• Home
  • News
  • 2500 શાકભાજીવાળાઓનું આજથી સ્ક્રિનિંગ કરવામાં આવશે, પોઝિટિવ કેસની સંખ્યા 476 થઇ
post

2500 શાકભાજીવાળાઓએ 3 દિવસમાં સ્ક્રિનિંગ કરાવવાનુ ફરજિયાત

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-08 12:06:12

વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 476 દર્દીઓ પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંકનો 32 ઉપર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં કોરોનાની હાલની પરિસ્થિતિ અને ભવિષ્યની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખી લોકોને શાકભાજી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુ મળી રહે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના સુરક્ષિત પગલા પણ લેવાય તે માટે વહીવટીતંત્રે ચાર મહત્વના નિર્ણય કર્યાં છે. 


2500
શાકભાજીવાળાઓએ 3 દિવસમાં સ્ક્રિનિંગ કરાવવાનુ ફરજિયાત
શાકભાજીના ફેરિયાઓને સુપર સ્પ્રેડર ગણવામાં આવે છે ત્યારે 2500 જેટલા શાકભાજીવાળાઓએ આગામી ત્રણ દિવસમા તેમના નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં બપોરના સમયે જઇને પ્રો એકટીવ સ્ક્રિનિંગ કરાવવાનું રહેશે અને જરૂર પડે તો સેમ્પલ પણ આપવાનું રહેશે. આ સ્ક્રીંનિંગ દરમ્યાન ડાયાબિટિશ, હાઇપરટેન્શન, કિડનીની બીમારી, શ્વાસની બીમારી મળી આવશે તો તેમને હાઇરિસ્ક ગણીને તેમની તેમજ 65 વર્ષથી વધુ વયના લોકોની શાકભાજી વેચાણની પરવાનગી રદ કરીને હોમ ક્વોરન્ટીન કરવામાં આવશે. બીજુ, શાકભાજીવાળાના હેલ્થ કાર્ડ આ સેન્ટર ખાતે રાખવામાં આવશે અને જે શાકભાજીવાળા ત્રણ ત્રણ દિવસના સમયાંતરે હેલ્થ સેન્ટરમાં આવીને નિયમિત સ્ક્રિનિંગ નહીં કરાવે તેમની પરવાનગી પણ આપોઆપ રદ કરી દેવામાં આવશે.


કોરોનાના લક્ષણ પર પોતે જ નજરરાખવાની છે 


લોકડાઉનના સમયગાળામાં ઇન્ડસ્ટ્રીઝ, હેલ્થ કેર યુનિટ્સ, દુકાનો, મોલ વગેરેને કાર્યરત રાખવા તેમજ શાકભાજી-ફળફળાદિના વેચાણ માટે અધિકૃત કક્ષાએથી પાસ મેળવેલા છે. આ સિવાય, સરકાર દ્વારા પણ કેટલીય વ્યકિતને છુટછાટ(મુક્તિ) આપવામાં આવી છે. આ તમામ લોકોએ પોતાનું સતત સેલ્ફ સ્ક્રીનીંગ કરવાનું રહેશે અને જો તેમને તાવ, શરદી, ખાંસી, ગળાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો હોય તો નજીકના હેલ્થ સેન્ટરમાં અથવા પાલિકાના ટોલ ફ્રી નંબર 1800 233 0265 પર જાણ કરવાની રહેશે. જો આવુ કરવામાં નહીં આવે તો તેવા લોકો સામે એપિડેમિક એક્ટ અંતર્ગત એપિડેમિક ડીસીઝ કોવિડ-19,રેગ્યુલેશન-2020 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.


જો તમે સોશિયલ ડિસ્ટન્સિંગ ચુક્યા તો ખરીદી નહીં કરી શકો
વડોદરા શહેરમાં પરવાનગી ધરાવતા દુકાનો-મોલના વેપારીઓને ત્યાં ખરીદી માટે જતા ગ્રાહકોએ સોશિયલ ડીસ્ટન્સીંગ રાખવુ ફરજિયાત છે. એટલુ જ નહીં, નાક મોં ઢંકાય તે રીતે માસ્ક પહેરવુ પણ ફરજિયાત છે. આ બંને નિયમોનું પાલન કરવામાં જે ગ્રાહક નિષ્ફળ જાય તેને કોઇપણ ચીજવસ્તુનું વેચાણ નહીં કરવા માટે દુકાનદારોને સૂચના આપવામાં આવી છે અને તેવા ગ્રાહકોની વિગત જે તે દુકાનદારોએ પાલિકાના ટોલ ફ્રી નંબર 1800 233 0265 પર જણાવાની રહેશે.


સોશિયલ ઓડિટિંગનો નવતર પ્રયોગ, પાલિકામાં કોઇ પણ નાગરિક ફરિયાદ કરી શકશે
પાલિકાએ પહેલી વખત સોશિયલ ઓડિટીંગનો નવતર પ્રયોગ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. જેમાં જે કોઇપણ વ્યકિત જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતી ના હોય કે મોં પર માસ્ક પહેર્યુ ના હોય તેના ફોટા કોઇપણ નાગરિક કલીક કરીને મોબાઇલ નંબર 99131 666666 પર વ્હોટસઅપ કરી શકે છે અથવા પાલિકાના ટોલ ફ્રી નંબર 1800 233 0265 પર મૌખિક ફરિયાદ કરી શકે છે. પાલિકાની દરેક વોર્ડ સ્તરે કાર્યરત કવીક રિસ્પોન્સ ટીમ ફરિયાદને આધારે કાર્યવાહી કરશે.

adv

Related News

post
post
post
post
post
post
post