• Home
  • News
  • કેશ ફોર વોટ:કરજણના ઇટોલા અને ગોસીન્દ્રામાં મતદારોને રૂપિયાની વહેંચણી કરી, ભાજપવાળા રૂપિયા વહેંચતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
post

મતદારોને 100-100 રૂપિયાની નોટોની વહેંચણી કરવામાં આવતી હોવાનું વિડિયોમાં દેખાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-03 11:07:22

ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકનાં ઇંટોલા અને ગોસીન્દ્રા ગામોમાં વિસ્તારમાં વોટ માટે ખુલ્લેઆમ પૈસા વેચતા હોવાનો વિડિયો વાઇરલ થયો છે. આ મામલે કોંગ્રસે ભાજપે રૂપિયા વહેંચ્યા હોવાનો આક્ષેપ કરીને કાર્યવાહી કરવા માટે ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. કરજણ બેઠકના નોડલ ઓફિસર બી.બી. ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે તપાસ માટે ટીમ રવના કરી છે.

કોંગ્રેસે રૂપિયા વહેંચનારા સામે કાર્યવાહી કરવા માગ કરી
કોંગ્રેસના કરજણના ચૂંટણી એજન્ટ ઉપેન્દ્રસિંહ રણા અને કોંગ્રેસ અગ્રણી શૈલેશ અમીને ચૂંટણી અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે આજે ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ઇંટોલા અને ગોસીન્દ્રા ખાતે જાહેરમાં ભાજપવાળા વોટ ખરીદવા કેશ ફોર વોટની પ્રક્રિયા કરી રહ્યા છે, જે આદર્શ આચારસંહિતાનો ભંગ છે. આવા વોટ સામે રૂપિયા વહેંચનારાઓની તાત્કાલિક ધરપકડ કરવી અને તેમની પર કાયદેસરની કાર્યવાહી કરો અને ચૂંટણી પૂરી થાય નહીં ત્યાં સુધી આવા રૂપિયા વહેંચનારાને પોલીસે ડિટેઇન કરીને રાખવા, અમારી ફરિયાદ નોંધ કરવા કાર્યવાહી કરવી.

કોંગ્રેસની રજૂઆત છતાં હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી
કોંગ્રેસે આ અંગે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હોવા છતાં હજી સુધી આ મામલે કોઇ કાર્યવાહી થઇ નથી, જેને લઇને કોંગ્રેસમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઝડપથી આ મામલે કાર્યવાહી થાય તેવી કોંગ્રેસે માગ કરી છે.

ભાજપના અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ
કરજણ બેઠક પર 9 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ ભાજપના અક્ષય પટેલ અને કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા વચ્ચે સીધો જંગ છે અને કરજણ બેઠક પર 1,04,834 પુરુષ અને 99,761 સ્ત્રી તેમજ અન્ય 13 સહિત કુલ 2,04,608 મતદાર નોંધાયા છે. 246 મુખ્ય મતદાન મથકો અને 65 પૂરક સહિત કુલ 311 મતદાન મથક પર મતદાન થઇ રહ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post