• Home
  • News
  • વિનેશ ફોગાટ : વર્લ્ડ સ્પોર્ટ્સ અવોર્ડ્ માટે નોમિનેટ થનારી પહેલી ભારતીય મહિલા
post

વિનેશ ફોગાટ : વર્લ્ડ સ્પોર્ટ્સ અવોર્ડ્ માટે નોમિનેટ થનારી પહેલી ભારતીય મહિલા

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-21 13:49:49


મહિલા પહેલવાન વિનેશ ફોગાટને 2018 "લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ" માટે નોમિનેટ કરવામાં આવી છે. આ અવોર્ડ માટે નામાંકિત થનારી વિનેશ પહેલી ભારતીય મહિલા પહેલવાન છે. વિનેશને ગોલ્ફર ટાઈગર વુડ્સ સાથે 'વર્લ્ડ કમબેક ઓફ ધી યર' કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.


આ વિજેતાની જાહેરાત 18 ફેબ્રુઆરીએ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ અવોર્ડ્સ સમારોહમાં કરવામાં આવશે. વર્ષ 2000થી આ પુરસ્કાર શરૂ કરવામાં આવ્યા છે. વિજેતાઓની પસંદગી લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એકેડમીના 66 સભ્યો દ્વારા કરવામાં આવે છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, વિનેશ આ અવોર્ડ માટે પસંદ કરવામાં આવેલી એકમાત્ર ભારતીય ખેલાડી છે. આ પહેલાં 2004માં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સાથે લોરિયસ સ્પોર્ટ્સ ફોર ગુડ અવોર્ડ શેર કર્યો હતો. વિનેશે 2018માં એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.


 


હરિયાણાના ભિવાનીમાં રહેતી 24 વર્ષની વિનેશ 2016માં રિયો ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ઘાયલ થઈ હતી. ત્યારપછી ગયા વર્ષે તે શાનદાર રીતે પરત ફરી અને દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. નોમિનેટ થયેલા ખેલાડીઓમાં જોકોવિચ, એમ્બાપ્પે અને મોડ્રિચ નો પણ સમાવેશ થાય છે. વિનેશ અને વુડ્સ સિવાય વર્લ્ડ કમબેક ઓફ ધ યર કેટેગરીમાં જાપાનના યુઝુરહાનયૂ, કેનેડાના માર્ક મેક મોરિસ, નેધરલેન્ડના બિબયન મેંટલ સ્પી અને અમેરિકાના લિંડ્સ વોનને પણ નોમિનેટ કરવામાં આવ્યા છે.


adv

Related News

post
post
post
post
post
post
post