• Home
  • News
  • તુનિષા શર્મા સુસાઇડ કેસ:એક્ટ્રેસે છેલ્લી 15 મિનિટ શિજાન ખાન સાથે નહીં, પણ અલી સાથે વાત કરી હતી
post

શિજાન નહીં, પરંતુ અલી જ એક્ટ્રેસના સંપર્કમાં હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-10 20:02:47

તુનિષા શર્મા સુસાઇડ કેસમાં મુંબઈ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન એક્ટ્રેસના જીવન અંગે ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં કહેવામાં આવ્યું કે શિજાન સાથેના બ્રેકઅપ બાદ તુનિષાના જીવનમાં અલી નામની વ્યક્તિ આવી હતી. આ વ્યક્તિએ જ તુનિષાના જીવનની અંતિમ 15 મિનિટમાં વાત કરી હતી. અલી સાથેની મિત્રતાની જાણ તુનિષાની માતા વનીતાને પણ હતી.

અલી નામની વ્યક્તિ સાથે સંબંધો હતા
શિજાન ખાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ સુનાવણીમાં કહ્યું હતું, શિજાન સાથેના બ્રેકઅપ બાદ તુનિષા શર્માએ ડેટિંગ એપ ટિંડર જોઇન કર્યું હતું. અહીંયા તેની વાતચીત અલી નામના યુવક સાથે થઈ હતી. અલી સાથે તુનિષા ડેટ પર પણ ગઈ હતી. તુનિષાએ 21થી 23 ડિસેમ્બર સુધી અલી સાથે વાત કરી હતી. 23 ડિસેમ્બરે એક્ટ્રેસ અલીના ફોનથી પોતાની માતા વનીતાને વીડિયો કૉલ કર્યો હતો. મોત પહેલાંની 15 મિનિટ દરમિયાન તુનિષાએ અલી સાથે જ વીડિયો કૉલ પર વાત કરી હતી. શિજાન નહીં, પરંતુ અલી જ એક્ટ્રેસના સંપર્કમાં હતો.

મિત્ર પાર્થને સુસાઇડની હિંટ આપી હતી?
શિજાનના વકીલે એમ પણ કહ્યું હતું કે તુનિષાએ પોતાની સમસ્યા અંગે કો-સ્ટાર તથા મિત્ર પાર્થને વાત કરી હતી. તેણે પાર્થને દોરડું પણ બતાવ્યું હતું. આ એ વાત તરફ ઈશારો કરે છે તુનિષા સુસાઇડ કરવાનું વિચારતી હતી. જ્યારે શિજાનને આ અંગે જાણ થઈ તો તેણે તુનિષાના પરિવારનો સંપર્ક કરીને આ અંગે વાત કરી હતી. સુનાવણી દરમિયાન વકીલે એવો પણ ઘટસ્ફોટ કર્યો હતો કે તુનિષા કેટલીક જોખમી દવાઓ લેતી હતી. આ દવાઓ ડૉક્ટર્સની સલાહ વગર લેવી જોઈએ નહીં.

ઉર્દૂ-હિજાબ માટે ફોર્સ કર્યો નહોતો
ઉર્દૂ શીખવા અંગે શિજાનના વકીલે કહ્યું હતું કે શિજાને ક્યારેય તુનિષાને આ અંગે ફોર્સ કર્યો નહોતો. શિજાનને ઉર્દૂ આવડતું નથી. ડિરેક્ટરની ડિમાન્ડ પ્રમાણે શિજાન પોતાની લાઇન યાદ રાખતો હતો. શિજાનની બહેનોને પણ ઉર્દૂ આવડતું નથી. તુનિષાની હિજાબ પહેરેલી તસવીર વાઇરલ છે, તે સિરિયલનો જ એક હિસ્સો હતી.

ધર્મના આધારે ધરપકડ થઈ
શિજાન તરફથી વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે શિજાનની ધર્મના આધારે ધરપકડ કરવામાં આવી છે. લવ જિહાદનો એંગલ ના હોવા છતાં તે એંગલ આપવાનો પ્રયાસ થયો છે. પોલીસ બે-ત્રણ દિવસ સતત સવાલ-જવાબ કરીને સત્ય બહાર લાવી શકી હોત અને ધરપકડની કોઈ જરૂર નહોતી. જો તે મુસ્લિમ ના હોત તો તેની સાથે આવું કંઈ જ ના થયું હોત. પોલીસે તેની પર પૂરાવા વગર કાર્યવાહી કરી હતી. જો તે રિલેશનશિમાં છે તો તેના પર IPCની કલમ 306 લગાવવાનો અર્થ શું છે. તેનો એક ભાઈ ઓટિઝ્મથી પીડિત છે. તેના વગર જમતો પણ નથી. તે ભાઈને તેની જરૂર છે.

24 ડિસેમ્બરે આત્મહત્યા કરી હતી
20 વર્ષની તુનિષાએ 24 ડિસેમ્બરના રોજ સિરિયલ 'દાસ્તાને કાબુલ'ના સેટ પર આત્મહત્યા પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ભારતના 'વીર પુત્ર-મહારાણા પ્રતાપ'થી કરી હતી. તે 'ચક્રવર્તી અશોક સમ્રાટ', 'ગબ્બર પુંછવાલા', 'શેર-એ-પંજાબ: મહારાણા રણજિત સિંહ', 'ઈન્ટરનેટ વાલા લવ' અને 'ઈશ્ક શુભાન અલ્લાહ' જેવી સિરિયલમાં પણ જોવા મળી હતી. તુનિષાએ કેટરીના કૈફની ફિલ્મ 'ફિતૂર'માં બાળપણની ભૂમિકા ભજવી છે. આ સિવાય તે 'અલીબાબા દાસ્તાને કાબુલ'માં રાજકુમારી મરિયમનો રોલ કરી રહી હતી. આ સિવાય તુનિષાએ બાળકલાકાર તરીકે 'બાર બાર દેખો', 'કહાની-2', 'દબંગ-3' જેવી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તુનિષાએ નાની ઉંમરમાં ફિલ્મ તથા ટીવીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. તુનિષાની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે 15 કરોડની સંપત્તિ છે, જેમાં મુંબઈના ભાયંદરમાં પોતાનો ફ્લેટ પણ સામેલ છે. હવે આ ફ્લેટ તુનિષાની માતા વનીતાને મળશે. તુનિષા પાસે લક્ઝુરિયસ કાર પણ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post