• Home
  • News
  • ખેરાલુ પાસે અકસ્માત બાદ આગ:મહેસાણાના ખેરાલુ નજીક અકસ્માત બાદ કાર આગની લપેટમાં બળીને ખાખ, બે કિશોરી અને વૃદ્ધા ભડથું, બે દાઝ્યાં
post

અકસ્માતને પગલે દુર્ઘટનાસ્થળે લોકોનાં ટોળાં ઊમટ્યાં, પોલીસે ટ્રાફિકને કંટ્રોલ કરવો પડ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 11:58:34

આજે થયેલા અકસ્માતમાં એક કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગની લપેટમાં આવેલી કારમાં સવાર બે કિશોરી અને એક વૃદ્ધા ભડથું થઈ ગયાં હતાં. જોકે કારમાં દંપતીનો બચાવ થયો હતો, પરંતુ તેઓ અકસ્માતને કારણે આગથી દાઝી ગયાં હતાં. તેમને ખેરાલુની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યારે અકસ્માતને કારણે 3 વ્યક્તિ ભડથું થતાં તેને થેલી અને કપડાંમાં ઢાંકીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.

અકસ્માત બાદ લોકોનાં ટોળાં ઊમટ્યાં
પરિવાર અંબાજી દર્શને જતો હોવાનું લોકો કહી રહ્યા છે. અકસ્માત બાદ પોલીસને ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને કંટ્રોલ કરવો પડ્યો હતો. આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે અંદર સવાર દાદી અને બે પૌત્રી બળી જવાથી તેમનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ખેરાલુના મલેકપુર પાસે 6નાં મોત થયાં હતાં
કચ્છથી હિંમતનગર જઈ રહેલા મધ્યપ્રદેશના મજૂરો ભરેલા પિક-અપ ડાલાને 12મી ફેબ્રુઆરીની મોડી રાતે 2 વાગે ખેરાલુના મલેકપુર નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં બે મહિલા, એક બાળક સહિત 6 લોકોનાં મોત થયાં હતાં, જેમાં એક દંપતી હતું. જ્યારે 7 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ડાલુ હાઇવે પર પડેલા ખાડામાં પટકાયા બાદ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં 30 મીટર દૂર વૃક્ષ સાથે અથડાયું હતું, જેમાં ડાલામાં ઉપર બેઠેલા 15 મજૂરોને માથાંમાં વૃક્ષનાં ડાળાં વાગતાં નીચે પટકાયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post