• Home
  • News
  • બનારસી સિલ્ક બેલ્ટ સાથે સફેદ જમ્પ શુટમાં મેલેનિયા જોવા મળી, ટ્રમ્પે લેમન યલો રંગની ટાઈ પહેરી
post

દીકરી ઈન્વાકા સફેદ અને લાલ રંગના લોન્ગ વનપીસમાં જોવા મળી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-25 08:39:23

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની બે દિવસીય યાત્રા માટે ભારત પહોંચી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે સવારે પત્ની અને પુત્રી સાથે અમદાવાદ પહોંચ્યા હતા. ટ્રમ્પ પીળા રંગની ટાઈ, મેલેનિયા વ્હાઈટ જમ્પ શુટ અને મેલેનિયા ફ્રોકમાં જોવા મળી હતી.

લીંબુ પીળા કલરને આશાનું પ્રતીક માનવામાં આવે છે
એરપોર્ટ પર ટ્રમ્પ પરિવાર અલગ અલગ રંગના પોષાકમાં સુંદર લાગી રહ્યો હતો. પરંતુ ટ્રમ્પની ટાઈનો કલર પણ એક કહાની રજુ કરે છે. જેમાં પશ્વિમી દેશમાં લીંબુ પીળા કલરને આશાનું પ્રતીક માનવામાં આવે છે. જેનો અર્થ એ છે કે ટ્રમ્પને ભારત પાસેથી ઘણી આશાઓ હશે.

સફેદ રંગ શાંતિનું પ્રતીક
રાષ્ટ્રપતિ ટ્રમ્પના પત્ની મેલેનિયા ટ્રમ્પ વ્હાઈટ કલરનો જમ્પ શુટ અને કમરે લીલા રંગનો ફેબ્રિક બેલ્ટ બાંધેલો હતો. સફેદ રંગના પોષાકને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે.

 

 

મેલેનિયા ટ્રમ્પઃ સફેદ સેમી ફોર્મલ જમ્પ શુટ પર બનારસી બ્રોકેડ ફેબ્રિક બેલ્ટ

મેલેનિયા ટ્રમ્પ હંમેશા પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ અંગે ચર્ચામાં છવાયેલી રહે છે. ભારતના પ્રવાસની પણ તેમની ડ્રેસની તૈયાર ખાસ પ્રકારે જોવા મળી રહી છે. પહેલા દિવસે મેલેનિયાએ મેન્ડોરિયન કોલરવાળો જમ્પ શુટ પહેર્યો હતો.

મેલેનિયાના ડ્રેસની સૌથી ખાસ વાત એમા લાગેલો બેલ્ટ હતો. તેમને ઘેરા લીલા રંગનો બેલ્ટ પહેર્યો હતો, જે બનારસી બ્રોકેડ ફેબ્રિકમાંથી બનેલી છે. બેલ્ટને ગ્રીન સિલ્ક અને ગોલ્ડ મેટેલિક દોરાથી તૈયાર કરવામાં આવ્યો છે અને તેની પર બારીકાઈથી એમ્બ્રોડરી કરવામાં આવી છે. તેમના સફેદ ડ્રેસ પર ગ્રીન બેલ્ટ આકર્ષક લાગી રહ્યો હતો

ટ્રમ્પની દીકરી ઈન્વાકા લાલ અને સફેદ કલરના લોન્ગ વનપીસ ફ્રોકમાં જોવા મળી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન પોતે એરપોર્ટ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ સફેદ-કુર્તા અને પાયજામા પર લાઈટ બ્રાઉન કલરનો કોટ પહેર્યો હતો.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post