેલી ARTOની કારને પણ ટક્કર મારી હતી.

ARTO એન્ફોર્સમેન્ટ રાકેશ કુમાર વર્માએ પોલીસને તાત્કાલિક બોલાવ્યા, જોકે ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો. પોલીસ પહોંચે તે પહેલા જ ડ્રાઈવર મોબીન અને સિપાહી અરુણનું મૃત્યુ થયું હતું. અરુણ સિંહ લખનઉમાં બીકેટીના રહેવાસી હતી. ડ્રાઈવર મોબીન સુલ્તાનપુરના કોતવાલી નગરના શાસ્ત્રીનગરના રહેવાસી હતા. ટ્રકમાં પતરા હતા.


પોલીસ અધિક્ષક સોમેન બર્મા, ક્ષેત્રાધિકારી જયસિંહપુર કૃષ્ણકાંત સરોજ અને થાનાધ્યક્ષ સંદીપ રાય ઘટના સ્થળે પહોંચ્યા હતા. બંને કર્મચારીઓના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. ટ્રકને કબજામાં લેવામાં આવ્યો છે. આ ટ્રકમાં લોખંડના પતરા હતા. આરોપી ટ્રક ડ્રાઈવરની શોધખોળ ચાલુ છે. CO જયસિંહપુર કૃષ્ણકાંત સરોજે જણાવ્યું કે ચેકિંગ દરમિયાન આ ઘટના ઘટી છે. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.

7 દિવસમાં દેશમાં આવી ત્રીજી ઘટના
ચેકિંગથી બચવા માટે પોલીસ અધિકારીઓ પર ગાડી ચઢાવી દેવાની આ એક જ સપ્તાહમા ત્રીજી ઘટના છે. આ પહેલા મંગળવારે હરિયાણાના નૂંહ જિલ્લામાં ખનન માફિયાઓએ DSP પર ડમ્પર ચઢાવી દીધું છે. DSP સુરેન્દ્ર સિંહ અહીં રેડ કરવા આવ્યા હતા. તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

હરિયાણાની ઘટના પછી તરંત જ ઝારખંડના રાંચીના તુપુદાના વિસ્તારમાં આરોપીઓએ મહિલા ઈન્સ્પેક્ટરને કચડી નાંખી હતી. ઘટના ગત મંગળવારની મોડીરાતની લગભગ ત્રણ વાગ્યાની હોવાનું કહેવાઈ રહ્યું છે. રાતે 2 વાગ્યે સંધ્યા ટોપનોને માહિતી મળી હતી કે જાનવરોથી ભરેલી એક પિકઅપ વાન તેમના વિસ્તારમાંથી નીકળશે. તે પછી તેમણે ગાડીઓનું ચેકિંગ શરૂ કર્યું. તે એક કારના ચેકિંગ પછી પિકઅપવેનને રોકાવી રહી હતી, ત્યારે જ આરોપી તેને કચડીને ઝડપી ગતિએ નીકળી ગયો.

adv

Related News

post
post
post
post
post
post
post