• Home
  • News
  • અમેરિકામાં મહેસાણાના બે યુવકોની ગોળી મારી હત્યા
post

રોજગારી માટે વતન છોડી અમેરિકા ગયેલા બે ગુજરાતી યુવાનોની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-16 13:15:51

મહેસાણા: રોજગારી માટે વતન છોડી અમેરિકા ગયેલા બે ગુજરાતી યુવાનોની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. યુએસના સાઉથ કોરોલી પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતી યુવાનો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ચિરાગ અને કિરણ નામના બંન્ને યુવકો કડીના ભટાસણના રહેવાસી હતા. યુવાનો પર થયેલા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

મૂળ મહેસાણાના કડી તાલુકાના ભટાસણ અને ખરડા ગામના યુવકો અમેરિકામાં રોજગારી મેળવવા ગયા હતા. બંન્ને યુવકો સાઉથ કોરોલીના એક પેટ્રોલ પંપ પર આવેલા સ્ટૉરમાં નોકરી કરતા હતા. સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, 4 લૂંટારૂઓ ગુરૂવારે રાત્રે 10:40 વાગ્યની આસપાસ પેટ્રોલ પમ્પ અને સ્ટોરમાં ઘૂસી ગયા હતા. હથિયાર સાથે આવેલા 4 લૂંટારૂઓએ બંન્ને યુવકો પર હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હુમલા પહેલા એક યુવકની લૂંટારૂઓ સાથે ઝપાઝપી પણ થઇ હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post