• Home
  • News
  • વટવામાં ગઢવીના દીકરાને મત આપો, વિસ્તારમાં પરિવર્તન લાવો
post

બળવંતસિંહ ગઢવીને તક આપો, વિસ્તારને વિકાસથી ઝળહળતું કરો

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-16 17:08:20

અમદાવાદ: ગુજરાતમાં આખરે વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. 1 ડિસેમ્બરે પહેલા તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. તેની વચ્ચે આજે વાત કરીશું અમદાવાદની સૌથી જાણીતી અને પૂર્વ વિસ્તારની મહત્વની એવી વટવા બેઠકની. આ બેઠક આ વખતે એટલા માટે ચર્ચામાં છે. કેમ કે કોંગ્રેસે આ વખતે આપણા પોતાના વિસ્તારના દીકરા સમાન એવા બળવંતસિંહ ગઢવીને ટિકીટ આપી છે. બળવંતસિંહ ગઢવી વિસ્તારના લોકો માટે કોઈ જૂનું નામ નથી. કેમ કે છેલ્લા ઘણા સમયથી તે જિલ્લા પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે. તેમની ઉત્તમ અને શાનદાર કામગીરીને ધ્યાનમાં રાખીને હાઈકમાન્ડે લોકોના વધુ કામ કરવા માટે તેમને વિધાનસભાની ટિકીટ આપી છે.

 

કોણ છે બળવંતસિંહ ગઢવી:

ચારણ હોવાના નાતે હું કર્મમાં વિશ્વાસ રાખું છું અને મારી આત્મા કહે છે કે સમાજનું કલ્યાણ અને વિકાસ મારું પહેલું કર્તવ્ય છે. આ શબ્દો છે વટવા વિધાનસભા બેઠક માટેના કોંગ્રેસના યુવા અને હોનહાર ઉમેદવાર બળવંતસિંહ ગઢવીના. બળવતંસિંહ ગઢવી 25 વર્ષથી કોંગ્રેસમાં કામ કરે છે. હાલમાં તે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યા છે.

 

વટવા વિધાનસભામાં પરિવર્તન જરૂરી:

વટવા વિધાનસભામાં જીઆઈડીસી હોવા છતાં રોજગારીની સૌથી મોટી સમસ્યા છે. આ સિવાય વિવિધ કંપનીઓ અને કારખાનાઓ દ્વારા પાણી અને વાયુનું પ્રદૂષણ અહીંયાના લોકોના આરોગ્ય માટે સૌથી મોટું જોખમ છે. સફાઈ, સેવા પશ્વિમ વિસ્તારની સરખામણીએ પૂર્વ વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયો હોય તેવું લાગે છે. છેલ્લી 2 ટર્મથી અહીંયા ભાજપ જીતતું આવે છે. પરંતુ આ વખતે વટવા વિધાનસભાના મતદારો જાગો અને વિસ્તારના વિકાસના પરિવર્તન માટે કોંગ્રેસને મત આપો. તમારા પોતાના એવા બળવંતસિંહ ગઢવીને મત આપો અને વિજયી બનાવો. કેમ કે બળવંતસિંહ ગઢવીને મત આપશો તો તમારા વિસ્તારનું દરેક કામ ઝડપથી થશે તમારો પોતીકો દીકરો તમારી સેવા માટે હરહંમેશ સાથે રહેશે. માટે આ વખતે મતદાન સમયે મત તો માત્ર બળવંતસિંહ ગઢવીને જ આપજો.

 

adv

Related News

post
post
post
post
post
post
post