• Home
  • News
  • મુંબઈમાં ઈવેન્ટમાં પહોંચેલી પ્રિયંકા ચોપડાના લુકને લઈને યુઝર્સે કરી આવી કમેન્ટ
post

પ્રિયંકાએ ફ્રન્ટ કટ વ્હાઈટ ક્રોપ ટોપ અને ટ્રાઉઝર્સ પહેર્યુ હતુ

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-02 19:04:50

મુંબઈ: પ્રિયંકા ચોપડા ભારત આવી પહોંચી છે. ભારત આવ્યા બાદ તે પહેલી ઈવેન્ટમાં પહોંચી તો ફોટોગ્રાફર્સે તેને ઘેરી લીધી. પ્રિયંકા ખૂબ સ્ટાઈલિશ લાગી રહી હતી. સોશિયલ મીડિયા પર તેની તસવીર વાયરલ થઈ ગઈ છે અને તેમના ચાહકો તેમના હેરથી લઈને નખ પર કમેન્ટ કરી રહ્યા છે. અમુક લોકો દેશી ગર્લના સ્વેગને જોઈને વખાણ કરી રહ્યા છે. અમુકને લાગી રહ્યુ છે કે પ્રિયંકા હવે વિદેશી જેવી લાગી રહી છે. અમુક લોકોએ તેમની દિકરી પર પણ કમેન્ટ કરી છે.

છવાઈ ગઈ પ્રિયંકા ચોપડાની તસવીર

પ્રિયંકા ચોપડા 3 વર્ષ બાદ ભારત આવી છે. પિયર આવવાની ખુશી તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં જોવા મળી રહી છે. મુંબઈ પહોંચતા જ તે ઘણી તસવીર શેર કરી રહી છે. હવે પ્રિયંકા પોતાના હેરકેર બ્રાન્ડ સાથે જોડાયેલી એક ઈવેન્ટમાં પહોંચી તો તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ. 

લોકોને લાગી હોલીવુડ ડીવા

પ્રિયંકાએ ફ્રન્ટ કટ વ્હાઈટ ક્રોપ ટોપ અને ટ્રાઉઝર્સ પહેર્યુ હતુ. તેમના લાંબા નખ અને હેરએ સૌનુ ધ્યાન ખેંચ્યુ. યુઝરે કમેન્ટમાં લખ્યુ આ નખ ડરામણા છે. અન્ય એક યુઝરે લખ્યુ ઈન્ડિયન નથી લાગતી હવે આ, હવે આ હોલીવુડ ડીવા લાગે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post