• Home
  • News
  • ઉદ્ધવ સરકાર ઊંધા માથે:મહારાષ્ટ્ર સરકાર પાડવામાં સી.આર. પાટીલનું ષડયંત્ર, સુરતમાં રહેવાની વ્યવસ્થા પણ એમણે જ કરી: સંજય રાઉત
post

મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-21 11:15:54

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર સામે જોખમ ઉભુ થઈ ગયું છે. રાજ્યના મંત્રી અને સીનિયર નેતા એકનાથ શિંદે શિવસેનાના 20 ધારાસભ્યો લઈને ગુજરાતના સુરત પહોંચી ગયા છે. હાલ મહારાષ્ટ્રથી દિલ્હી સુધી હલચલ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સંજય રાઉતે નિવેદન આપ્યું છે કે, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પાડવામાં ગુજરાતના સી.આર.પાટીલનું જ ષડયંત્ર છે. સુરતમાં શિવસેનાના બળવાખોર નેતાઓને રહેવા માટેની વ્યવસ્થા પણ સીઆર પાટીલે જ કરી છે.

બીજુ શું કહ્યું સંજય રાઉતે?

·         આ બહુ મોટું ષડયંત્ર છે. કેટલાક ધારાસભ્યો મુંબઈમાં નથી. શિવસેના ઈમાનદારોની સેના છે.

·         ભાજપ સમજતું નથી કે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન કરતા અલગ છે.

રાજ્યની મહાવિકાસ અધાડી સરકારને તેના કારણે ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. પહેલી ચૂંટણીમાં MVAમાં માત્ર 5 ઉમેદવાર જીતીને આવ્યા હતા. હવે શિવસેનાના સીનિયર નેતા અને મંત્રી એકનાથ શિંદે બળવાખોર બન્યા છે. તેઓ પાર્ટીના અંદાજે 20 ધારાસભ્યો લઈને સુરત પહોંચી ગયા છે. બપોરે 2 વાગે શિંદે મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. હવે જોવાનું એ છે કે, આજે ઉદ્ધવ ઠાકરેની સરકાર બચે છે કે પડે છે.

બીજી બાજુ સીએમ ઉદ્ધવ ઠાકરે પણ એક્શન મોડમાં છે. તેમણે બપોરે 12 વાગે ગઠબંધનની બેઠક બોલાવી છે. આ દરમિયાન કોંગ્રેસે પણ તેમના ધારાસભ્યો દિલ્હી બોલાવી લીધા છે.

નોંધનીય છે કે, કાલે MLC ચૂંટણીમાં શિવસેનાના અમુક ધારાસભ્યોએ ક્રોસ વોટ કર્યું છે તેના કારણે પણ પાર્ટીને નુકસાન થયું છે.

કયા કયા ધારાસભ્યો સંપર્ક વિહોણા?

1.એકનાથ શિંદે - કાોપરી 2. અબ્દુલ સત્તાર - સિલ્લોડ - ઔરંગાબાદ 3. શંભૂરાજ દેસાઇ - સતારા 4. સંદિપાન ભૂમરે - પૈઠણ - ઔરંગાબાદ 5. ઉદયશસહ રાજપૂત - કન્નડ- ઔરંગાબાદ 6. ભરત ગોગાવલે - મહાડ - રાયગઢ 7. નિતીન દેશમુખ - બાળાપુર - અકોલા 8. અનિલ બાબર - ખાનાપુર - આટપાડી - સાંગલી 9. વિશ્વનાથ ભોઇર - ~લ્યાણ પશ્ચિમ 10. સંજય ગાયકવાડ - બુલઢાણા 11. સંજય રામુલકર - મેહકર 12. મહેશ સિંદે - કોરેગાંવ - સતારા 13. શહાજી પાટીલ - સાંગોલા - સોલાપૂર 14. પ્રકાશ અબિટકર - રાધાપુરી - કાોલ્હાપૂર 15. સંજય રાઠોડ - દિગ્રસ - યવતમાળ 16. જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ - ઉસ્માનાબાદ 17. તાનાજી સાવંત - પરોડા - ઉસ્માનાબાદ 18. સંજય શિરસાટ - ઔરંગાબાદ પશ્ચિમ 19. રમેશ બોરનારે - બૈજાપૂર - ઔરંગાબાદ

રાજકીય ઊથલપાથલનાં એંધાણ
મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા હોવાની ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સુરતની ડુમ્મસ મેરિડિયન હોટલ ખાતે 20 થી વધારે નારાજ શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત આવી પહોંચ્યા છે. રાજકીય રીતે કોઈ મોટી ઊથલપાથલ થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post