• Home
  • News
  • રાષ્ટ્રપતિ ભવનમાં મોદીએ કર્યું ટ્રમ્પનું સ્વાગત; અમેરિકન રાષ્ટ્રપતિએ રાજઘાટ પર ગાંધીજીને આપી શ્રદ્ધાંજલિ, વૃક્ષારોપણ પણ કર્યું
post

રાષ્ટ્રપતિ ભવનમાં ડોનાલ્ડ ટ્રમ્પનું ઔપચારિક સ્વાગત કરી ગાર્ડ ઓફ ઓનર અપાયુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-25 11:53:08

નવી દિલ્હી: બે દિવસના ભારત પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા સાથે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પત્ની મેલેનિયા અને દીકરી ઈવાન્કા પણ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હતા.

રાષ્ટ્રપતિ ભવનથી ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા સાથે રાજઘાટ ગયા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાએ રાજઘાટ પર વૃક્ષારોપણ પણ કર્યું હતું. રાજઘાટમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અને વૃક્ષારોપણ દરમિયાન કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી તેમની સાથે રહ્યા હતા.

સોમવારે ટ્રમ્પ પરિવાર કરી અમદાવાદ-આગ્રાની મુલાકાત

ટ્રમ્પ તેમની ભારત યાત્રા દરમિયાન સોમવારે અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન મોદી સાથે રોડ શો કર્યો હતો. ત્યારપછી બંને નેતા અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. અહીં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે કાર્યક્રમમાં હાજર થયા હતા. ત્યારપછી ટ્રમ્પની પત્ની, દીકરી અને જમાઈ તાજમહેલની મુલાકાતે પહોંચ્યા હતા.

કોંગ્રેસ નેતા ડિનરમાં સામેલ નહીં
કોંગ્રેસ નેતાઓએ ટ્રમ્પના સન્માનમાં આયોજીત ડિનરમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે. અધીર રંજન ચૌધરી અને ગુલામ નબી આઝાદ પછી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ ડિનરમાં જવાનો ઈન્કાર કર્યો છે. ચૌધરી અને આઝાદે રાષ્ટ્રપતિ ભવનમાં થનારા ડિનરમાં સોનિયા ગાંધીને ન બોલાવવાના કારણે આમંત્રણ નકારી દીધું છે.

 

 

 

     

adv

Related News

post
post
post
post
post
post
post