• Home
  • News
  • આજનો ઈતિહાસ:264 વર્ષ પહેલા અમેરિકાનો સ્વતંત્રતા સંઘર્ષ ખતમ થયો હતો, 114 વર્ષ પહેલા દેશની પહેલી હિન્દી ફિલ્મના ખલનાયક પૃથ્વીરાજ કપૂરનો જન્મ થયો
post

4 જુલાઈ 1776ના રોજ અમેરિકાએ પોતાને આઝાદ જાહેર કરી દીધું, ત્યારપછી પણ 3 સપ્ટેમ્બર 1783 સુધી સંઘર્ષ ચાલુ રહ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 11:08:22

આજના જ દિવસે 1906માં પાકિસ્તાનના પેશાવરમાં પૃથ્વીરાજ કપૂરનો જન્મ થયો હતો. 1927માં તેમણે પેશાવરના એડવર્ડ્સ કોલેજથી BA કર્યું અને કાયદાના અભ્યાસ માટે લાહોર ગયા હતા. અહીંયા તેમનું મન ફિલ્મ અને અભિયનમાં વધારે લાગતું હતું. પરિણામે તેઓ 1929માં કાયદાની પરીક્ષામાં નાપાસ થઈ ગયા. એ વર્ષે સપ્ટેમ્બરમાં તે લાહોરથી મુંબઈ(ત્યારના બમ્બઈ) આવી ગયા અને આર્દેશર ઈરાનીની ઈમ્પીરિયલ ફિલ્મ કંપનીમાં જોડાઈ ગયા.

પૃથ્વીરાજે અભિનેતા તરીકે સાઈલેન્ટ ફિલ્મોથી તેમની કારકિર્દીની શરૂઆત કરી. ચેલેન્જ નામની એક સાઈલેન્ટ ફિલ્મમાં તેમણે એક પણ રૂપિયો લીધા વગર કામ કર્યું. બીજી ફિલ્મ સિનેમા ગર્લ માટે તેમને 70 રૂપિયા ફી મળી હતી. 1931માં જ્યારે આર્દેશર ઈરાનીએ પહેલી બોલતી ફિલ્મ આલમ આરાબનાવી તો પૃથ્વીરાજને આમા ખલનાયકનો રોલ મળ્યો હતો.

પૃથ્વીરાજે 1944માં મુંબઈમાં પૃથ્વી થિયેટરની સ્થાપના કરી, જે દેશભરમાં ફરી ફરીને નાટકોનું પ્રદર્શન કરતું હતું. 1972માં તેમના મૃત્યુ પછી તેમને ભારતીય સિનેમાના સર્વશ્રેષ્ઠ દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પૃથ્વીરાજ કપૂરને 1969માં પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

પેરિસ સંધિ સાથે અમેરિકામાં સંઘર્ષ ખતમ થયો
3
સપ્ટેમ્બર 1783ના રોજ પેરિસ સંધિ સાથે અમેરિકામાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલા સંઘર્ષનો અંત આવ્યો હતો. આ સંધિ પછી ઈંગ્લેન્ડના પૂર્વ વડાપ્રધાન લાર્ડ નાર્થે રાજીનામું આપી દીધું. ઈંગ્લેન્ડ વિરુદ્ધ સંઘર્ષની શરૂઆત 1756માં થઈ હતી. જ્યારે અમેરિકન્સે બોસ્ટન પોર્ટ પર ઊભેલા એક ચાના જહાજને લૂંટી લીધું હતું. ઈતિહાસમાં આ ઘટના બોસ્ટન ચા પાર્ટીના નામે ઓળખાય છે. 4 જુલાઈ 1776 અમેરિકાએ પોતાને આઝાદ જાહેર કરી દીધું હતું. પરંતુ ત્યારપછી પણ સંઘર્ષ ચાલતો રહ્યો. 3 સપ્ટેમ્બર 1783ના રોજ થયેલી સંધિ સાથે આ સંઘર્ષ ખતમ થયો અને 13 અમેરિકન વસાહતોને સ્વતંત્ર જાહેર કરાઈ.

7 વર્ષ પહેલા દેવાના કારણે નોકિયા વેચાયું હતું
આજના જ દિવસે માઈક્રોસોફ્ટે નોકિયાને ખરીદી લીધું હતું. અમેરિકાની મુખ્ય સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટે ફિનલેન્ડની કંપની નોકિયા કોર્પના મોબાઈલ ફોન વેપારને 03 સપ્ટેમ્બર 2013ના રોજ 7.2 અબજ ડોલરમાં ખરીદ્યુ હતું. આ સોદામાં નોકિયાના કુલ મોબાઈલ ફોનના વેપાર માટે માઈક્રોસોફ્ટે 5 બિલિયન અમેરિકન ડોલર ચુકવ્યા હતા. જ્યારે 2.7 બિલિયન અમેરકિન ડોલરથી માઈક્રોસોફ્ટે નોકિયાના પેટન્ટ રાઇટ્સ ખરીદ્યા હતા. આ સોદા સાથે જ નોકિયાના પ્રમુખ સ્ટીફન ઈલોપ સહિત નોકિયાનો 32,000નો સ્ટાફ માઈક્રોસોફ્ટનો સ્ટાફ બની ગયો હતો.

ઈતિહાસના પાનામાં આજના દિવસને આ ઘટનાઓના કારણે પણ યાદ કરવામાં આવે છે

·         1923- તબલા વાદક પંડિત કિશન મહારાજનો જન્મ થયો હતો

·         1939- બ્રિટિશ વડાપ્રધાન નેવિલ ચેમ્બરલિન દ્વારા એક રેડિયો પ્રસારણ અંગે બ્રિટન અને ફ્રાન્સનું જર્મની વિરુદ્ધ યુદ્ધ કરવાની જાહેરાત કરવાની સાથે જ દ્વિતીય વિશ્વ યુદ્ધ શરૂ થયું હતું. જો કે, તેની શરૂઆત 1લી સપ્ટેમ્બરથી થઈ ગઈ હતી.

·         1943- બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સાથી રષ્ટ્રોએ ઈટલી પર હુમલો કર્યો હતો.

·         1998- નેલ્સન મંડેલા દ્વારા જૂથ નિરપેક્ષ આંદોલન શિખર સમ્મેલનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવા અંગે વડાપ્રધાન વાજપેયીએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો.

·         2003- પાકિસ્તાન સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન બેનરજી ભુટ્ટો પર દેશદ્રોહનો કેસ ચલાવવાનો નિર્ણય

·         2004- રશિયન સૈનિકોએ અપહરણકર્તાઓના કબજામાંથી શાળાને મુક્ત કરાવી

·         2006- યૂરોપનું પહેલુ ત્રિવર્ષીય ચંદ્ર મિશન પુરુ. ભારતીય મૂળના ભરત જગદેવે ગુયાનાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

 

adv

Related News

post
post
post
post
post
post
post