• Home
  • News
  • ભારત સેમિફાઇનલમાં 10 વિકેટે જીત્યું, પાકિસ્તાનને સતત ચોથી વાર હરાવ્યું; 7મી વાર ફાઇનલમાં પહોંચ્યું
post

પાકિસ્તાન 172 રનમાં ઓલઆઉટ, જવાબમાં ભારતે 35.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-05 11:23:40

ભારતે અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પાકિસ્તાનને 10 વિકેટે હરાવ્યું છે. જીત સાથે ભારત સાતમીવાર ફાઇનલમાં પહોંચ્યું છે. તેમજ ટૂર્નામેન્ટમાં સતત ચોથી વખત પાકિસ્તાનને માત આપી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 43.1 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં ભારતે 35.2 ઓવરમાં વિના વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. ભારત પહેલીવાર 2000માં ફાઇનલમાં પહોંચ્યું હતું અને ત્યારે ચેમ્પિયન બન્યું હતું. તે પછી 2008 અને 2018 ચેમ્પિયન, જ્યારે 2006, 2012 અને 2016માં રનરઅપ રહ્યું હતું.

રનચેઝમાં ઓપનર યશસ્વી જયસ્વાલે અણનમ 105 અને દિવ્યાંશ સક્સેનાએ 59* રન કર્યા હતા. જયસ્વાલે 113 બોલની ઇનિંગ્સ દરમિયાન 8 ફોર અને 4 સિક્સ મારી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 176 રનની ભાગીદારી કરી હતી, જે ટૂર્નામેન્ટમાં પ્રથમ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. તેમજ સેમિફાઇનલમાં પણ સૌથી મોટી પાર્ટનરશીપ છે. ઓપનિંગ જોડીએ બીજી વખત 100+ રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. પહેલા બંનેએ ન્યૂઝીલેન્ડ સામે 115 રન જોડ્યા હતા.

 

ભારત vs પાકિસ્તાન અંડર-19 વર્લ્ડ કપમાં હાઈએસ્ટ પાર્ટનરશીપ:

·         176* યશસ્વી જયસ્વાલ - દિવ્યેશ સક્સેના, 2020 (પહેલી વિકેટ)

·         119 સરફરાઝ ખાન- સંજુ સેમસન, 2014 (પાંચમી વિકેટ)

·         89 મનજોત કલરા- પૃથ્વી શો, 2018 (પહેલી વિકેટ)


અંડર-19 વર્લ્ડ કપમાં ભારત vs પાકિસ્તાન:

વર્ષ

રિઝલ્ટ

1988

પાકિસ્તાન 68 રને જીત્યું

1998

ભારત 5 વિકેટે જીત્યું

2002

પાકિસ્તાન 2 વિકેટે જીત્યું

2004 (સેમિફાઇનલ)

પાકિસ્તાન 5 વિકેટે જીત્યું

2006 (ફાઇનલ)

પાકિસ્તાન 38 રને જીત્યું

2010 (ક્વાર્ટર ફાઇનલ)

પાકિસ્તાન 2 વિકેટે જીત્યું

2012 (ક્વાર્ટર ફાઇનલ)

ભારત 1 વિકેટે જીત્યું

2014

ભારત 40 રને જીત્યું

2018 (સેમિફાઇનલ)

ભારત 203 રને જીત્યું

2019 (સેમિફાઇનલ)

ભારત 10 વિકેટે જીત્યું

પાકિસ્તાન 172 રનમાં ઓલઆઉટ

પાકિસ્તાને અંડર-19 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં ભારતને 173 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 43.1 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ થયું હતું. કેપ્ટન રોહેલ નઝિર અને હૈદર અલીની ફિફટી મારીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. નઝિરે 102 બોલમાં 6 ફોરની મદદથી 62 રન કર્યા હતા. જ્યારે હૈદરે 77 બોલમાં 9 ફોરની મદદથી 56 રન કર્યા હતા. ભારત માટે સુશાંત મિશ્રાએ 3 વિકેટ, રવિ બિશ્નોઇ અને કાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ, જ્યારે અથર્વ અંકોલેંકર અને યશસ્વી જયસ્વાલે 1-1 વિકેટ લીધી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post