• Home
  • News
  • ઉદગમ ટ્રસ્ટ અને ડીવાઈન ડ્રીમ ફાઉન્ડેશનની પ્રશંસનીય કામગીરી, હજારો લોકોનું પેઠ ઠારવાનું કામ કર્યું
post

કોરોના મહામારીના કપરાકાળમાં દાતાઓએ પણ સંસ્થાની પહેલ પર ભરોસો મૂકીને તેમની સામાજિક જવાબદારી નિભાવીને પ્રેરણાત્મક સાથ નિભાવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-28 11:07:46

સાબરકાંઠા : ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને ડીવાઈન ડ્રીમ ફાઉન્ડેશન હંમેશા પોતાની સામાજિક જવાબદારી સમજી આપદાના સમયમાં હંમેશા કાર્યરત રહે છે. કોરોના વાયરસના કહેરને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24મી માર્ચ રાત્રે 12 વાગ્યા પછીથી સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. જે હેઠળ લોકોએ જરૂરી કામ વગર ઘરની બહાર ના નીકળવા વિનંતી કરવામાં આવી હતી. આ લોકડાઉનને લઈ રાજ્યમાં શ્રમજીવીઓ બેરોજગાર બનતા પિતાના વતન રાજસ્થાન જવા રવાના થઈ રહ્યા છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનની સ્થિતિમાં "ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને ડિવાઇન ડ્રીમ ફાઉન્ડેશનસાથે મળીને દાતાઓના સહયોગથી આવા શ્રમિકોની વ્હારે આવ્યું છે.

 

લોકડાઉનથી જનજીવન થંભી ગયું છે. જો કે, સંકટ સમયે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને ડીવાઇન ડ્રીમ ફાઉન્ડેશન સાથે મળીને ઉદેપુર હાઇવે પર ચાલીને જતા જરૂરિયાતમંદ શ્રમિકોને પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઇ ટોલ ટેક્ષ પાસે છેલ્લા ૪ દિવસથી પુરી-શાકનું  ભોજન પીરસવામાં આવી રહ્યું છે. સાથોસાથ તેઓને રસ્તામાં ખાવા માટે બિસ્કીટ પણ આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ પાંચ હજારથી વધુ રાહદારી શ્રમિકોના પેટને ઠારવાનું કાર્ય  કરવામાં આવી રહ્યું છે. આ કાર્યમાં ગાંધીનગર અને અમદાવાદના દાતાઓના સહયોગથી સુચારુ રૂપથી ચાલી રહ્યું છે. કોરોના મહામારીના કપરાકાળમાં દાતાઓએ પણ સંસ્થાની પહેલ પર ભરોસો મૂકીને તેમની સામાજિક જવાબદારી નિભાવીને પ્રેરણાત્મક સાથ નિભાવી રહ્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post