• Home
  • News
  • રાજ્યમાં વેક્સિનેશન ડ્રાઈવ શરૂ:ગાંધીનગરના કોબાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15થી 18 વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ કરાવ્યો
post

આધાર કાર્ડ કે અન્ય પુરાવો ન હોય તોપણ માતા-પિતા કે સ્કૂલના શિક્ષક-આચાર્યના મોબાઈલ પરથી રજિસ્ટ્રેશન કરાવી રસી લઈ શકાશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-03 10:32:21

ગાંધીનગર: રાજ્યમાં 15થી 18 વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી કરાવ્યો હતો. મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને કિશોરોના રસીકરણની કામગીરી નિહાળી હતી.તેમણે કિશોરો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા રખાઈ છે.

અમદાવાદમાં પણ સ્કૂલોમાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. શહેરની સ્કૂલોના કેમ્પસમાં રસી માટે અલગ અલગ રૂમની ફાળવણી કરવામાં આવી છે. ઈસનપુરની વેદાંત સ્કૂલમાં રસી લેનાર કિશોર અને કિશોરીઓને કપાળે તિળક કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમની વેક્સિનેશન રૂમમાં મોકલવામાં આવી રહ્યાં છે. તમામ વિદ્યાર્થીઓને સ્કૂલના ગ્રાઉન્ડમાં સોશિયલ ડિસ્ટનસ સાથે બેસાડવામાં આવ્યા છે, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયા પણ સ્કૂલમાં હાજર રહ્યા છે.સ્કૂલમા 15 થી 18 વર્ષના 1000 જેટલા બાળકો છે જે તમામને રસી આપવામાં આવશે.

7મી જાન્યુઆરી સુધી રોજ મેગા ડ્રાઇવ
અમદાવાદ જિલ્લામાં આગામી 7મી જાન્યુઆરીના રોજ કિશોરોને રસી આપવા માટેની મેગા ડ્રાઇવ યોજાશે. જેમાં જિલ્લાના નવ તાલુકામાં વિવિધ જાહેર સ્થળોએ રસી કેન્દ્રો ઉભા કરીને બાકી રહી ગયેલા બાળકોને રસી આપવામાં આવશે. વાલીઓ પોતાના કિશોરોને રસી લેવડાવે તે માટે પણ સમજાવાશે. મેઘા ડ્રાઇવમાં નવ તાલુકાના મોટા ભાગના બાળકોનો રસી લેવામાં સમાવેશ થઇ જવાની આરોગ્ય વિભાગે આશા વ્યક્ત કરી છે.

એપોલો હોસ્પિટલનો તાલીમબદ્ધ સ્ટાફ કામે લાગશે
અપોલો હોસ્પિટલનો ખાસ તાલીમબદ્ધ સ્ટાફ 15 વર્ષથી વધારે વયના કિશોરોનું રસીકરણ કરવા માટે કામે લગાવવામાં આવશે. તમામ સૂચિત સરકારી આચારસંહિતાનું પાલન થશે, જેમાં રસીના શોટ આપતા અગાઉ ઓળખની ચકાસણી, કો-વિન એપ પર ડેટાની માન્યતા, રસીકરણ પછી 30 મિનિટ માટે ઓબ્ઝર્વેશન અને જો જરૂર પડે તો AEFI (રસીકરણ પછી માઠી અસરો) પર નજર રાખવાની બાબતો સામેલ છે. રસીનો સંગ્રહ કરવા કોલ્ડચેઇનની ઉચિત જાળવણી અને બાયોમેડિકલ વેસ્ટનું વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવશે. રસીકરણની પ્રક્રિયા પછી ઇન્ફેક્શન નિયંત્રણની વિવિધ પ્રેક્ટિસને અનુસરવામાં આવશે, જેમાં તમામ લાભાર્થીઓની તાવ માટે ચકાસણી, ફિઝિટલ ડિસ્ટન્સ, હાથની સ્વચ્છતા, યુનિવર્સલ માસ્કિંગ અને ઇન્જેક્શન સલામત રીતે આપવાની બાબત સામેલ છે.

શાળામાં વેક્સિનેશન કેવી રીતે થશે?
શાળાઓમાં વેક્સિનેશન પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ રહી છે, આ માટે ઘણી સ્કૂલોએ અત્યારથી વાલીઓ પાસેથી સંમતિ પત્રક મગાવવાનું શરૂ કરી દીધું છે. શાળામાંથી વેક્સિને લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું ત્યાં જ રજીસ્ટ્રેશન કરાશે અને રસી અપાશે. આ માટે સ્કૂલના 3-4 રૂમનો ઉપયોગ કરાશે. જેમાં એક રૂમમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ રહેશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે અને અન્ય રૂમમાં વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post