• Home
  • News
  • કોહલી T-20માં કેપ્ટન તરીકે સૌથી વધારે રન બનાવનારા ભારતીય, ધોનીને પાછળ છોડ્યો
post

વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 36 મેચમાં 45.04ની સરેરાશથી 1126 રન બનાવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-30 11:40:23

વિરાટ કોહલી T-20માં કેપ્ટન તરીકે સૌથી વધારે 1126 રન બનાવનારા ભારતીય બની ગયા છે. તેમણે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની(112 રન)ને પાછળ મુકી દીધા છે. કોહલીએ સિદ્ધીને બુધવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હૈમિલ્ટન મેચમાં હાંસિલ કરી હતી. તેમણે મેચમાં તેમના 25 રન પુરા કરતાની સાથે ધોનીને પછાડ્યો હતો. કોહલીએ મેચમાં 27 બોલ પર 38 રનની ઈનિંગ રમી હતી.

જ્યારે ધોની કેપ્ટન હતા ત્યારે 72 મેચમાં 37.06ની સરેરાશથી 1112 રન બનાવ્યા હતા. કોહલીએ તેમને 36મી મેચમાં પાછળ મુકી દીધા અને 45.04ની સરેરાશથી 1126 રન બનાવ્યા હતા. ત્રીજા સ્થાન પર રોહિત શર્મા છે. તેમણે 18 મેચમાં 38.35ની સરેરાશથી 652 રન બનાવ્યા હતા.

કોહલી કેપ્ટન તરીકે સૌથી વધારે અડધીસદી ફટકારનાર ભારતીય બન્યો

ખેલાડી

મેચ

રન

50+

વિરાટ કોહલી

36

1126

8

મહેન્દ્ર સિંહ ધોની

72

1112

0

રોહિત શર્મા

18

652

6

સુરેશ રૈના

3

102

1

અજિંક્ય રહાણે

2

37

0

 

કોહલીએ 80 T-20માં 2783 રન બનાવ્યા
કોહલીએ T-20 કારકિર્દીમાં 80 મેચ રમી છે, જેમાં 51.54ની સરેરાશથી 2783 રન બનાવ્યા છે. દરમિયાન તેમને 24 અડધી સદી ફટકારી હતી. તેઓ સદી ફટકારવામાં સફળ થઈ શક્યા હતા. સાથે ધોનીએ 98 T-20 રમી છે. દરમિયાન તેમણે 37.60ની સરેરાશથી 1617 રન બનાવ્યા છે. તેમને તેમની છેલ્લી મેચ 27 ફેબ્રુઆરી 2019ના રોજ બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post