• Home
  • News
  • ગયા વર્ષે PM મોદી સાથે મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરે CM પદ છોડવાનુ વિચારી રહ્યા હતા: દીપક કેસરકર
post

નારાયણ રાણે તરફથી સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તત્કાલીન મંત્રી આદિત્ય ઠાકરેની છબીને બગાડવાના પ્રયાસોથી શિવસેનાના ઘણા નેતા આઘાતમાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-06 15:47:48

મુંબઈ: શિવસેના બાગી જૂથે દાવો કર્યો કે ઉદ્ધવ ઠાકરે ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપવાનુ વિચારી રહ્યા હતા. શિવસેનાના બાગી ધારાસભ્યોના પ્રવક્તા દીપક કેસરકરએ કહ્યુ કે ઉદ્ધવ ઠાકરે માટે પીએમ મોદીની સાથે તેમના સંબંધ ઉચ્ચ પદ પર રહ્યા કરતા વધારે મહત્વના છે. જોકે, શિવસેનાના ઠાકરે જૂથે કેસરકરના નિવેદન પર કહ્યુ કે તેઓ વિરોધાભાસી નિવેદન આપી રહ્યા છે અને મૂંઝવણમાં લાગે છે. કેસરકરે કહ્યુ કે બીજેપીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે તરફથી સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તત્કાલીન મંત્રી આદિત્ય ઠાકરેની છબીને બગાડવાના પ્રયાસોથી શિવસેનાના ઘણા નેતા આઘાતમાં છે. કેસરકરે કહ્યુ કે તેમણે પીએમ મોદી સાથે સંપર્ક સ્થાપ્યો અને સંવાદ શરૂ કર્યો.

15 દિવસમાં સીએમ પદ છોડવાના હતા ઉદ્ધવ ઠાકરે

કેસરકરે દાવો કર્યો, ઉદ્ધવ ઠાકરેજીનુ પીએમ મોદીજીને મળ્યા બાદ, એ નક્કી કરવામાં આવ્યુ હતુ કે તે આગામી 15 દિવસમાં પદ છોડી દેશે કેમ કે તેમના માટે સંબંધ વધારે મહત્વપૂર્ણ હતો, પરંતુ એ અનુભવાયુ કે તેમને પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને સમજાવવા માટે વધુ સમય જોઈએ. ભૂતકાળમાં, પીએમ મોદીએ શિવસેના અધ્યક્ષ ઠાકરેને પોતાના નાના ભાઈ ગણાવ્યા હતા. નવી દિલ્હીમાં ઠાકરે-વડાપ્રધાન મોદીની બેઠક બાદ જુલાઈ 2021માં મહારાષ્ટ્ર વિધાનસભામાંથી એક ડઝન બીજેપી ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ એક એવુ પગલુ હતુ જેણે શિવસેના અને તે સમયે વિપક્ષી દળ બીજેપીની વચ્ચે સંબંધોને વધુ તણાવપૂર્ણ બનાવી દીધા હતા.

અહંકારના કારણે વાતચીત આગળ વધી નહીં- દાવો

કેસરકરે કહ્યુ કે બાદમાં ઠાકરેના કટ્ટર વિરોધી રાણેને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કર્યા બાદ વાતચીત રોકાઈ ગઈ, જેનાથી શિવસેના અધ્યક્ષ નારાજ થઈ ગયા. કેસરકરે કહ્યુ કે અહંકારના કારણે ચર્ચા આગળ વધી નહીં. કેસરકરે કહ્યુ કે વાતચીત દરમિયાન તે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેને તમામ જાણકારી આપતા રહ્યા, જે હવે મુખ્યમંત્રી છે. કેસરકરના દાવા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા ઠાકરે જૂથના સભ્ય અને શિવસેના પ્રવક્તા મનીષા કાયંદેએ કહ્યુ, તે દરરોજ નવા ખુલાસા કરી રહ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post