• Home
  • News
  • વિકી-કેટના વેડિંગ:વિકી કૌશલ છ સાળીઓનો જીજાજી બનશે, કોઈ ગણિતમાં સ્કોલર તો કોઈ જ્વેલરી ડિઝાઇનર
post

કેટરીના કૈફને છ બહેનો અને એક ભાઈ છે, જાણો કોણ શું કરે છે?

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-08 11:18:29

મુંબઈ: વિકી કૌશલ આવતીકાલે એટલે કે 9 ડિસેમ્બરે કેટરીના સાથે લગ્ન કરશે. 7 ડિસેમ્બરથી પ્રી વેડિંગ સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. બંને પરિવારો રાજસ્થાનના સિક્સ સેન્સ મહેલમાં છે. કેટરીનાની છ બહેનો પણ આવી છે. વિકી કૌશલને છ સાળી તથા એક સાળો છે.

કેટરીનાના પિતા કાશ્મીરી છે
કેટરીનાનો જન્મ હોંગકોંગમાં થયો છે. જોકે, પરિવાર લંડનમાં રહે છે. કેટરીનાની માતાનું નામ સુઝાન ટરકોટ છે. તેઓ સોશિયલ વર્કર તથા વકીલ છે. સુઝાન બ્રિટિશ નાગરિક છે. તેમણે કાશ્મીરી મોહમ્મદ કૈફ સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના થોડા સમય બાદ જ તેઓ અલગ થઈ ગયા હતા. કેટરીના માતા સાથે જ રહી છે.

છ બહેનો તથા 1 ભાઈ
કેટરીનાને ત્રણ મોટી બહેનો છે, જેમાં સૌથી મોટી સ્ટેફની, ક્રિસ્ટીન તથા નતાશા છે. નાની ત્રણ બહેનો મેલિસા, સોનિયા તથા ઈઝાબેલ છે. એક ભાઈ સબેસ્ટીન ટરકોટ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તે પ્રોફેશનલ ફર્નિચર ડિઝાઇનર છે.

શું કરે છે કેટની બહેનો?
કેટરીનાની મોટી બહેન ક્રિસ્ટીન તથા સ્ટેફની તથા નતાશાના લગ્ન થઈ ગયા છે. ક્રિસ્ટીન તથા સ્ટેફની હોમમેકર છે. નતાશા જ્વેલરી ડિઝાઇનર છે. નાની બહેનમાં મેલિસા મેથેમેટિક્સ સ્કોલર છે. સોનિયા ફોટોગ્રાફર તથા ડિઝાઇનર છે. સૌથી નાની બહેન ઈઝાબેલ મોડલ છે અને મુંબઈમાં રહે છે. ઈઝાબેલે 'ડૉ. કેબી', 'ટાઇમ ટૂ ડાન્સ' તથા 'ક્વથા' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

કેટરીનાનું કરિયર
કેટરીનાએ 2003'માં 'બૂમ'થી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. જોકે, ફિલ્મ બાદ કેટને મોડલિંગ તથા કમર્શિયલ જાહેરાતો મળી હતી. કેટને મહેશ ભટ્ટની ફિલ્મ 'સાયા' માટે કાસ્ટ કરવામાં આવી હતી, પરંતુ હિંદી તથા પર્ફોર્મન્સ નબળું હોવાને કારણે તેને ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવી હતી.

સલમાનને કારણે બોલિવૂડમાં ઓળખ મળી
2004
માં કેટે તેલુગુ ફિલ્મ 'મલ્લીસવરી' તથા 'બોલિવૂડ ફિલ્મ 'સરકાર'માં કામ કર્યું હતું. સલમાને કેટને ફિલ્મ 'મૈંને પ્યાર ક્યૂં કિયા'માં સાઇન કરી હતી. આ ફિલ્મથી કેટની કરિયરમાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો હતો અને તે બોલિવૂડના એ લિસ્ટર્સમાં સામેલ થઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post