• Home
  • News
  • પ્રથમ દિવસે દારૂબંધીવાળા ગુજરાતમાં લિકર શોપ પર લાઇનો લાગી, અમદાવાદમાં 1 કરોડનો દારૂ વેચાયો
post

ગુજરાતમાં હાલમાં આશરે 65 જેટલી લિકર શોપ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 08:44:25

અમદાવાદ: ગુજરાતમાં અનલૉક-1 ના પ્રથમ દિવસે લિકર શોપ્સ ખૂલતા લિકર પ્રેમીઓએ લાઈનો લગાવી હતી. રાજ્યની 65 જેટલી લિકર પરમિટ શોપ પર લોકો ઉમટી પડ્યા હતા. અમદાવાદ ની 18 લિકર શોપમાં આશરે 1 કરોડનો દારૂ વેચાયો હોવાનુ  સૂત્રોએ જણાવ્યું હતું. ભર ઉનાળે લોકો પોતાની મનગમતી બ્રાન્ડ લેવા પહોંચી ગયા હતા. જો કે બે મહિનાથી સ્ટોક કર્યો ન હોઈ લોકો જે મળ્યું હોય તે લઈ ગયા હતાં. લોકોએ ખાસ કરીને બીયર માટે ભારે ડિમાન્ડ કરી હતી. જેથી કેટલીક જગ્યાએ બીયર સ્ટોક ખાલી થઈ ગયો હતો. મોટાભાગની લિકર શોપ દ્વારા ટોકન સિસ્ટમ પાળવામાં આવી હતી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાયું હતું. હોટલો એ ગ્રાહકો માટે એસી હોલમાં બેસવાની વ્યવસ્થા કરી હતી. ગુજરાતમાં હાલમાં આશરે 65 જેટલી લિકર શોપ છે જેનું 26 જિલ્લા પ્રોહિબિશન ઓફિસ દ્વારા સંચાલન થાય છે. રાજ્યમાં હાલમાં 27000 પરમિટ હોલ્ડાર છે જેમાંથી 17000 અમદાવાદમાં છે. 


એક લિકર શોપમાં બીયર ન મળતા બીજે જઈને લેવી પડી
પ્રથમ દિવસના અનુભવ વિશે અમદાવાદમાં હેલ્થ લિકર પરમિટ હોલ્ડર હોમિયાર વકીલે જણાવ્યું હતું કે, મને એક લિકર શોપમાં બીયર ન મળતા મારે બીજે જઈને લેવી પડી હતી. મારી ગમતી બ્રાન્ડના સ્કોચની એક જ બોટલ મને મળી હતી. હું જે શોપમાં ગયો હતો ત્યાં 91 નંબરનો ટોકન પડ્યો હતો. હકીકતમાં સરકારે લિકર શોપ બંધ કરવી જોઈતી ન હતી કેમ કે અહીં ભીડ થાય તેવી શક્યતા જ ન હતી. 


ટોકન સિસ્ટમ રાખી હતી અને ગ્રાહકોને હોલમાં બેસાડ્યા
લિકર શોપ ઓનર નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે,  બપોર સુધી પ્રોહિબિશન ખાતાએ સ્ટોક લીધો હતો. ત્યાર બાદ લોકોને વેચાણ ચાલુ કરવામાં આવ્યું હતું. બપોરે 1 થી 7 દરમિયાન અમારી શોપ પર આશરે 4 લાખનું વેચાણ થયું હતું. અમે ટોકન સિસ્ટમ રાખી હતી અને ગ્રાહકોને હોલમાં બેસાડ્યા હતા જેથી લાઈનો ન લાગે. ગુજરાતના ડાયરેકટર ઓફ પ્રોહીબિશન સુનિલ કુમારે જણાવ્યું હતું કે, રાજ્યની લિકર શોપ કેન્દ્ર સરકારના નિયમોને આધીન ખોલવામાં આવી છે. 


એક્સપાયરી ડેટથી બીયરમાં એક યુનિટનું રેશનિંગ
હાલમાં ઉનાળાની સીઝન હોય બીયરની ખૂબ ડિમાન્ડ છે. લોકોએ જેટલો મળે એટલો બીયર ખરીદવાનું શરૂ કરતાં કેટલીક દુકાનોમાં એક જ યુનિટ બીયર (૬.૫ લિટર) આપવામાં આવ્યો હતો. તો કેટલીક શોપસ માં બીયર ખાલી થઈ જતાં લોકોએ બીજી શોપ પર દોટ લગાવી હતી. બીયરમાં એકપાયરી ડેટ હોઈ કેટલીય શોપમાં બીયરની બોટલો નકામી થઈ ગઈ હતી. પરિણામે તેની તંગી ઊભી થઈ હતી. હોટલોને તેનું નુકશાન પણ ગયું હતું. 


પરમિટમાં બે મહિના ઉમેરી આપો તેવી માગણી
પરમિટ ધારકોએ ભાસ્કરને જણાવ્યું હતું કે, સરકારે પરમિટની પૂરી ફી લીધી હોવાથી બે મહિના જેટલો લૉક ડાઉન નો સમય ઉમેરી આપવો જોઈએ. જો તેમ ન કરે તો એપ્રિલ અને મે ના લેપ્સ થયેલા યુનિટ સ્ટોક જૂનમાં લેવાની મંજૂરી આપો.

adv

Related News

post
post
post
post
post
post
post