• Home
  • News
  • VIDEO: ખિચડી 2નું ટીઝર રિલીઝ, લોકો પેટ પકડીને હસ્યા, થિયેટરોમાં ફિલ્મ મચાવશે ધમાલ
post

આ ટીઝર હિમાંશુના જોક્સ અને પારેખ પરિવારના ગુપ્ત મિશનની એક ઝલક જોવા મળી છે જેના માટે તેઓ બધા પંથુકિસ્તાનની મુસાફરી કરી રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-30 18:11:29

નાના પડદાનો લોકપ્રિય શો ખિચડી આજે પણ દર્શકોમાં ખૂબ જ ચર્ચામાં છે. આ ટીવી સિરિયલ ખીચડીથી પ્રેરિત ફિલ્મ ખીચડી પણ બની હતી. જે લોકોને ખૂબ જ પસંદ આવી હતી. હવે 2010માં રિલીઝ થયેલી આ ફિલ્મના 13 વર્ષ બાદ ફિલ્મ ખીચડી 2 આવી રહી છે. આ ફિલ્મ સાથે પ્રફુલ્લની હંસા ફરી એકવાર ધૂમ મચાવવા જઇ રહી છે. હવે ફરી એક વાર ફુલ કોમેડીના એક ધાંસુ એડવેન્ચર માટે થઇ જાઓ તૈયાર, કારણ કે પારેખ પરિવાર ફરી આવી રહ્યો છે પોતાના પરિવાર સાથે દર્શકોને હસાવવા માટે.જી હા, આ દિવાળીમાં  17 નવેમ્બરના રોજ ફિલ્મ ખિચડી પંથુકિસ્તાન રિલીઝ થવાની છે. 

ફિલ્મ ખીચડી 2 આ દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મના નિર્માતાઓએ તાજેતરમાં જ ફિલ્મનું એક મજેદાર ટીઝર શેર કર્યું છે. આ ટીઝર હિમાંશુના જોક્સ અને પારેખ પરિવારના ગુપ્ત મિશનની એક ઝલક જોવા મળી છે જેના માટે તેઓ બધા પંથુકિસ્તાનની મુસાફરી કરી રહ્યા છે.

ટીઝરમાં હંસા અને બાબુજી વચ્ચેની ફની લડાઈ પણ બતાવવામાં આવી છે, જે હંમેશા વિષયની બહાર જાય છે. ફિલ્મના ફની ટીઝર પર ચાહકોએ ઘણી પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કમેન્ટ કરી, "આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છું." અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, "સરસ, પરંતુ ટાઇગર 3 સાથે ક્લેસ ટાળવા માટે બીજી તારીખ પસંદ કરવી જોઈએ."


'ખિચડી' એકમાત્ર ભારતીય સિટકોમ છે જે એક ફિલ્મ, વેબ સિરીઝ પણ બની છે. હવે આ ફિલ્મની એડવેન્ચર કોમેડી સિક્વલ આવશે. આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક, જમનદાસ મજેઠિયા, અનંગ દેસાઈ અને રાજીવ મહેતા જોવા મળશે. મહત્વનું છે કે, આ દિવાળીમાં  17 નવેમ્બરના રોજ ફિલ્મ ખિચડી પંથુકિસ્તાન રિલીઝ થવાની છે. 

adv

Related News

post
post
post
post
post
post
post