• Home
  • News
  • ઉત્તરાખંડ: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત
post

આ હેલિકોપ્ટરે ગુપ્તકાશીથી કેદારનાથ માટે ઉડાન ભરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-18 18:43:16

કેદારનાથ: ઉત્તરાખંડમાં મંગળવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયુ છે. આ દુર્ઘટનામાં પાયલટ સહિત 7 લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ હોલિકોપ્ટર એક આર્યન કંપનીનું હતું.  ખરાબ હવામાન હોલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. મૃતકોમાં 3 છોકરી ગુજરાતના ભાવનગરની હતી. ભાવગરની જે 3 છોકરી હતી તેમનાં નામ હતાં- કૃતિ બારડ, ઉર્વી બારડ અને પૂર્વા રામાનુજ. આ માહિતી કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને આપી છે. 

આ હેલિકોપ્ટરે ગુપ્તકાશીથી કેદારનાથ માટે ઉડાન ભરી હતી. જ્યારે આ હેલિકોપ્ટર કેદાર ઘાટી તરફ આગળ વધ્યું ત્યારે ગરુડચટ્ટીમાં ક્રેશ થઈ ગયું હતું. આ હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હતા. કેદારનાથ ધામમાં ધુમ્મસના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટના બાદ હેલિકોપ્ટરના અનેક ટુકડા થઈ ગયા હતા. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલું છે. 

કેદારનાથ જઈ રહેલા શ્રદ્ધાળુઓનું હેલિકોપ્ટર ક્રેશ

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ મંદિરમાં દર્શન કરવા માટે જતા હોય છે. મોટાભાગના લોકો પગપાળા કેદારનાથ મંદિર પહોંચે છે અને કેટલાક લોકો આ માટે હેલિકોપ્ટરની મદદ પણ લે છે. આજે કેદારનાથ મંદિરે જઈ રહેલા ભક્તોનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે કેદારનાથ પાસે ખાનગી કંપની આર્યન કંપનીનું હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યું છે. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ક્રેશ થવાની આશંકા છે.

adv

Related News

post
post
post
post
post
post
post