• Home
  • News
  • ઉમર ખાલિદ દિલ્હીમાં રમખાણ અને માસૂમોની હત્યાઓનો ગુનેગાર છે : કપિલ મિશ્રા
post

દિલ્હી રમખાણ મામલે JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-18 18:47:57

નવી દિલ્હી: દિલ્હી રમખાણ મામલે ષડયંત્ર અને UAPA હેઠળ ધરપકડ કરાયેલા JNU (જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી) ના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી. ફેબ્રુઆરી 2020ના રમખાણ પાછળ કથિત ષડયંત્ર સાથે જોડાયેલા યુએપીએ મામલે ઉમર ખાલિદની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

આજે જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ રજનીશ ભટનાગરની બેન્ચે પોતાનો નિર્ણય સંભળાવ્યો. ઉમર ખાલિદે નીચલી કોર્ટમાં જામીન અરજી ફગાવાયા બાદ હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો. જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની જામીન અરજી ફગાવાયા બાદ ભાજપ નેતા કપિલ મિશ્રાએ કહ્યુ કે ઉમર ખાલિદ દિલ્હીમાં રમખાણ અને માસૂમોની હત્યાઓનો ગુનેગાર છે. તાહિર હુસૈન અને ઉમર ખાલિદ જેવા જેહાદી કાયદામાંથી બચી શકશે નહીં. આજે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયનુ હુ સ્વાગત કરુ છુ. 

દિલ્હી હાઈકોર્ટે ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં થયેલા હુલ્લડોના કથિત ષડયંત્રને લઈને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ નોંધાયેલા મામલે જામીન આપવાનો મંગળવારે ઈનકાર કરી દીધો. જજ સિદ્ધાર્થ મૃદુલ અને જજ રજનીશ ભટનાગરની બેન્ચે કહ્યુ, જામીન અરજીમાં કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યુ નથી. જામીન અરજી ફગાવવામાં આવે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post