• Home
  • News
  • ઉદ્ધવે PM મોદી પર નિશાન સાધ્યું:મહારાષ્ટ્રના CMએ કહ્યું- ભાજપ બિહારમાં મફત રસીની વાત કરે છો તો શું બીજા રાજ્યો પાકિસ્તાન કે બાંગ્લાદેશના છે
post

જીએસટી, હિંદુત્વ, સરકાર સહિતના મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 10:42:26

મુંબઈમાં દશેરાના પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીની વાર્ષિક રેલીને સંબોધિત કરી. આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને વડાપ્રધાન મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભારતમાં જો ક્યાંય PoK છે તો તે વડાપ્રધાન મોદીની નિષ્ફળતા છે. આ ઉપરાંત તેઓ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પર પણ નિશાન સાધ્યું. CM ઉદ્ધવ ઠાકરેએ બિહાર ચૂંટણી અને ભાજપના વાયદાઓ અંગે પણ વાત કરી. ઉદ્ધવે કહ્યું કે, ભાજપ બિહારમાં ફ્રી વેક્સનીની વાત કરે છે, તો શું બીજા દેશ બાંગ્લાદેશ કે પાકિસ્તાનના છે. ઉદ્ધવે કહ્યું- આ પ્રકારની વાત કરનારાઓને શરમ આવવી જોઈએ. તમે કેન્દ્રમાં સત્તા પર છો.

હિંદુત્વ પર સવાલ ઉઠાવનાર પર નિશાન

CM બન્યાં બાદ પહેલી વખત દશેરાની રેલી સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ ભાજપ, PM મોદી અને રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને આડે હાથ લીધા હતા. ઉદ્ધવે પોતાના સંબોધનમાં રાજ્યપાલને 'કાળી ટોપી' પહેરનારી વ્યક્તિ તરીકે સંબોધ્યા. ઠાકરેએ કહ્યું કે, "આજે તેઓને દશેરાની રેલીમાં કરવામાં આવેલા મોહન ભાગવતના ભાષણને સાંભળવાનું કહીશ. જેમાં મોહન ભાગવતે હિંદુત્વનો અર્થ મંદિરોમાં થતી પૂજા નથી, અને તમે એવો આગ્રહ રાખો છો કે જો તમે મંદિર નહીં ખોલો તો અમે ધર્મનિરપેક્ષ બની રહ્યાં છે. તેઓ કહે છે કે મારું હિંદુત્વ બાલા સાહેબ ઠાકરેના હિંદુત્વથી અલગ છે. હું કહું છું કે તમારું હિંદુત્વ મંદિરની ઘંટડીઓ અને વસ્તુઓ બદલવા સુધી છે અને અમારું હિંદુત્વ તે પ્રકારનું નથી. જેઓ અમારા હિંદુત્વ પર સવાલ ઉઠાવે છે, તેઓ પૂંછડી દબાવીને બેઠા હતા જ્યારે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવામાં આવી હતી. જો 'કાળી ટોપી'ની નીચે મગજ છે તો મુખ્ય ભાષણને સાંભળો. અમે હંમેશાથી ઈચ્છીએ છીએ કે મોહન ભાગવત આપણાં દેશના રાષ્ટ્રપતિ બને, પરંતુ તેઓ એવું નથી ઈચ્છતા."

'હિંમત હોય તો અમારી સરકારને તોડી પાડો'

આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, "મુખ્યમંત્રી બન્યો તેને એક વર્ષ થઈ ગયું પરંતુ હું જ્યારે મુખ્યમંત્રી બન્યો હતો તે દિવસથી જ કહેવામાં આવતું હતું કે આ સરકાર નહીં ચાલે, અને તૂટી પડશે. હું તે લોકોને પડકાર ફેંકુ છું કે જો તમારામાં હિંમત હોય તો આવો અને અમારી સરકારને તોડી પાડીને દેખાડો." મહારાષ્ટ્રના CMએ કહ્યું કે ભાજપે અમારી સરકાર પાડવાના સપનાં જોવાને બદલે દેશ સુવ્યવસ્થિત અને યોગ્ય રીતે ચાલે તેના પર નજર રાખવી જોઈએ.

'અન્ય રાજ્યના શું બાંગ્લાદેશ કે કઝાકિસ્તાનથી છે?'

·         ઉદ્ધવ ઠાકરે કોવિડ 19ની વેક્સીનને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે, બિહારમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે તમે ત્યાંના લોકોને નિઃશુલ્ક વેક્સીન આપવાના વાયદાઓ કરી રહ્યાં છો. તો શું અન્ય રાજ્યના લોકો બાંગ્લાદેશ કે કઝાકિસ્તાનના રહેવાસી છે.

·         ઉદ્ધવ ઠાકરે આટલેથી જ ન અટકતાં કહ્યું મોદી સરકાર GSTને લાગુ કરવામાં નિષ્ફળ રહી છે જેનો સ્વીકાર વડાપ્રધાન મોદીએ કરવો જોઈએ. અને જૂના કર માળખા મુજબ પાછા વળવું જોઈએ.

·         જે લોકો બિહારના પુત્ર માટે ન્યાય માંગી રહ્યાં છે, તેઓ મહારાષ્ટ્રના પુત્ર (આદિત્ય ઠાકરે)નું ચરિત્ર હનન કરવામાં વ્યસ્ત છે.

સંજય રાઉતે કહ્યું- 25 વર્ષ મહારાષ્ટ્રમાં સરકાર ચલાવીશું

રેલીમાં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત પણ ઉપસ્થિત હતા. રાઉતે કહ્યું- મહારાષ્ટ્રની સરકાર 5 વર્ષ પૂરાં કરશે. અમે તો 25 વર્ષ સુધી શાસન કરીશું. હવેથી દરેક વસ્તુ 'મહા' હશે, મહાઅઘાડી, મહારાષ્ટ્ર. જો આ 'મહા' દિલ્હી સુધી પહોંચી જાય તો ચોંકશો નહીં. ગત વર્ષે મેં કહ્યું હતું કે આ વર્ષે મહારાષ્ટ્રમાં શિવસેનાના મુખ્યમંત્રી હશે અને જુઓ, આ થઈ ગયું.

સત્તા પર આવ્યાં બાદ પહેલી રેલી

ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના CM બન્યાં બાદ આ વર્ષે શિવસેનાની પહેલી દશેરા રેલી હતી, જેથી તે ખાસ પણ હતી. જો કે, પાર્ટીની દશેરા રેલી પારંપરિક રૂપથી શિવાજી પાર્ક મેદાનની જગ્યાએ કોરોનાની મહામારીને પગલે ઓડિટોરિયમમાં થઈ હતી. આ રેલીને શિવસેનાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે રાજકીય, સામાજિક અને ધાર્મિક સભાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે જેના કારણે કોરોનાની સુરક્ષાના પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા દશેરાની રેલી ઓડિટોરિયમમાં આયોજિત કરાઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post